________________
ભાવ જ શું પણ કોઇપણ પ્રકારનો ભાવ જયાં નથી તેનાં દર્શન કરતાં જ સમાધિ થઇ જાય !
ભાવનું ફોર્મ ભરેલું હોય ત્યાં તો જ બીજા બધા ‘એવિડન્સિસ' ભેગા થાય ને ફળ આવે. ના પરણવું હોય તેણે ના પરણવાના ભાવમાં દૃઢ રહે તો તેને તેવા ‘એવિડન્સિસ' મળી આવે ! પણ બીજ ના નાખ્યું હોય ત્યાં ગમે તેટલો વરસાદ પડે તોય તે કેવી રીતે ઊગે ? સડેલું બીજ ના ઊગે તેમ ડગુમગુ થતો ભાવ રૂપકમાં આવ્યા વિના ઊડી જાય.
સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી ભાવકર્મ જ ઊડી જાય. પછી ભૂતભાવ રહે. ભાવિ ભાવ થવાનાં બંધ થાય ને વર્તમાનમાં તો સ્વભાવ ભાવમાં જ હોય !
અજ્ઞાનદશામાં ભાવાત્મા છે ને જ્ઞાનદશામાં જ્ઞાનાત્મા. ભાવાત્મા પાસે ભાવસત્તા એકલી જ હોવા કારણે એનાથી થયેલા ભાવો નેચરમાં જાય છે, જે કુદરત પુદ્ગલમિશ્રિત બનાવીને રૂપકમાં લાવે છે. આમાં આત્માની કોઇ સક્રિયતા નથી. ‘વ્યવસ્થિત’ જ બધું ‘એડજસ્ટ' કરી આપે છે.
બ્રહ્મચર્યના ભાવ થતાં થતાં ભાવસ્વરૂપ થઇ જાય તો આવતા ભવે સુંદર બ્રહ્મચર્ય ઉદયમાં આવે ! ‘જગતનું કલ્યાણ કેમ કરીને થાય’ તેવા ભાવો થતાં થતાં તેના ભાવસ્વરૂપે તેવો ભાવાત્મા થાય. પ્રથમ ભાવાત્મા તીર્થંકર થાય. પછી દ્રવ્યાત્મા તીર્થંકર થાય. વિકલ્પ ભાવને જન્માવે છે ! મહીં જે પરમાણુઓની ડિમાન્ડ થાય છે તે પ્રમાણે ‘વ્યવસ્થિત’ ભેગું કરી આપીને ડિમાન્ડ પૂરી કરે છે. ભમરડો વીંટાય છે તે ભાવ છે ને ખૂલતો જાય તે દ્રવ્ય છે.
શુદ્ધાત્માને ભાવ જ ના હોય પણ પ્રતિષ્ઠિત ભાવ કરે છે. ભાવ દ્રઢ થાય તે રૂપકમાં આવે.
ક્રમિકમાં દ્રવ્યને તોડ તોડ કરવાનું. અક્રમમાં દ્રવ્ય, ભાવ બન્નેને બાજુએ મૂકી દેવામાં આવે છે પછી ત્યાં કેવળ શુદ્ધાત્માપદની સ્થિતિ રહે. ભાવમન ભ્રાંતિથી ઉત્પન્ન થાય છે ને દ્રવ્યમન એ ‘ફિઝિકલ’ છે.
36
ગયા અવતારનું ભાવકર્મ આ અવતારમાં દ્રવ્યકર્મ કે જે આવરણ સ્વરૂપે હોય છે, તે આઠ કર્મના ચક્ષુ લાવે છે અને તેના થ્રુ જોવાથી તેવા નવા ભાવ ઉત્પન્ન થાય છે. જે પુદ્ગલ પરમાણુઓ પકડી લે છે પછી તેવું દ્રવ્ય પરિણામમાં આવે છે. પરમાણુઓ પકડાય છે ત્યાં પ્રયોગશા થાય છે, જે પછી મિશ્રસારૂપે મહીં પડી રહે છે તે ઠેઠ કડવાં મીઠાં ફળ આપીને ચાલ્યાં જાય છે, પાછાં મૂળ શુદ્ધ વિશ્રસા અવસ્થામાં ! પણ તે ફળ વખતે પાછો પોતે તન્મયાકાર થાય તો નવો પ્રયોગશા થઇ ને સાયકલ ચાલ્યા કરે. આત્મભાવમાં આવી જાય, પછી તન્મયાકાર થવાપણું નહીં રહેવાથી ‘ચાર્જ’ થવાનો પ્રયોગ અટકે છે.
પોતાથી ખોટું થાય ને મનમાં રહ્યા કરે કે આ ખોટું થયું, ખોટું થયું તે પ્રતિભાવ. જ્ઞાનીને પ્રતિભાવ ના હોય.
૩૮. ‘સ્વ'માં જ સ્વસ્થતા !
અવસ્થામાં ભળ્યો કે થયો અસ્વસ્થ. ‘સ્વ’માં મુકામ ત્યાં સ્વસ્થ.
૩૯. જ્ઞાતનું સ્વરૂપ : કાળનું સ્વરૂપ
પ્રારબ્ધથી દરેક માણસ બંધાયેલા તો હોય. તેથી તો અવતાર થાય. જ્ઞાન પછી નવું આવતા ભવનું પ્રારબ્ધ બંધાય નહીં એવું અક્રમ વિજ્ઞાન
છે.
જ્ઞાનીપુરુષ નિરંતર વર્તમાનમાં જ વર્તતા હોય ! તેથી કાળને વશ કર્યો કહેવાય !
૪૦. વાણીનું સ્વરૂપ
જે બોલે છે તે ટેપરેકર્ડ બોલે છે, પોતે નથી બોલતો, ને અહંકાર કરે છે કે હું બોલ્યો ! આત્મામાં બોલવાનો ગુણ જ નથી. તેમ જ પુદ્ગલનોય ગુણ નથી. શબ્દ એ પુદ્ગલ પર્યાય છે. પરમાણુઓ ઘસડાઇ ઘસડાઇ ને વાજામાંથી નીકળે ત્યારે અવાજ થાય છે તેના જેવું છે આ !
જ્ઞાનીની વાણીય ટેપરેકર્ડ છે, ચેતન નથી. પરંતુ ચેતનને સ્પર્શીન નીકળે છે ! જ્ઞાનીની વાણી સ્યાદ્વાદ એટલે કોઇનું કિંચિત્માત્ર પ્રમાણ ના દુભાય તેવી હોય. સંપૂર્ણ જાગૃતિપૂર્વક એ વાણી નીકળે અને તે
સામાના હિત માટેની જ હોય. સંસારભાવ ત્યાં હોય જ નહીં.
37