________________
આપ્તવાણી-૪
૨૯૯
૩00
આપ્તવાણી-૪
અવસ્થામાં તન્મયાકાર રહે છે ! અવસ્થાઓમાં તન્મયાકાર રહે એનું નામ સંસાર, એ જ સંસારબીજ નાખે છે, અને સ્વરૂપમાં તન્મયાકાર એનું નામ મોક્ષ.
આ સંસારમાં કેવું છે? કે દુઃખ પડે તેય ભૂલી જાય, સુખ પડે તેય ભૂલી જાય, નાનપણમાં વેર બાંધે તેય ભૂલી જાય. પછી ભેગા બેસીને ચા પીવે, પાછા બધું ભૂલી જાય. પણ જે વખતે જે અવસ્થા ઉત્પન્ન થઇ તે અવસ્થામાં ચિતરાઇને સહીઓ કરી નાખે છે. આ સહીઓ કરેલી પછી ના ભુંસાય. માટે વાંધો આ સહીઓ થાય છે તેનો છે. લોક વાતવાતમાં સહીઓ કરી નાખે. અમથા અમથા દબડાવતા જાય તેમાંય સહીઓ થઇ જાય છે. અરે આપણી છોડી કોઇ ઉઠાવી જાય તોય તે વખતે સહીઓ ના કરાય. લોક અવસ્થામાં જ બધું ચિતરી નાખે છે, મારી નાખવાનું ચિતરી નાખે !
અવસ્થા : પર્યાય !
એમાં તન્મયાકાર રહે, આમ છાતી કાઢીને ફર્યા કરે ! તાવ આવે તો તેમાં તન્મયાકાર થાય, મારાથી નથી ચલાતું કહે. મારા જેવો કહે કે, ‘આની પાછળ વાઘ દોડાવો.” એટલે એ દોડે કે ના દોડે ? અમથા આ ચલાતું નથી, ચલાતું નથી કરીને ઊલટા નરમ થઇ જાય છે. જેવું બોલે તેવો થઇ જાય. કારણ કે આત્માનો સ્વભાવ કેવો છે, કે જેવું બોલે તેવો થઇ જાય. પછી પગ જાણે કે આપણે ચાલતા નથી, તોય કોઇ વઢનાર નથી. આપણે એને કહીએ કે ‘ના કેમ ચાલે ? એનો કરાર હજી પૂરો થયો નથી.’ આમ, બે ઠપકારીએ એટલે એની મેળે ચાલે. આ વાઘ પાછળ પડે ત્યારે કેમ ચાલે છે ? આ દેહને ખવડાવીએ, પીવડાવીએ, મસાલેદાર ચા પાઇએ, તોય ના ચાલે ?
જે અવસ્થામાં પડયો તે અવસ્થાનું જતન કર્યા કરે. આખી જિંદગી મુક્ત હોય, પણ છેલ્લા છ મહિના જેલમાં ઘાલ્યો હોય તો બૂમો પાડે કે, ‘હું કેદી થઇ ગયો !' પૈણાવે ત્યારે સૌભાગ્યવતીનું સુખ વર્તે, અને પછી રાંડે ત્યારે રંડાપાનાં દુ:ખો ઊભાં થઈ જાય. “હું તો રાંડી” કહેશે. ગયા અવતારમાં રાંડી હતી, તે પાછી સૌભાગ્યવતી થઇ જ હતી ને ? રંડાપો ને મંડાપો, બીજું છે જ શું જગતમાં ?
બધી અવસ્થાઓ બદલાય છે. આત્મા તેના તે જ સ્વરૂપે રહે છે. આત્મામાં ફેરફાર થતો જ નથી. વસ્તુઓનો વિનાશ થતો જ નથી. અવસ્થાઓનો ક્ષણે ક્ષણે વિનાશ થાય છે. જગત અવસ્થામાં જ જીવે છે. ‘હું ચંદુ, આ મારો દિકરો, આ મારી વહુ' એમ અવસ્થામાં જ મુકામ કરે ! પાછો કહેશે કે, ‘હું પૈડો થયો !” આત્મા તે કંઈ પૈડો થતો હશે ? આ બધી આત્માની અવસ્થા નથી. પ્રાકૃત અવસ્થાઓ છે. આ શાથી ઊભી થઇ ? સંજોગોના દબાણથી. આત્માને ખાલી સ્પર્શ થવાથી જ કોઝિઝ ઊભાં થાય છે. એ ચાર્જ થાય છે ને તેનું પછી ડિસ્ચાર્જ થાય છે.
પાછલા ભવનાં છોકરાંનું શું થયું? એ બધા હજુ તમને સંભારે છે. કાગળ-બાગળ લખ્યો એમને ? આ તો મરવાનું થાય એટલે કહેશે કે, મારી નાની બેબી રહી જાય છે !” ગયા અવતારના છોકરાંને રખડાવી માય ને આ ભવમાં ‘મારાં છોકરાં, મારાં છોકરાં’ કરી તેમાં જ તન્મયાકાર રહે છે. આ તો પાછલી અવસ્થાઓ નિરંતર ભૂલ્યા કરે છે ને નવી
દાદાશ્રી : મનુષ્યની કેટલી અવસ્થા હશે ? પ્રશ્નકર્તા : બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા ને વૃદ્ધાવસ્થા.
દાદાશ્રી : ચાર જ અવસ્થાઓ છે ? મરણ એ અવસ્થા ના કહેવાય ?
પ્રશ્નકર્તા : એ ફૂલપોઇન્ટ થયું.
દાદાશ્રી : એય અવસ્થા કહેવાય. ગર્ભમાં આવ્યો તે ગર્ભાવસ્થા થઇ. તે પહેલાં મરણાવસ્થા હતી. એટલે અવસ્થાઓનું આખું ચક્કર ચાલ્યા જ કરે છે. તમને તો અવસ્થાઓ ચાર જ લાગે છે ને ? પણ આ બધું પાંચ-પાંચ મિનિટે ફર્યા કરે છે. ઘડીકમાં ઘરનાં વિચાર આવે, તે બે કે ત્રણ મિનિટ રહે ને વળી પાછો બીજો વિચાર આવે. તે બધી અવસ્થાઓ બદલાયા કરે છે. આ તો મોટી મોટી અવસ્થાઓનું નામ આપ્યું. પણ બધી અવસ્થાઓમાં જ જીવી રહયો છે. “ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ.'