________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
મેડિટેશન’ બહુ ઉપયોગી છે, તો તે શું છે ?
દાદાશ્રી : ‘મેડિટેશન’ માત્ર માદકતા છે, એનાથી ઠંડક રહે. જેને લહાય બળતી હોય તેને ‘મેડિટેશન’ કરવાથી શાંતિ લાગે. તમે જ્ઞાન લીધું ત્યારથી તમને શુદ્ધાત્માનું લક્ષ રહે છે કે નહિ ?
પ્રશ્નકર્તા : દાદા, એ તો નિરંતર રહે છે.
દાદાશ્રી : એ જ ધ્યાન. બીજા વળી શા ધ્યાન કરવાનાં હોય ? આ નાક દબાવીને કરાવે તે ધ્યાન ના કહેવાય.
પ્રશ્નકર્તા : અમે ઘેર તમારું નિદિધ્યાસન કરીએ છીએ તે પ્રત્યક્ષ કે પરોક્ષ ?
દાદાશ્રી : એ પ્રત્યક્ષ. જયાં સુધી અમે હાજર છીએ ત્યાં સુધી આ અમારો ફોટોય પ્રત્યક્ષ છે. ‘હું શુદ્ધાત્મા છું'નું ધ્યાન વખતે કોઇને ના રહેતું હોય ને ‘દાદા' જ ધ્યાનમાં રહેતા હોય તો તે બેઉ એક જ છે. કારણ કે “જ્ઞાની પુરુષ' એ જ તમારો આત્મા છે.
પ્રશ્નકર્તા : મેડિટેશન શૂન્યતામાં લઇ જાય છે ? દાદાશ્રી : ના. એ સ્પંદન વધારે છે. ‘ઇગોઇઝમ' વધારે છે. પ્રશ્નકર્તા : આ જે ચક્રો છે, એ ચક્રો જેવું કશું નથી ?
દાદાશ્રી : છે. એ ચક્રો બધાં ઇલેક્ટ્રીકલ ઇન્સ્ટોલેશન છે. અને ત્યાં આગળ ચક્રો ઉપર ધ્યાન કરવાથી એકાગ્રતા થાય, મન સારું થાય, સ્થિરતા આવે પણ અહંકાર વધી જાય. સાચું જ્ઞાન જ એકલું એવું છે કે જે “કાઉન્ટર વેઇટ’ માંગતું નથી. બાકી આ બીજા બધા ‘કાઉન્ટર વેઇટ’ માંગે એવી વસ્તુઓ છે. જે વસ્તુ લો તેની સામે બદલામાં બીજી વસ્તુ આપવી પડે. એટલે એકાગ્રતા વગેરે કરો તો અહંકાર વધી જાય ને આમ ખોટ ખાય ! એક યથાર્થ જ્ઞાનનો રસ્તો એકલો જ સેફસાઇડવાળો છે કે જેનાથી બીજું ઊભું થાય નહીં.
આ ‘મેડિટેશન'થી પોતાને શો ફાયદો થયો એ આપણે વિચારવું
જોઇએ. આપણો કલેશ ઘટ્યો ? જો આપણો કલેશ ઘટયો તો ‘રીલેટિવ’ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય ને કલેશનો નાશ થયો તો ‘રીયલ’ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય. કલેશ કરાવનારું કોણ છે ? અજ્ઞાન, જેટલા “રીલેટિવ ધર્મો છે, તે અજ્ઞાનમાં રાખનારા છે.
બે પ્રકારના ધ્યાન એની મેળે જ થાય છે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન. જયારે ધર્મધ્યાન, અને શુકલધ્યાન, એને પુરુષાર્થ કહેવાય. આત્મધ્યાન એટલે જ શુકલધ્યાન. ‘હું શુદ્ધાત્મા છું’ તે ધ્યાન રહ્યું તે જ શુકલધ્યાન.
જાગૃતિ, જાગૃતતી ભજતાથી જ ! પ્રશ્નકર્તા આપ બોલાવો છો તે મંત્રો, આરતી એ બધું શું છે? એ બધાની શી જરૂર છે ?
દાદાશ્રી : એવું છે, કે આ જે બોલાવું છું ને, તે પૂર્ણ જાગૃત લોકોનાં નામ લઇને બોલાવું છું. જે જાગૃત છે તેની ભજના શિખવાડીએ છીએ. જે જાગૃત છે તેને યાદ કરો તો તમારી જાગૃતિ વધે. એમાં જેટલા જાગૃત થઇ ગયા ને જેટલા જાગૃત છે અત્યારે તેમને નમસ્કાર બોલાવ્યા છે અને તેમાંય હાલ જે જાગૃત છે તેમની વધારે પડતી વાત છે ને થઇ ગયા તેમની સાધારણ વાત છે. આ નમસ્કાર તો બધા જાગૃતોને રાજી કરે છે, વિનય કરે છે, પ્રેમભાવ કરે છે. આ તો ‘સાયન્ટિફિક' છે. તે જેવું અહીં બધા કરે છે એવું આપણેય કરીએ તો આપણી ઉપર ‘જ્ઞાની પુરુષ' રાજી થાય. પોતાનું દોઢ ડહાપણ ઘાલે કે પાછું બગડયું. આપણી દુનિયા તો એક છે, પણ એવી બીજી દુનિયા સાથે ‘જ્ઞાની પુરુષ'ના તાર જોઇન્ટ છે. અત્યારે જે સંપૂર્ણ જાગૃત છે તેની જોડે અમે સાંધો મેળવી આપીએ છીએ, અમારાથી થોડેક અંશે વિશેષ જાગૃત છે તેમની જોડે તમારો સાંધો મેળવી આપીએ છીએ. તે સાંધો મેળવવવાથી તેમની જોડે ઓળખાણ થઇ જાય.
ભાવતિદ્રા ટાળો !
‘જ્ઞાની પુરુષ' તેથી આખા જગતને ભાવનિદ્રામાં છે એમ કહે છે. આ ધંધો-રોજગાર કરે, એમાં પૈસા કમાવવામાં પડયા, તે એક બાજુની