________________
આપ્તવાણી-૪
માટે ખુલ્લું કરી દીધું છે. આ કાળ કયો છે જાણો છો ? જૈનો દુષમકાળ કહે છે ને વેદાંતીઓ કળિયુગ કહે છે. કળિયુગ એટલે શું ? કોઈ દહાડો કળ વળે નહીં તે ‘કાલે શું થશે ? કાલનું શું થશે ?” એમ કળ વળે નહીં. અને દુષમકાળ એટલે શું ? મહા દુ:ખે કરીને પણ સમતા ના રહે. હવે આવા કાળમાં અધિકાર જોવા જોઇએ તો કોનો નંબર લાગે ? અધિકારી હોય જ નહીં !!
૩૦૩
પ્રશ્નકર્તા : તો પછી જ્ઞાન આપ આપો છો તે કૃપાનું સ્વરૂપ ગણાય ?
દાદાશ્રી : કૃપાથી જ કામ થવાનું. મહીં જે પ્રગટ થયા છે એ દાદા ભગવાન'ની કૃપા જ સીધી ઊતરી જાય છે. એનાથી કામ લઇ લેવાનું છે. સહુ સહુના પાત્ર પ્રમાણે કૃપા ઊતરે પછી જેટલો વિનયવાળો એટલી કૃપા વધારે. મોટામાં મોટો ગુણ આ જગતમાં કોઇ હોય તો તે વિનયગુણ !
પ્રશ્નકર્તા : એવી કહેવત છે ને કે કળિયુગમાં મોક્ષ વહેલો મળે ? દાદાશ્રી : ખરી વાત છે. એનું કારણ છે. કળિયુગમાં લોક પાસ ના થાય એટલે પ્રોફેસરોએ નક્કી કરેલું ધોરણ વધારે નીચું લાવવું પડે. નહીં તો પાસ થાય એવું હોતું હશે ? કળિયુગમાં મનુષ્યત્વનું ધોરણ એકદમ ‘લો’ ગયું તેથી જ તમારી કિંમતને ? નહીં તો કોણ ત્યાં મોક્ષમાં પેસવા દે આ કાળના લોકને. પરીક્ષામાં કોઇને પાસ તો કરવા પડે ને; નહીં તો કોલેજ કાઢી નાખવી પડે. એટલે ‘લેવલ’ ઉતારી નાખ્યું છે. વર્તમાતમાં વર્તે, જ્ઞાતી !
પ્રશ્નકર્તા : યુગની વ્યાખ્યામાં આ પહેલા કળિયુગ આવેલો ?
દાદાશ્રી : દરેક કાળચક્રમાં કળિયુગ હોય જ. કળિયુગ એટલે શું કે આ દિવસ પછી રાત આવે છે ને ? એવું આ કળિયુગ. કળિયુગ છે તો સતયુગને સતયુગ કહેવાય. જો કળિયુગ ના હોય તો સતયુગની કિંમત
જ ના હોત ને ?
પ્રશ્નકર્તા : યુગને આધીન માણસ છે કે માણસને આધીન યુગ છે ?
આપ્તવાણી-૪
દાદાશ્રી : એવું છે ને, અત્યારે માણસ તો સમયને આધીન છે. પણ મૂળ જે સમય થયો છે તે ‘આપણા’થી જ ઉત્પન્ન થયો છે. તમે જ રાજા છો ને રાજાની પાછળ ઊભું થયેલું આ બધું છે.
પ્રશ્નકર્તા : સમય એ જ ભગવાન છે ને સમય એ જ પરમેશ્વર
૩૦૪
છે ?
દાદાશ્રી : સમય એ પરમેશ્વર હોય નહીં. નહીં તો લોક ‘સમય, સમય' કર્યા કરે. પરમેશ્વર તો તમે પોતે જ છો, એને ઓળખવાની જરૂર છે. કાળ તો વચ્ચે નિમિત્ત છે માત્ર.
અમારામાં ને તમારામાં ફેર કેટલો ? અમે કાળને વશ કર્યો છે. લોકોને તો કાળ ખાઇ જાય. તમારે કાળને વશ કરવાનો બાકી છે. કાળ વશ કેવી રીતે થાય ? ભૂતકાળ વિસારે પડી ગયો. ભવિષ્ય કાળ ‘વ્યવસ્થિત’ના હાથમાં છે, માટે વર્તમાનમાં રહો. એટલે કાળ વશ થાય. આપણું ‘અક્રમ’નું સામાયિક કરતાં કરતાં વર્તમાન કાળને પકડતાં આવડે. એમ સીધેસીધું ના આવે. તમે કલાક સામાયિકમાં બેસો છો ત્યારે વર્તમાનમાં જ રહો છો ને ?
વર્તમાનમાં રહેવું એટલે શું ? અત્યારે ચોપડા લખતા હો તો બિલકુલ ‘એક્ઝેક્ટ’ એમાં જ રહો છો ને ? તે વખતે ભવિષ્યમાં જાય તો ચોપડામાં ભૂલ થાય. વર્તમાનમાં જ રહે તો એક પણ ભૂલ ના થાય એવું છે. પ્રાપ્ત વર્તમાનને ભોગવો એમ હું કહું છું. ભૂતકાળ તો વહી ગયો. ભૂતકાળને તો આ બુદ્ધિશાળીઓય ના ઉથામે. અને ભવિષ્યનો વિચાર કરે એ અગ્રશોચ છે. માટે વર્તમાનમાં રહો. વર્તમાનમાં સત્સંગ થાય છે તો તે એકાગ્ર ચિત્તથી સાંભળવું. ચોપડા લખતા હો તો તે એકાગ્ર ચિત્તથી લખો અને ગાળો ભાંડતા હો તો તે પણ એકાગ્ર ચિત્તથી ગાળો ભાંડો ! વર્તમાન વર્તે સદા એ જ્ઞાની. લોક ભવિષ્યની ચિંતાને લઇને અને ભૂતકાળને લઇને વર્તમાન ભોગવી શકતા નથી, ને ચોપડામાંય ભૂલ કરે છે. ‘જ્ઞાની પુરુષ’ વર્તમાન ના બગાડે.
પ્રશ્નકર્તા : ભૂત અને ભવિષ્યને ભૂલી જવાનું ?