________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
નિદ્રા ઊડી ને બીજે બધે ભાવનિદ્રા ! તેથી ધર્મનો એક છાંટોય પામ્યો નથી. ધર્મ તો, રાત્રેય એક ક્ષણ પણ ભાવનિદ્રા થવા ના દે. સર્વ પ્રકારના ભાવ ઉત્પન્ન થાય એવો આ લોક છે, એમા ભાવનિદ્રા ના આવવી જોઇએ. દેહનિદ્રા આવશે તો ચાલશે.
પ્રશ્નકર્તા : ભાવનિદ્રા જ આવે છે, દાદા !
દાદાશ્રી : એમ કેમ ચાલે ? આ ટ્રેન આવે ત્યારે કંઇ નિદ્રા નથી આવતી. આ ટ્રેન તો એક અવતારનું મરણ લાવે, પણ ભાવનિદ્રા તો અનંત અવતારનું મરણ લાવશે. ચિત્રવિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે. એમાં તારે તારું સમજી લેવાનું છે. જો તને ભાવનિદ્રા હશે તો જગત તને ચોંટશે. જયાં ભાવનિદ્રા આવે ત્યાં જ પ્રતિક્રમણ કરવું.
સાચી સમાધિ, જાગૃતિ સહિત !
હેર’ જાગૃત હોય. તેને ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, પણ ખરી સમાધિ ના જાય. આધિ-વ્યાધિ-ઉપાધિમાંય નિરંતર રહે તે ખરી સમાધિ. એને સહજ સમાધિ કહેવાય, નિર્વિકલ્પ સમાધિ કહેવાય.
'' કોણ ? જાણ્ય, જાગૃતિ ખૂલે ! પ્રશ્નકર્તા : સામાન્યપણે જાગૃતિ કોને કહેવાય ?
દાદાશ્રી : દિવસ તો આખો જાય છે. તેમાં ખાવાનું, પીવાનું, ચાપાણી વગેરેનો હિસાબ મળી રહે છે. તે આખો દિવસ, જાગૃતિ નહીં હોવાથી કશામાં ને કશામાં, કોઇ પણ વિષયમાં ગૂંચવાયેલો રહે છે. તમે જે જાગૃતિ સમજો છો તે જગત સંબંધી કોઇ એક વિષયમાં પડ્યો હોય તેને કહો છો. તે તો ‘સજેક્ટ’ જાગૃતિ કહેવાય. જગતના લોકોને તો વિષય અને લક્ષ્મીમાં જ જાગૃતિ હોય; જયારે યથાર્થ જાગૃતિ તો દરેક જગ્યાએ હોય, સર્વગ્રાહી હોય.
આખા જગતની તમામ પ્રકારની ક્રિયાઓ એકાગ્રતા કરવા માટે છે અને જે ક્રિયાથી વ્યગ્રતા થાય તો તે આપણે અવળો ઉપચાર કર્યો કહેવાય. જપ-તપ વગેરે એકાગ્રતા માટે છે. જેને એકાગ્રતા ના રહેતી હોય તેણે જપયોગ કરવો જોઇએ, બીજું કરવું જોઇએ, ત્રીજું કરવું જોઇએ. જેમ જેમ એકાગ્રતા વધતી જાય તેમ તેમ ભાવનિદ્રા પાતળી થતી જાય. કોઇ ને ભાવનિદ્રા પાતળી હોય, કોઇને ગાઢ હોય. પાણી રેડીએ, આમ હલાવીએ તોય ના જાગે, તેવી ગાઢ ભાવનિદ્રામાં લોકો પડયા છે. અમે જયારે સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ ત્યારે જરાક આંખ ખૂલે છે. ત્યારે એને દેખાય છે કે હું તો આ બધાથી જુદો છું. પછી જેમ જેમ અમારી જોડે બેસે છે તેમ તેમ આંખ ખૂલતી જાય છે. પછી સંપૂર્ણ જાગૃતિ થાય. માટે આત્માને જાણવો પડશે. આત્મા જાણ્યા વગર તો ત્યાં આગળ કોઇ પેસવા નહીં દે.
અકર્તાપદ, ત્યાં સંપૂર્ણ જાગૃતિ !
આ ધર્મમાં મોટાં મોટાં વાક્યો લખે તેય ભાવનિદ્રા. કોઇને દેહની સમાધિ વર્તે, તે તો મનના થરમાં પડી રહે, બાકી સમાધિ તો તેનું નામ કે દરેક પ્રકારની જાગૃતિ રહે; મન, વચન, કાયાથી વાળવાળની જાગૃતિ રહે.
પ્રશ્નકર્તા : મનની સમાધિમાં આનંદ ક્યાંથી આવ્યો ?
દાદાશ્રી : એ તો માનસિક સમાધિ છે. બાકી ખરી સમાધિ તો સંપૂર્ણ જાગૃતિ સહિત હોય. સંપૂર્ણ જાગૃતનો આચાર ‘વર્લ્ડ'માં ઊંચામાં ઊંચો હોય. જેમ જાગૃતિ વધતી જાય તેમ જગત વિસ્તૃત રહે, તેમ છતાંય એ જગતમાં તો સારામાં સારું કામ કરી બતાવે, જેટલી જાગૃતિ એટલું તમને સુખ વર્તશે. જેટલી જાગૃતિ એટલી તમને મુક્તિ વર્તશે. જેટલી જાગૃતિ એટલો તમને મોક્ષ વર્તાશે. જાગૃતિ એ જ મોક્ષ. આ સ્થળ જાગૃત થવા માટે જ છે. અહીં અમે જગાડીએ જ છીએ. જેમ પ્રેમભગ્ન માણસ મનના કોઇ ખૂણામાં ઊતરી જાય તેમ આ સમાધિવાળા મનના કોઈ ખૂણામાં ઊંડા ઊતરી જાય ને તેમાં જ આનંદ માણે. ખરી સમાધિ કોને કહેવાય ? કે બહાર સંપૂર્ણ જાગૃત ને અંદરેય સંપૂર્ણ જાગૃત હોય. ‘એવરી
પ્રશ્નકર્તા: આત્માને જાણ્યો કયારે કહેવાય ? કર્તાપદ છૂટી જાય ત્યારે ?