________________
આપ્તવાણી-૪
૩૪
આપ્તવાણી-૪
ના થાય. આ તો ‘જ્ઞાની પુરુષઅલખનું લક્ષ બેસાડે, પુરુષ થાય, પછી પુરુષાર્થ માંડી શકે.
લોકો કેડો બાંધીને પુરુષાર્થ કરવા જાય છે કે મુંબઇમાં આમ કરવું છે ને તેમ કરવું છે ! મુંબઇ તો એની એ જ રહી છે, કેટલાય શેઠિયા ટેડ થઇ ને મરી ગયા ! મુંબઇની આબાદી છે ત્યાં સુધી કોઇ કશું કરનાર નથી. કારણ કે આબાદીને અટકાવવાની સત્તા નથી ને બરબાદીનેય અટકાવવાની સત્તા નથી ! ને તેમાં લોકો પુરુષાર્થ કરવા નીકળ્યા છે !! તું તો આ બધાં વાસણોમાં ફક્ત એક ચમચો છે.
પુરુષાર્થ એ બ્રાંત ભાષાનો શબ્દ છે, આ સાચી ભાષાનો શબ્દ નથી. જેમ તમે કહો કે, ‘હું આમનો વેવાઇ થાઉં.’ તે સાચો શબ્દ નથી. એમ એ ભાષા જુદી છે.
જીવોનું ઊર્ધ્વગમત, કઇ રીતે ? પ્રશ્નકર્તા જીવ ક્યા પુરુષાર્થથી ઊંચે આવ્યો છે ?
દાદાશ્રી : એ તમને સમજાવું. આ આપણે ત્યાં નર્મદા નદી છે, તે પથ્થરની ભેખડોમાંય વહે છે. ને માટીની ભેખડમાંય વહે છે. જયાં પથ્થરની ભેખડ હોય ત્યાં પાણી બહુ જોશબંધ વહે ને પથ્થરોની ધાર હતું તોડે. પછી નદીમાં કોઇ આવડો પથરો પડે, કોઇ આવડો પથરો પડે. તે વખતનો પથરાનો ખૂણો જો વાગેને તો લોહી નીકળે એવો હોય. કારણ કે તાજા તૂટીને પડેલા પથરાઓ ધારવાળા હોય. તે આ જીવોનો પુરુષાર્થ શું તે તમને સમજાવું. આ નદીનો સ્વભાવ કેવો કે એ પથરાઓને વહેણમાં આમ ખેંચીને તેમ ખેંચી જાય. એમ ચાલ્યા જ કરે. તે પથરા પછી મર્દીના મહીં ટકરાયા કરે, ટકરાયા કરે. એટલે દસ-પંદર માઇલ જાય ત્યારે સુંવાળા લાગે, લીસા લાગે, ઘસીને તૈયાર કર્યા હોય તેવા મારબલ જેવા લાગે. પણ તોય તે ખૂણા-ખાંચાવાળા હોય. પછી અહીં ભાડભૂજ આગળ થતા થતા એવા ગોળ થઇ જાય કે એને ત્યાં આગળ જાત્રામાં શું કહે છે? 'ભઇ, ઘેર દર્શન કરવા હારું શાલિગ્રામ લેતા આવજો.’ તે ગોળ થઇ ગયેલા પથ્થર હોય તેને લોક દર્શન કરે. તેવી
જ રીતે આ જીવમાત્ર ઘસડાયા જ કરે છે. કુદરત ઘસડે છે ને અથડાય છે, આથડાઆથડ કરતા ગોળ થાય છે !
પ્રશ્નકર્તા : તો પછી કશું જ કરવાનું નહીં ?
દાદાશ્રી : કશું જ કરવાનું નહીં. ભમરડો શું કરે છે તે ? ઝાડે ફરવાની સત્તા નથી ત્યાં તે શું કરે ? જે પથરા અથડાતા અથડાતા ગોળ થાય છે ત્યારે લોકો એને શાલિગ્રામ કહીને મંદિરમાં મુકે છે ! જેટલા શાલિગ્રામ થઇ ગયા તેટલા પૂજામાં બેઠા અને બીજા દરિયામાં પડયા ! તે એવું અહીં આગળ હિન્દુસ્તાનમાં જન્મ્યા પછી પથરો ગોળ થયેલો હોય છે અને જો ‘જ્ઞાની પુરુષ' મળી ગયા અને સમકિત થઇ ગયું તો એ પૂજાયા અને બીજા બધા ગયા દરિયામાં ! સમકિત થયા વગર કોઇ પુરુષાર્થ નથી. સમકિત થતા સુધીની બધી જ સકામ નિર્જરા છે. આ લોક માને છે એ પુરુષાર્થ તો ભ્રાંતિનો છે. ભ્રાંતિનો પુરુષાર્થ એટલે ફરી અવતાર લેવો પડે એવો.
આ તમને જે માર્ગ બતાવ્યો કે ક્યાંથી પથરા પડે છે તે વ્યવહારની આદિ છે. અવ્યવહારની આદિ જ નથી, એ તો અનાદિ છે. પણ વ્યવહારની આદિ અહીંથી થાય છે. પથરા પડ્યા નદીમાં ત્યાંથી. અવ્યવહાર રાશિ એટલે જ્યાં હજી જીવનું નામ પણ પડયું નથી તે. અને જયાંથી નામ પડયું કે આ ગુલાબ, આ મોગરો, આ કીડી, મંકોડો... તે બધા જીવો વ્યવહાર રાશિમાં આવ્યા. કુદરતી રીતે ધક્કા ખાઈ ખાઈને આગળ આવે છે. છેક ડું આવતા સુધી કુદરતી સંચાલન છે.
પ્રશ્નકર્તા : આમાં કોઇ કારણ ખરું, કે કોઇ પથરી દરિયામાં પડ્યો ને કોઇ પથરો શાલિગ્રામ થયો ?
દાદાશ્રી : કારણ કશુંય નહીં, જેને જે સંજોગ બાઝયો તે ! આ ‘દાદા'નો સંજોગ બાઝયો તે જુઓને તમે પરમાનંદમાં રહો છો ને ? આ સંજોગ બાજ્યો એટલું જ. પછી તમારે બીજું કશું કરવું પડયું છે ? કંઇ ચરખો ચલાવવો પડયો ? નહીં તો આ વ્યવહારનો અંત ક્યારે આવે ?
આ પથરા આમ નદીમાં જાય ત્યારે સરખે સરખા હોય, આમ