________________
આપ્તવાણી-૪
નાના મોટા હોય ખરા. પણ આમને ઘસવામાં જુદું કોણ પાડે છે ? તો કે’ ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ’. આજે પથરા અહીં આવીને બેઠા હોય તો આવતી સાલ તો પેલી બાજુ હોય. એમને તો ચાલવુંય પડતું નથી કે કશુંય કરવું પડતું નથી. ને શાલિગ્રામ થાય છે. તે આ જીવોની પથરા જેવી જ દશા છે ! અને આ પથરા જ છે; આમાંથી આત્મા કાઢી નાખે તો પથરા જ !
૩૫
પ્રશ્નકર્તા : સંયોગોમાં પુરુષાર્થ ખરો ?
દાદાશ્રી : જે પુરુષ થયો હોય તે જ પુરુષાર્થ કરી શકે. કૃષ્ણ ભગવાને કહ્યું કે ‘ઓધવજી, અબળા તે શું સાધન કરે ?’ જૈનોના મોટામાં મોટા આચાર્ય આનંદઘનજી મહારાજ શું કહે છે ? એ કહે છે, ‘હે અજિતનાથ ! આપ પુરુષ થયા છો. કારણકે આપે ક્રોધ, માન, માયા, લોભને જીતી લીધાં છે, તેથી અજિત કહેવાઓ છો ને હું તો અબળા છું. કારણ કે ક્રોધ, માન, માયા, લોભે મને જીતી લીધો છે !' હવે આવડા મોટા આચાર્ય પોતાની જાતને અબળા કહે છે, તો પછી બીજાઓને તો કશું કહેવાનું રહે જ નહીં ને ?
આ બધી જ ક્રિયાઓ ‘મિકેનિકલ’ ચાલ્યા જ કરે છે, એ તો ઘઉં પાક્યા કરશે, ઘઉં બજારમાં આવશે, એ દળાશે, અને ઘઉંનો પાઉં થશે. એ બધું ‘મિકેનિકલ’ થયા કરશે. ‘મિકેનિકલ’ ‘એવિડન્સ’માં તો આ બધી ઘટમાળ છે જ!
તો સાચો પુરુષાર્થ કયો ?
ખરી રીતે યથાર્થ પુરુષાર્થ જોઇશે. પ્રકૃતિનો નહીં, પુરુષનો પુરુષાર્થ જોઇશે. જગતમાં પ્રકૃતિનો પુરુષાર્થ ચાલે છે. આ સામાયિક કર્યું, પ્રતિક્રમણ કર્યું, ધ્યાન કર્યું, કીર્તન કર્યું, એ તો પ્રકૃતિનો પુરુષાર્થ ! જયારે યથાર્થ પુરુષાર્થ તો પુરુષ થઇને કરે, તો જ યથાર્થને પહોંચે.
આ ‘દાદા’ એ ‘જ્ઞાન’ અને ‘અજ્ઞાન’ બન્નેય જુદે જુદું જોયું છે, તે જ તમને દેખાડે છે, ત્યારે પુરુષ પુરુષ ધર્મમાં આવી જાય પછી પ્રજ્ઞા ચેતવે. ત્યાં સુધી પ્રાકૃત ધર્મમાં જ રહે છે.
૩૬
આપ્તવાણી-૪
પ્રશ્નકર્તા : સાચો ભાવ હોય એને પુરુષાર્થ કહેવાય ?
દાદાશ્રી : ભાવાભાવ એ કર્મ છે, સ્વભાવભાવ એ પુરુષાર્થ છે. સ્વભાવભાવ એટલે કોઇ ચીજનો ‘પોતે’ કર્યા નહીં, સ્વભાવ-ભાવ ! એમાં બીજે કોઇ ભાવ નહીં. એમાં તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ જ રહે !
સ્વરૂપજ્ઞાન પછી બધા સ્વભાવભાવમાં આવે છે. પોતે પુરુષ થયા પછી ચેતન પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. સ્વાભાવિક પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. અને જયારે પોતે પરમાત્મ પુરુષાર્થમાં આવે છે ત્યારે પોતે જ પરમાત્મ સ્વરૂપ થઇ ગયો.
બધા સંયોગો ભેગા થાય ત્યારે જ રીલેટિવ કાર્ય થાય. તે
‘વ્યવસ્થિત’ છે. ‘જ્ઞાની’ શું કહે છે કે આ ભ્રાંતિના પુરુષાર્થમાં હતા, હવે સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી ‘રીયલ’ પુરુષાર્થમાં મંડી પડો કે જયાં સંયોગોની જરૂર નથી. ‘રીયલ’ પુરુષાર્થમાં તો કોઇ વસ્તુની જરૂર ના રહે ને ‘રીલેટિવ’ પુરુષાર્થમાં મન, વચન, કાયા બધા જ સંયોગો જોઇશે. સ્વપુરુષાર્થ કયો ? પુદ્ગલ પરિણતિમાં ક્યાંય પણ રાગદ્વેષ ના થાય તે, પછી મારી નાખે તોય રાગદ્વેષ ના થાય.
પ્રારબ્ધ કર્મ શું ? સંચિત કર્મ શું ?
પ્રશ્નકર્તા : ‘નસીબ’ અને ‘વ્યવસ્થિત’માં શો ફેર ?
દાદાશ્રી : નસીબ, લક-અનલક, પ્રારબ્ધ-પુરુષાર્થ, તકદીરતદબીર' એ ભ્રાંત ભાષાની વાતો છે, ‘લોઅર’ ભાષાના શબ્દો છે. એ બાળમંદિરની ભાષા છે, એ જ્ઞાનમંદિરની ભાષા નથી. જ્ઞાનમંદિરની ભાષામાં ‘વ્યવસ્થિત’ છે. લોક કહે છે ને ‘પ્રારબ્ધમાં હશે તો થશે ?” તો કોઇ વાંધો ઉઠાવે કે, ‘પુરુષાર્થ કર્યા વગર શી રીતે થશે ?” એટલે જ્ઞાન એવું હોવું જોઇએ કે કોઇ વાંધો ના ઉઠાવે. આ તો ઠોકાઠોક છે, લોક નથી પ્રારબ્ધને સમજતા કે નથી પુરુષાર્થને સમજતા !
માંદો પડયો એ પ્રારબ્ધ કર્મ નથી. ભગવાન પ્રારબ્ધકર્મ કોને કહે
છે કે આ આચર-કૂચર ખાતો હતો, તે તેના પ્રારબ્ધકર્મથી ખાતો હતો,