________________
આપ્તવાણી-૪
દાદાશ્રી : એ સ્વરૂપ-જાગૃતિના સંયોગો ભેગા થયા કહેવાય. પહેલાં સ્વરૂપ જ્ઞાન મેળવવાની ઇચ્છા થવી એ એક સંયોગ ભેગો થયો, પછી ‘જ્ઞાનીપુરુષ’ ભેગા થાય. સ્વરૂપજ્ઞાન મેળવવાનો સંયોગ બાઝે તો જ કામ થાય એવું છે, પણ એ બધું ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે.
܀܀܀܀܀
(૨)
ધ્યાન
ધ્યાતતું સ્વરૂપ !
પ્રશ્નકર્તા : જૈન ધર્મમાં ધ્યાન કેમ નથી ?
દાદાશ્રી : જૈન ધર્મમાં ચારેય ધ્યાન છે, તે એની મેળે જ થાય છે. ધ્યાન કરવાનું ના હોય.
પ્રશ્નકર્તા : ધ્યાન કોને કહેવાય ?
દાદાશ્રી : સાંસારિક ક્રિયાઓ કરતાં જ ધ્યાન થાય. અને તમારે તો ધ્યાન એક જગ્યાએ બેસીને કરવું પડે છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ તો એકાગ્રતા કહેવાય. ધ્યાન તો દરેકને થયા જ કરે. ધ્યાન કોને કહેવાય ? હમણાં કોઇ તમને ગાળ આપે કે તમારામાં અક્કલ નથી.' એટલું જ બોલે તો તમને રૌદ્રધ્યાન થાય. તે એની મેળે જ થાય કોઇ ગોદો મારે તો ધ્યાન ઉત્પન્ન થઇ જાય.
પ્રશ્નકર્તા : આ ધ્યાન કેવી રીતે થાય ? એનું ‘સ્ટેજ’ કેવું ?