________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
તેનું ફળ આ મરડો થયો તે આવ્યું. પોતાને ખાવું હોતું નથી, છતાં ખવડાવે છે તે પ્રારબ્ધકર્મ, ને મરડો થાય છે તે પ્રારબ્ધ કર્મનું ફળ છે.
પ્રશ્નકર્તા : આચર-કુચર ખાતી વખતે તેને અટકાવવા શું કરવું ? તે વખતે પ્રારબ્ધકર્મ કે સંચિત કર્મ હોય છે ?
દાદાશ્રી : ગયા ભવમાં જે સંચિત કર્મ હોય તે આ ભવમાં પ્રારબ્ધરૂપે આવે એટલે ‘આ ખાઉં ને તે ખાઉં', રહે ને એમાં પછી ખાટુંતીખું ખાયા કરે. એટલે પછી ‘વાઇટાલિટી પાવર' ઉપર જોર આવે, તેથી પાચન કરી શકાય નહીં. એટલે એ કચરાને એક જગ્યાએ ભેગું કર કર કરે. આ શરીરમાં અમુક અમુક ભાગ એવા છે કે જેમાં ‘વાઇટાલિટી પાવર' કચરાને ફેંકે છે. આ ડૉક્ટરો એને Raysથી બાળી મૂકે છે, અથવા તો અમુક દવાથી ઓગળી જાય.
આ જ્ઞાન પછી પ્રારબ્ધ-પુરુષાર્થ ‘આપણ’ને હોતો નથી. તમે આત્માસ્વરૂપ થયા એટલે બિલકુલ ‘વ્યવસ્થિત' જ છે. જગતના લોકોને માટે જગત ‘વ્યવસ્થિત’ નથી. કારણ કે એ પોતે ભ્રાંતિ સ્વરૂપમાં છે, એટલે એ ડખો કર્યા વગર રહે નહીં. અત્યારે ચા મોડી આવી હોય તો તમે ‘વ્યવસ્થિત’ સમજી જાવ અને સમભાવે નિકાલ કરીને ઉકેલ લાવો; પણ ડખો ના કરો અને પેલો શું કરે ?
પ્રશ્નકર્તા : બૂમાબૂમ કરી નાખે.
દાદાશ્રી : આપણે તો ‘પુરુષ’ થયા, માટે પુરુષાર્થ છે. પણ જગતના લોકોને પુરુષાર્થ વગર તો ભૂમિકા હોય નહીં ને ? એ બ્રાંત પુરુષાર્થ કહેવાય છે, એ પણ પુરુષાર્થ છે. પણ એય જાણવો જોઇએ ને ? ભ્રાંતપુરુષાર્થથી ક્રમિકમાર્ગમાં આગળ જવાનું મોક્ષ તરફ. હવે જગતના લોકો કહેશે કે, ‘આ દુકાન ખૂબ વધારી, ધંધો ખૂબ જમાવ્યો, હું ભણ્યો, હું પહેલે નંબર પાસ થઉં.’ એને જ પુરુષાર્થ કહે છે. પણ એ બધું પ્રારબ્ધ છે. ભૂલ સુધારવી પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા : સુધારવી પડે.
દાદાશ્રી : તમે નહીં સુધારો તો ચાલશે. કારણ કે તમારે તો વ્યવસ્થિત’ હાથમાં આવી ગયું છે ને ? પણ લોકો તો કયારે સમજશે
ભ્રાંત પુરુષાર્થ અને પ્રારબ્ધ કર્મ :
આ ?
પુરુષાર્થ કયો રવો ?
આ સંસારમાં પુરુષાર્થ જે માને છે તે પુરુષાર્થ છે જ નહીં. હવે આવડી મોટી ભૂલ હિન્દુસ્તાનમાં ચાલે, બધેય ચાલે, તો લોકોની શી દશા થાય ? ‘પુરુષાર્થ ને પ્રારબ્ધનાં ભેદ’ જ્ઞાની પુરુષ' પાસે સમજી લેવા જોઇએ.
આપણા લોકો શેને પુરુષાર્થ માને છે ? સવારમાં ઊઠયો તે ‘વહેલો ઊયો’ એને પુરુષાર્થ કહે છે, “કાલે મોડું થઇ ગયું ને આજે વહેલો ઊઠયો એમ કહે. પછી ચા પી લીધી, પછી સંડાસ જઇ આવ્યો, નહાયો, ધોયો ને ઝટ વેપાર માટે ચાલ્યો અને વેપારમાં આખો દહાડો બેસી રહ્યો એને પુરુષાર્થ કહે છે. પણ એ તો પ્રારબ્ધ છે. ટેન્ડર ભર્યું, ફલાણું કર્યું, ત્રિકમસાહેબને મળી આવ્યો, ફલાણે જઇ આવ્યો, આ બધું જ પ્રારબ્ધ છે. દોડધામ કરે, દુકાન માંડે, તેય પ્રારબ્ધ છે. બોલો હવે, આ પબ્લિક શું સમજતી હશે પ્રારબ્ધને ? જે પ્રારબ્ધ છે ને તેને જ પુરુષાર્થ કહે છે, તો બોલો હવે પુરુષાર્થ કયારે થતો હશે ? સમજવા જેવી વાત છે ને ?! ‘જ્ઞાની પુરુષ' પાસે પ્રારબ્ધ અને પુરુષાર્થનો ભેદ સમજી લે તો ઉકેલ આવે.
બધું જ પ્રારબ્ધ છે, તો પુરુષાર્થ શું હશે ? એવું કઇ સમજવાનો વિચાર આવે છે તમને ?
પ્રશ્નકર્તા : ખ્યાલ નથી આવતો.
દાદાશ્રી : કાલે રાત્રે આપણે નક્કી કર્યું કે સવારમાં વહેલું ઊઠવું છે અને મોડું ઉઠાયું આપણાથી, એટલે બીજા લોકોને એમ કહેવું નહીં કે, ‘તમે બધા જાણતા હતા કે મારે ગાડીએ જવાનું છે, કેમ વહેલો ઉઠાડયો નહીં ?” એવો કકળાટ માંડવાની જરૂર નથી. આપણે લોકોને