________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
પ્રશ્નકર્તા : દાદા, જો હરિને કર્તા કહે, તો પોતાને અકર્તા સમજીને ના રહેવાય ?
દાદાશ્રી : ના, પોતે કોઇ દહાડોય અકર્તા થાય શી રીતે ? અકર્તા થાય તો ત્યાગ શી રીતે કરાય ? ‘હરિ ઇચ્છા' એ તો પોતાના મનનું સમાધાન લેવા માટે કે આ પ્યાલો પડી ગયો તો તે ‘હરિ ઇચ્છા’ ને આધીન છે કહી દે. બાકી હરિ નામનું કોઇ છે જ નહીં, ત્યાં આગળ શેની ‘હરિ ઇચ્છા' ? આપણા કામમાં કોઇને ડખલ કરવાનો અધિકાર શો છે? મારા કામમાં વળી હરિને ઇચ્છા શા માટે કરવી પડે ? એ કંઇ ઉપરી છે મારો? પણ જુઓને, અત્યાર સુધી આ પોલંપોલ ચાલ્યું જ છે ને ? જ્ઞાનીપુરુષ તો કશાનું અવલંબન લે નહીં. કેટલાક ઉદયકર્મનું ફળ કહે. અમે તો આ ‘વ્યવસ્થિત’ એવું સરસ આપ્યું છે કે તમને જરાય મુશ્કેલી ના પડે. અને ‘વ્યવસ્થિત’ જોઇને તમને આપ્યું છે. સોએ સો ટકા ‘વ્યવસ્થિત’ છે ! નહીં તો તમે ઊંધે રસ્તે ચઢી જાવ. અમે શું કહીએ છીએ કે, જગત સંબંધમાં ‘વ્યવસ્થિત’ છે. તને મેં જે આપ્યું છે, તે તારું હવે ચલાવ્યા કરશે. તું હવે પુરુષાર્થ ધર્મમાં રહે. ત્યારે કોઇ પૂછે કે, સાહેબ મારું ચાલશે કે નહીં ચાલે ? અલ્યા, ‘વ્યવસ્થિત' છે માટે તું તારી મેળે એ બાજુ જોઇશ નહીં. આ શરીર, મન, વચન બધું એને તાબે છે. તું તો શરીર જે કરે છે તેને જોયા કર. આ ચંદુભાઈ શું કરે છે, અને તમે જોયા કરો. અને તું અમારી પાંચ આજ્ઞા પાળ્યા કર. બોલો, આટલી સહેલી, સરળ રીતે આપ્યું છે કે નહીં ?
પ્રશ્નકર્તા : આ પાંચ આજ્ઞામાં રહેવું એ પુરુષાર્થ કહેવાય ?
દાદાશ્રી : હા, આજ્ઞામાં રહેવું એ જ પુરુષાર્થ, એ જ ધર્મ અને એ જ તપ. આજ્ઞામાં બધું જ આવી ગયું. પછી બીજું કશું જ કરવાનું નથી. જો જ્ઞાનીપુરુષ મળી જાય તો તેમની આજ્ઞામાં જ રહેવાનું છે.
દાદાશ્રી : ભાગ્યને અને પુરુષાર્થને ઓળખે ‘તે’ મોટો ! તે લોક ઓળખતા નથી. તમે કોને પુરુષાર્થ જાણો છો ? તમને ભાગ્યનો અનુભવ થયો છે ?
પ્રશ્નકર્તા : હું તો બધું ભાગ્યથી જ થાય છે, એમ માનું છું . દાદાશ્રી : પુરુષાર્થ ક્યાં જોયો તમે ? પ્રશ્નકર્તા : ચાલુ ‘રૂટિન’માં થાય તે પુરુષાર્થ. દાદાશ્રી : પ્રારબ્ધ કર્યું ?
પ્રશ્નકર્તા : ચમત્કાર જેવું થાય તો તમારા દર્શન થયાં અને ભાગ્ય માનું છું.
દાદાશ્રી : અને અહીં તમે આવ્યા એ પુરુષાર્થ કહેવાય ? પ્રશ્નકર્તા : હા, એ પુરુષાર્થ કહેવાય.
દાદાશ્રી : એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થના ભેદની જ લોકોને ખબર પડતી નથી. આ ભ્રાંતિથી આવું કહે છે. ભ્રાંતિ એક દૃષ્ટિ છે ને ?! તે બ્રાંત દૃષ્ટિથી એવું દેખાય કે આ પ્રારબ્ધ અને આ પુરુષાર્થ. ખરી રીતે પુરુષાર્થ દેખાતો જ નથી. આ જે દેખાય છે એ બધું જ પ્રારબ્ધ છે. પુરુષાર્થ તો થયા કરે છે, એની પોતાને ખબરેય પડતી નથી. જો પુરુષાર્થ દેખાય તો તો બધા જ એને વાળી લે.
પ્રશ્નકર્તા : પુરુષાર્થ કેવી રીતે થાય છે ?
દાદાશ્રી : પુરુષાર્થ અંદર થઇ રહ્યો છે, જેને ભાવ પુરુષાર્થ કહે છે. હવે ભાવ તો લોકો બોલે ખરા, પણ સમજે નહીં. દ્રવ્ય બધું પ્રારબ્ધ છે ને ભાવ પુરુષાર્થ છે.
પ્રશ્નકર્તા : જે કર્મ કરીએ છીએ તે ભાગ્યથી થાય છે કે કર્મથી ભાગ્ય થાય છે ?
ભાગ્ય મોટું કે પુરુષાર્થ ? પ્રશ્નકર્તા : ભાગ્ય મોટું કે પુરુષાર્થ મોટો ?
દાદાશ્રી : ભાગ્યથી કર્મ થાય છે પણ કર્મ થાય છે તેમાં ભાવ બેસે