________________
આપ્તવાણી-૪
વહેલા ઉઠાડવાનું કહ્યું હોત તોય એ વખતે એ ભૂલી ગયા હોત ! આપણે કકળાટ માંડવાની કંઈ જરૂર મોડું ઉઠાયું તેજ પ્રારબ્ધ છે. હવે પુરુષાર્થ શો કરવાનો છે આપણે ? નક્કી કર્યું કે વહેલું ઊઠવું જ જોઇએ, એ પુરુષાર્થ છે ત્યાં આગળ ! અને ચા કદાચ મોળી આવે તો મનમાં નક્કી કરવાનું કે મારા પ્રારબ્ધના આધારે ચા મોળી આવી. માટે કોઇનો દોષ નથી. માટે વિનંતિ કરીને ખાંડ માગી લેવી, નહીં તો માગવી જ નથી એમ નક્કી કરો. આ બેમાંથી એક કરો. આપણે ભાવ કર્યો એ પુરુષાર્થ કહેવાય. પણ એ ‘રીલેટિવ’ પુરુષાર્થ કહેવાય. જયારે ‘રીયલ’ પુરુષાર્થ કોને કહેવાય ? પારિણામિક ભાવ જેને ઉત્પન્ન થયો તેને ‘રીયલ’ પુરુષાર્થ કહેવાય. આ લોકો આખો દહાડો સામાયિક, પ્રતિક્રમણ, જપ-તપ, ધ્યાન, ક્રિયા કર્યા કરે છે ખરા, પણ બધું ઊંઘમાં કરે છે. એને પુરુષાર્થ ના કહેવાય. પુરુષાર્થ જાગતો કરે કે ઊંઘતો કરે ?
પ્રશ્નકર્તા : જાગતો.
દાદાશ્રી : જગત તો પ્રારબ્ધને જ પુરુષાર્થ કહે છે. એક થોડા ઘણા જૂજ માણસો જ જાગૃત હશે. તે એવા માણસો કંઇક સમજતા જાણતા હશે કે આમ હોવું ઘટે. બાકી પ્રારબ્ધ પુરુષાર્થનો ભેદેય સમજતા નથી.
પ્રશ્નકર્તા : આ બધી ભૂલ જ કહેવાય ને ?
દાદાશ્રી : ખરી રીતે એ ભૂલ નથી થયેલી, શાથી ? એ તમને સમજાવું. પ્રારબ્ધ અને પુરુષાર્થના જે ભેદ પહેલાંના લોકોએ પાડેલા છે તે ખરા કયાં સુધી છે કે જયાં સુધી મન, વચન, કાયાની એકતા હોય. એટલે કે મનમાં જેવું હોય તેવું જ વાણીમાં બોલે ને તેવું જ વર્તનમાં કરે. પણ આ કાળમાં મન, વચન, કાયાની એકતા તૂટી ગઇ છે. માટે આજે પ્રારબ્ધ ને પુરુષાર્થના ભેદ ખોટા પડે છે. આ કંઇ તદ્દન ખોટું નથી,
પણ સાપેક્ષ છે.
૩૯
પ્રશ્નકર્તા ઃ પ્રારબ્ધની વાત તો સમજાઇ પણ પુરુષાર્થની વાત
બરોબર ના સમજાઇ.
દાદાશ્રી : સંયોગ બાઝ્યો એ પ્રારબ્ધ અને સંયોગ અવળો આવે
આપ્તવાણી-૪
તે ઘડીએ સમતા રાખવી એનું નામ પુરુષાર્થ. સંયોગ જે જે બાઝે છે બધું પ્રારબ્ધ છે. તમે ‘ફર્સ્ટ કલાસ’ પાસ થયા તેય પ્રારબ્ધ અને કોઇ ‘ફર્સ્ટ ક્લાસ’ નાપાસ થયો તેય પ્રારબ્ધ. આ શબ્દો પરથી નોંધ કરજો
४०
કે જેટલા સંયોગ બાઝે છે તે બધું જ પ્રારબ્ધ છે. સવારમાં ઉઠાયું તે સંયોગ કહેવાય. સાડાસાતે ઉઠાયું તો સાડાસાતનો સંયોગ કહેવાય. એ પ્રારબ્ધ કહેવાય.
પ્રશ્નકર્તા : એક માણસ મારા માટે ખરાબ બોલે, મારી સામે જ બોલે, અને હું એના માટે સમભાવ રાખી પુરુષાર્થ કરું, તો એ ખરેખર પ્રારબ્ધ કહેવાય કે નહીં ?
દાદાશ્રી : ના, આપણને સંયોગ બાઝે છે તે ખોટો હોય, આપણને ગાળો ભાંડે ત્યાં લોકો પુરુષાર્થ નથી કરતા અને સામી ગાળો ભાંડે મોઢું ચઢાવે એવું કરે છે. કોઇ તમને ગાળ ભાંડે તે વખતે તમને મનમાં એમ થાય કે આ મારા જ કર્મનું ફળ છે, સામો તો નિમિત્ત છે, નિર્દોષ છે. એ ભગવાનની આજ્ઞારૂપી પુરુષાર્થ છે. તે ઘડીએ તમે સમતા રાખો તે પુરુષાર્થ છે.
પ્રશ્નકર્તા : જેને સમ્યક દર્શન નથી થયું, તેવા જગતનાં લોક માટે તો આ જ પુરુષાર્થ છે ?
દાદાશ્રી : હા. જગતના લોકો માટે એ પુરુષાર્થ છે. તે કયો પુરુષાર્થ છે ? રીલેટિવ પુરુષાર્થ છે. કારણ કે એમને સંસારમાં રીલેટિવ જ્ઞાન હોય છે. કંઈ સાંભળવામાં આવે છે. કંઈ પુસ્તકમાં વાંચવામાં આવે છે. તે રીલેટિવ જ્ઞાન હોય છે. એ રીલેટિવ જ્ઞાનનો પ્રતાપ વર્તે તેને રીલેટિવ પુરુષાર્થ કહેવાય. અહીં રીયલ જ્ઞાનનો પ્રતાપ વર્તે તો રીયલ પુરુષાર્થ કહેવાય જગતમાં કંઇક લોકો પુરુષાર્થ કરે છે. સાવ કંઇ નાપાક નથી થઇ ગયું લગભગ હજારે બે-ત્રણ માણસોય નીકળે એવા છે ખરા! પણ એ પોતે પૂરેપૂરું સમજી શકતા નથી કે આને પ્રારબ્ધ કહેવો કે પુરુષાર્થ કહેવો ! એમનાથી પુરુષાર્થ સ્વાભાવિક રીતે થઇ જાય છે. પણ એ પોતે જાણતો નથી કે આમાં પેલી કયા ગ્રેડ ની વસ્તુ છે ને ‘આ’ કયા ‘ગ્રેડ’ની વસ્તુ છે ? પ્રારબ્ધ ને પુરુષાર્થમાં તો લોકો બસ એટલું જ જાણે છે કે મારે બસ, અગિયાર વાગે જવાનું છે, કેમ મોડું થયું ? કઢી કેમ આમ ઢોળી