________________
આપ્તવાણી-૪
૨૭૧
૨૭૨
આપ્તવાણી-૪
આત્મા અતાદિથી શુદ્ધ જ ! વીતરાગોએ કહ્યું કે કર્મ અને આત્મા બેઉ અનાદિથી છે. એટલે એની કંઇ આદિ થઇ નથી. એટલે કર્મના આધારે આ ભાવ ઉત્પન્ન થાય છે, ને ભાવના આધારે આ કર્મ ઊભાં થાય છે, ને એમ નિરંતર ચાલ્યા જ કરે છે. આત્મા ત્યાં ને ત્યાં જ રહે છે.
કરવું, કરાવવું તે અનુમોદવું !
પોતે જ માને છે કે “આ હું નિષ્કામ કર્મ કરું છું’. તેમાં ખરી રીતે એનો કર્તા બીજો જ છે. જે જે જાતની ક્રિયા થાય છે એ બધું ‘ડિસ્ચાર્જ છે. ‘હું નિષ્કામ કર્મ કરું છું” એવું માને છે, એ જ બધું બંધન છે. નિષ્કામ કર્મનો કર્યા છે ત્યાં સુધી બંધન છે.
- કૃષ્ણ ભગવાને લોકોને બીજો રસ્તો બતાવ્યો કે જે કરવાથી ભૌતિક સુખો મળે. એ નિષ્કામ કર્મ કોને કહેવાય ? આપણા ઘરની આવક આવે છે. જમીનની આવે છે, તે ઉપરાંત આ છાપખાનું કરાવ્યું એમાંથી મળશે. આમ, બાર મહીને વીસ-પચ્ચીસ હજાર મળે, એવું ધારીને કરવા જઇએ, ને પછી પાંચ હજાર મળ્યા તો વીસ હજાર ખોટ ગઇ લાગે. અને ધારણા જ ના બાંધી હોય તો ? નિષ્કામ કર્મ એટલે એના આગળનાં પરિણામ ધાર્યા વગર કર્યું જાવ. કૃષ્ણ ભગવાને બહુ સુંદર વસ્તુ આપી છે, પણ કોઇથી એ બની શકે નહીં ને ? માણસનું ગજું નહીં ને ? આ નિષ્કામ કર્મને યથાર્થ સમજવું મુશ્કેલ છે. તેથી તો કૃષ્ણ ભગવાને કહેલું કે મારી ગીતાનો સૂક્ષ્મતમ અર્થ સમજનારો કોઇક એકાદ જ હશે !
પ્રશ્નકર્તા : નિષ્કામ ભાવે કર્મ કરીએ તો કર્મ ના બંધાય ને?
દાદાશ્રી : નિષ્કામ ભાવે કર્મ કરો. પણ ‘તમે ચંદુભાઇ જ છો' ને ‘હું ચંદુભાઇ છું’ એ ‘બીલિફ’ છે ત્યાં સુધી નિષ્કામ ભાવે કર્મ કરશો તો તેનું પુણ્ય બંધાશે. કર્મ તો બંધાવાનું જ. કર્તા થયો કે કર્મબંધન થયું.
પ્રશ્નકર્તા : નિષ્કામી કેવી રીતે થવાય ?
દાદાશ્રી : પરિણામનો વિચાર કર્યા વિના કામ કર્યું જા. સાહેબ મને વઢશે, ટૈડકાવશે, એવો વિચાર કર્યા વિના કામ કર્યે જા. પરીક્ષા આપવાનો વિચાર કર્યો હોય તો પછી ‘પાસ થવાશે કે નહીં ? થવાશે કે નહીં ?” એવા વિચાર કર્યા વિના પરીક્ષા આપે જા.
કૃષ્ણ ભગવાનની એક્ય વાત સમજયા નહીં ને ઉપરથી કહે કે કૃષ્ણ લીલાવાળા હતા ! અલ્યા, તમે લીલાવાળા કે કૃષ્ણ લીલાવાળા ? કૃષ્ણ તો વાસુદેવ હતા, નરમાંથી નારાયણ થયેલા હતા !
પ્રશ્નકર્તા : કરવું, કરાવવું અને અનુમોદવું એમાં ફેર શો ?
દાદાશ્રી : એવું છે કે અનુમોદન આપનારનો ભયંકર દોષ છે. કરાવે છે તેને ‘સેકન્ડરી’ દોષ છે અને કરનારનો સહેજ જ દોષ છે. કરનારને ખાસ દોષ નથી. આ કસાઇઓ બકરાં કાપીને વેચે છે એનો જે દોષ એને લાગે છે તેના કરતાં જે લોકો કહે છે કે, “આપણે માંસાહાર ખાવો જોઇએ, ના ખાય તો અનાજ ખૂટી પડે.” એવી જ પ્રરૂપણા કરે છે તેને વધારે દોષ લાગે છે. પેલા કસાઇઓ તો બિચારા પોતાના પેટ માટે કરે છે. અને આ ચુસ્ત અહિંસાનો ધર્મ પાળનારા લોકો બકરાં (!) કાપે છે, તે શેને માટે કાપે છે ?
પ્રશ્નકર્તા: એ ના સમજાયું.
દાદાશ્રી : આ બકરાં કાપે છે એ કસાઇ તો સારા કે એક જ ઝાટકે હલાલ કરી નાખે ને ઊડાડી દે, પણ હરામ ના કરે. અને પેલા તો હરામ કરે છે, ઘસી ઘસીને મારે છે. પાંચસો રૂપિયા ધીર્યા હોયને, તો બાર મહિને ચારસો રૂપિયા તો વ્યાજ જ થઇ ગયું હોય ! પાછા બુદ્ધિથી મારે. એમને બંદૂકની જરૂર નથી. દુકાને ઘરાક આવે તો કહે કે, “અલ્હાબાદનો બહુ ઊંચો માલ આવ્યો છે.” તે ઘરાક બિચારો ભોળો સાચું માનીને લઇ જાય. તે શેઠિયા જાણે કે આ ઠોઠ છે તો ઠોકોને અહીંથી. તે બુદ્ધિથી ગોળી મારે છે ! આ તો ભયંકર રૌદ્રધ્યાન કહેવાય. આમની શી દશા થશે ? શેઠિયાઓ એવી તો ટ્રીકો કરે, એવા તો તાર નાખે કે આખા ડિસ્ટ્રીકટના ખેડૂતો શેઠને ઘેર રૂપિયા લઈને આવે. વ્યાજનાં વ્યાજ અને તેનાંય વ્યાજ ભરવામાં જ