________________
આપ્તવાણી-૪
૨૯૭
ફેર નથી લાગતો એ શું છે ?
દાદાશ્રી : આ કંઇ ફુલ છે કે કરમાય ? આ તો મહીં પરમાત્મા પ્રગટ થઇને બેઠા છે ! નહીં તો ખખડી ગયેલા દેખાય ! જયાં પરભાવનો ક્ષય થયો છે, નિરંતર સ્વભાવ જાગૃતિ રહે છે, પરભાવ પ્રત્યે જેને કિંચિત્માત્ર રુચિ રહી નથી, એક અણુ-પરમાણુ જેટલી રુચિ રહી નથી પછી એને શું જોઇએ ?
પરભાવના ક્ષયથી ઓર આનંદ અનુભવાય છે. અને તમે એ ક્ષય ભણી દૃષ્ટિ રાખજો. જેટલો પરભાવ ક્ષય થયો એટલો સ્વભાવમાં સ્થિત થયો. બસ, આટલું જ સમજવા જેવું છે, બીજું કશું કરવા જેવું નથી. જયાં સુધી પરભાવ છે ત્યાં સુધી પરક્ષેત્ર છે. પરભાવ ગયો કે સ્વક્ષેત્રમાં થોડોક વખત રહી અને સિદ્ધક્ષેત્રમાં સ્થિતિ થાય. સ્વક્ષેત્ર એ સિદ્ધક્ષેત્રનો દરવાજો
(૩૮) ‘સ્વ'માં જ સ્વસ્થતા !
અવસ્થામાં અસ્વસ્થ !
પ્રશ્નકર્તા : મિથ્યાત્વની વ્યાખ્યા શું ?
દાદાશ્રી : મિથ્યાત્વ એટલે અવસ્થામાં તન્મયાકાર રહે છે, તેનું ફળ શું ? અસ્વસ્થતા. અને સમ્યક દર્શનની વ્યાખ્યા શું ? સ્વસ્થ. “સ્વ”માં મુકામ કરનાર, તે અવસ્થામાં મુકામ ના કરે. અવસ્થાને એ નિકાલી કહે, અને “સ્વ”માં નિરાકુળ મુકામ હોય. નિરાકુળતા સિદ્ધ ભગવંતનો સ્વગુણ છે. આપણું સાયન્સ એવું સુંદર છે કે તમારે કશો વિચાર કરવો ના પડે. નિકાલ કહ્યું કે છૂટ્યું !
જગત આખું અવસ્થામાં રહ્યા કરે, અવસ્થાની બહાર નીકળી શકે નહીં. અવસ્થામાં રહેનારને તો રાત-દહાડો અસ્વસ્થતા રહે, ગાડીમાં જગ્યા ના મળે તોય મહીં ચુન, ચુન, ચુન, ચુન, થાય. અલ્યા, એમાં ચુન, ચુન શું કરે છે ? કહી દે કે મારા કર્મના ઉદય એવા છે. અરે, ગાડીમાં બેઠેલા લોકને જો જો કરે કે કોણ ઊભું થાય છે !!
| મિથ્યાત્વીની સમજ કેવી હોય ? અવસ્થામાં જ તન્મયાકાર હોય. ગરીબીની અવસ્થા ઉત્પન્ન થઇ તો ગરીબીમાં, શ્રીમંતાઇ થઇ એટલે