________________
આપ્તવાણી-૪
પણ વ્યવસ્થિત તો તેની આગળ જાય છે. પ્રારબ્ધ આગળ થાય છે, ત્યાર પછી એ વ્યવસ્થિત થાય છે. વ્યવસ્થિત વ્યષ્ટિ-સમષ્ટિ બધાનો ફોડ આપે છે.
૪૫
વ્યવસ્થિતના જ્ઞાનમાં બધો જ ફોડ મેં પાડી દીધો છે. જગત કેવું છે ? કોણ ચલાવે છે ? કેવી રીતે ચાલે છે ? બધુ ઉઘાડું કરી નાખ્યું છે. ઉઘાડું એટલા માટે કર્યું કે તમને હિતકારી થાય, તમને શાંતિ રહે, સંકલ્પ વિકલ્પ ના થાય. ક્રમિકમાર્ગમાં ‘વ્યવસ્થિત’ સમજાય નહીં. ક્રમિકમાર્ગ ઠેઠ સુધી અહંકારી માર્ગ છે, એટલે ‘વ્યવસ્થિત’ કહેવાય જ નહીં. પોતે કર્તા થાય તો ‘વ્યવસ્થિત'ને કર્તા એક્સેપ્ટ જ ના કરે. એમને તો એમ જ કે, ‘હું કર્તા છું’. ત્યારે કહીએ કે, ‘તમે કર્તા તો હતા, તો પછી ખોટ શી રીતે ગઇ ?” ત્યારે કહે કે, ‘ભાઇ, પ્રારબ્ધને આધીન.' એ લોકો પ્રારબ્ધ અને પુરુષાર્થ બન્ને કહે.
તમને જ્ઞાન મળ્યું કેટલાં વર્ષ થયાં ?
પ્રશ્નકર્તા : ત્રણ વર્ષ.
દાદાશ્રી : તો ત્રણ વર્ષમાં તમને ‘વ્યવસ્થિત’માં કશી ભૂલ લાગી
છે ?
પ્રશ્નકર્તા : ના, જરાય નથી લાગી.
દાદાશ્રી : હરિમાં તો શંકા પડે કે હિરએ આવું શા માટે કર્યું ? હિર નામનું કોઇ જ નથી, ત્યાં આગળ. આ તો આશરો છે. સંત પુરુષોએ આપેલા શબ્દ, તે લોકોને આધાર તો જોઇએ ને ? આ તો આપણું અક્રમ વિજ્ઞાન છે, એટલે ‘જેમ છે તેમ’ જગત કહી દીધું કે આટલું એની મેળે ચાલી રહ્યું છે. માટે તમારે ઉપાધિ કરવા જેવી છે જ નહીં. આ વાળ કેવા એની મેળે ઊગી રહ્યા છે ! મૂછો ઊગી રહી છે ! તારે ફ્રેન્ચ કટ જ્યારે કરાવવી હોય ત્યારે કરાવજે. વખતે કોઇ મૂછો મૂંડી નાખે તો તું ગભરાઇશ નહીં. અને આ મૂંડી નાખનાર ઉપર ચિડાઇશ નહીં. એ તો ફરી થશે. મૂછો તો મહીના ઉપર ફરી ઊગીને ઊભી રહેશે. માટે ચિડાવા જેવું નથી. છોકરો મરી ગયો તો ચિંતા ના કરીશ, ‘વ્યવસ્થિત’ છે. ખોટ
આપ્તવાણી-૪
જાય તોય ચિંતા ના કરીશ. નફો આવે તો તું કૂદાકૂદ ના કરીશ. એ બધું ‘વ્યવસ્થિત’ કરે છે. તું તો કરતો નથી. રાત-દિવસ, સંધ્યા-ઉષા બધું કેવું નિયમમાં છે, એવું મનનુંય ‘વ્યવસ્થિત’ના તાબામાં છે. આ તો અમે બધું ઉઘાડું કરી દીધું છે. અને આટલું ઉઘાડું કરવા માટે જ ઘણા કાળની અમારી શોધખોળ હતી કે ખરેખર શું છે ? પ્રારબ્ધ કહીએ તો અમે નિરાંતે સૂઇ જઇએ, પણ પાછા પુરુષાર્થ કહો છો, તે વહેલું ઊઠવું કે સૂઇ રહેવું ? એટલે આ અદ્ભુદ મને નહોતું પસંદ. ત્યારે શું હકીકત છે ? ત્યારે અમે કહ્યું, ‘વ્યવસ્થિત’ ! એટલે ‘ઓલ રાઇટ’ !
૪૬
આ ‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપ્યા પછી માણસ સંપૂર્ણ જ્ઞાની તરીકે જ રહી શકે તેમ છે, સંકલ્પ-વિકલ્પ જ ઊભો ના થાય. ઇન્કમટેક્ષવાળાનો કાગળ આવ્યો કે તમને દંડ કરવામાં આવશે તો આપણે તરત જ સમજી જઇએ કે ‘વ્યવસ્થિત’ છે. અને ‘વ્યવસ્થિત’માં હશે તો એ દંડ કરશે ને? નહીં તો એને સંડાશ જવાનીય શક્તિ નથી, તો એ બીજું શું કરવાનો છે ? જગતમાં કોઇ કશું કરી શકે એમ છે જ નહીં. અને આપણું ‘વ્યવસ્થિત’ હશે તો એય છોડવાનું નથી તો શેને માટે આપણે ડરવાનું? આપણું છે તે આપણને છોડવાનું નથી. એમાં સાહેબ બિચારો શું કરે? સાહેબ તો નિમિત્ત છે. અને પેલો સાહેબ જોડે વેર હઉ રાખે કે, આ સાહેબ એકલો જ એવો છે, તે ક્યારથી મારી પાછળ પડયો છે. અલ્યા, સાહેબ તારી પાછળ ના પડે, તારું કર્મ તારી પાછળ પડયું છે. એટલે આ લોક સમજ્યા વગર વેર જ બાંધે છે ને ઊલટાં !
જ્યાં સુધી કર્તા પોતે થાય ત્યાં સુધી ‘કોણ કર્તા છે’ એ સમજાય નહીં. અને જે કર્તા છે એ સમજાઇ જાય તો પોતે કર્તા રહે નહીં. જો, તમારે કશું જ કરવું નથી પડતું ને ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ક્રમિકમાર્ગ એટલે અહંકાર તો ખરો જ અને એની સાથે હરિની ઇચ્છા, તે બેનો મેળ શી રીતે પડે ? તેથી મહાવીર ભગવાને કહી દીધું કે વ્યવહારનો તું કર્તા છે. જો તું અહંકારી છે તો તું જ કર્તા છે અને જો તું નિહંકારી છે તો ‘વ્યવસ્થિત’ કર્તા છે.