________________
આપ્તવાણી-૪
૩૨.
આપ્તવાણી-૪
જવાની સત્તા નથી ને તું છે ભમરડો ! આ તો શ્વાસ નાકેથી લેવાય છે. શ્વાસ લેવાની પોતાની શક્તિ નથી ને એક ઉચ્છવાસ કાઢવાનીય આ ભમરડામાં શક્તિ નથી. આ તો કહેશે કે, ‘શ્વાસ લઉં છું.’ તે રાત્રે તું ઊંધે છે ત્યારે શ્વાસ કોણ લે છે ?
તને જ્ઞાન છે ને કે આ નાક બંધ કર્યું તો શું થાય ? આ ‘મશીનરી’ એવી ગોઠવાયેલી છે કે એ શ્વાસ મહીંથી લે છે. અને પછી એ જ ‘મશીનરી’ શ્વાસ ફેંકે છે. ત્યારે આ લોક કહે છે કે, ‘હું લાંબો શ્વાસ લઉં છું ને હું ટૂંકો શ્વાસ લઉં છું!” આ તો તને ‘તું કોણ છે” એનું જ ભાન નથી, આ તો દોરી વીંટાય છે ને ભમરડો ફરે છે, એમાં ‘હું ફર્યો’ કહેશે. ‘વર્લ્ડ'માં ઝાડે જવાની સત્તાયે કોઇને નથી, અમને પણ નથી. આ ‘પુરુષાર્થ, પુરુષાર્થ’ કરો છો, તે જીવતાનો કે મરેલાનો ? પુરુષ થયા વગર પુરુષાર્થ શી રીતે થાય ? તમે જેને આત્મા માનો છો એ તો નિશ્ચેતનચેતન છે. આ પુરુષાર્થ કોણ કરે છે ?
પ્રશ્નકર્તા : એ તો હું જ કરું ને !
દાદાશ્રી : પણ ‘હું કોણ ?” આ તો ‘હું’ એ જ ભમરડો છે ને ! અને ભમરડો તે શું પુરુષાર્થ કરવાનો છે ? અને જો પોતે પુરુષાર્થ કરી શક્યા હોત તો કોઇ મરે જ નહીં પણ આ તો ભમરડો ગમે ત્યારે ટપ થઇ જાય. આ ભમરડો ‘ડૉક્ટરને કહે, ‘સાહેબ, મને બચાવો. અલ્યા, ડૉક્ટરનો બાપ મરી ગયો, મા મરી ગઇ, એમને એ ના બચાવી શક્યો તો તમને શું બચાવવાનો હતો એ ? ડોક્ટરના બાપાને ગળે ગળફો બાક્યો હોય તો આપણે કહીએ કે, ‘તમે આટલાં આટલાં ઓપરેશનો કરીને પેટમાંથી ગાંઠો કાઢી લો છો, તે આ જરાક ગળફો જ કાઢી લો ને ?” ત્યારે એ કહે કે, “ના, એમ કરવાથી તો એ ખલાસ થઇ જાય.’ તે આ બેજવાબદારપણે કહે છે કે, “મેં બચાવ્યો.” અલ્યા, નનામી ના નીકળવાની હોય તો એમ બોલ. તું પહેલાં તારી નનામી બંધ કર ! આ તો ક્યાંય ટેડ થઇ જશો ! માટે વાતને સમજો.
પાયતમાં પુરુષાર્થ કેટલો ? આ અત્યારે નાસ્તો અહીં આવ્યો છે તે ખાવામાં શો પુરુષાર્થ કરવો
પડે? જો આ ખાવાની ક્રિયામાં પુરુષાર્થ કરવો પડતો હોય તો તે અને જગતનો પુરુષાર્થ બંને સરખાં જ છે. ખાવા માટે પુરુષાર્થ કરવો પડે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તેવું છે. આ ખાવા માટે નૈમિત્તિક પુરુષાર્થ કરવો પડે; હાથ, મોટું હલાવવું પડે. “આપણે” ડખો ના કરીએ તો દાંત સરસ રીતે ચાવે, જીભ પણ સારી રીતે રહે. આ તો એકલો પોતે ડખો કરે છે કે, ‘ખાવાનો પુરુષાર્થ હું કરું છું.’ જીભ જો ખાવાનો પુરુષાર્થ કરવા જાય ને તો બત્રીસ દાંતો વચ્ચે કેટલીયવાર ચવાઇ જાય ! પણ જીભ ડખો કરતી નથી, અને એમ નથી કહેતી કે ‘હું પુરુષાર્થ કરું છું.’ જમતી વખતે જો મિલમાં પુરુષાર્થ (!) કરવા ના જાય તો ખાવાની ક્રિયામાં બહુ સરસ રીતે સ્વાભાવિક થાય એમ છે. આ તો માત્ર ‘જોવાનું ને ‘જાણવાનું’ છે. બધું સ્વાભાવિક રીતે ચાલ્યા કરે એવું છે ! રાત્રે તમે હાંડવો ખાધા પછી સુઇ જાવ છો ? તે ત્યાર પછી એને પચાવવા માટે શો પુરુષાર્થ કરો છો ?
પ્રશ્નકર્તા : ખોરાકના પાચન માટે આવું-પાછું, હરવું-ફરવું પડે છે.
દાદાશ્રી : તે ક્રિયા પાચન માટે નિમિત્ત છે, અને સુઇ જાવ ત્યારે શ્વાસોચ્છવાસ સારા ચાલે છે, તેથી તો માણસ ‘ફ્રેશ’ થઇ જાય છે. તમે ઊંઘમાં હો છતાં પણ અંદર પાચન માટે જોઇતા પ્રમાણમાં પાચક રસો, ‘બાઇલ’ વગેરે પડ્યા જ કરે છે. એને ચલાવવા કોણ જાય છે ? જેમ અંદરનું એની મેળે ચાલે છે. તેમ બહારનું બધું પણ એની મેળે જ ચાલે છે. માત્ર નૈમિત્તિક ક્રિયા, પ્રયત્ન વગેરે કરવું પડે. બાકી બધું ‘વ્યવસ્થિત’ રીતે જ ગોઠવાયેલું હોય છે. જન્મ્યો ત્યારથી જ ભોગવટો, માન અપમાન, જશ-અપજશ બધું લઇને જ આવેલો છે, પણ આ અહંકાર નડે છે. જે કંઇ ક્રિયા થાય તેમાં પોતાને કર્તા માને છે. આમાં કરવા જેવું શું છે ? માત્ર આત્મા જાણવાનો છે. મહીં હાંડવો નાખીએ છીએ ને મહીં કુદરતી બધી ક્રિયાઓ થાય છે. તેવી જ રીતે બહાર બધું કુદરતી રીતે જ ચાલે છે. કેટલો ખોરાક, કેટલાં પગલાં, શી રીતે ચાલવું. કેટલું ચાલવાનું, બધું એની મેળે જ થયા કરે છે. આ તો માત્ર અહંકાર કરે છે, ડહાપણ કરે છે, અને માને છે કે પોતે પુરુષાર્થ કરે છે. પણ પુરુષ થયા વગર પુરુષાર્થ