________________
આપ્તવાણી-૪
૨૧૩
અત્યારથી એમને ઓળખી લેવા હોય તો ઓળખી લેજો. તેથી તો અમે એમનું ગવડાય ગવડાય કરીએ છીએ.
પ્રશ્નકર્તા : અમને આ ‘દાદા' છે, એ યાદ આવે છે ?
દાદાશ્રી : એ પ્રશસ્ત રાગ છે. પ્રશસ્તરાગ વીતરાગ બનાવનારો છે. આમાં જ રાગ કરવા જેવો છે ! બધેથી રાગ ઉઠાવી ઉઠાવીને આમાં જ રાગ કરવાનો છે. આત્મહેતુ માટે રાગ અને દેહાધ્યાસ માટે રાગ એ બેમાં બહુ ફેર છે. આત્મહેતુ માટેની મમતા એ આત્માની મમતા છે. છેવટે એ મુક્ત કરાવે.
કેટલાક જડ જેવા હોય, તેનેય યાદશક્તિ ના હોય. સમકિત વગરની વિસ્મૃતિ એ જડતા કહેવાય. ખોરાક વધારે હોય, સૂઇ રહે, પ્રમાદી રહે, એનાથી મગજ ડલ રહયા કરે. એ અધોગતિમાં લઇ જાય.
(૨૭) નિખાલસ !
યાદ ? - કેટલો મોટો પરિગ્રહ !
નિખાલસતા નિર્ભય બતાવે !
પરિગ્રહ કોને કહેવાય ? જે યાદ આવ્યા કરે તેને. વીંટી આંગળીએ છે કે નહીં, પડી ગઈ છે કે નહીં, તેય યાદ ના આવે એનું નામ અપરિગ્રહી. અપરિગ્રહી ત્યાગ કરવાથી ના થાય. ત્યાગ કરવા જાય તે વધારે યાદ આવ્યા કરે.
તું પુસ્તકો વાંચીશ નહીં અને કશું જાણીશ નહીં તોય મને વાંધો નથી, પણ તું નિખાલસ થા, સાચો નિખાલસ થા. પછી નિખાલસને શોભે એ જ્ઞાન બધું એમ ને એમ ઉદ્ભવશે.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં નિખાલસ હોઇએ એ તો બહુ તકલીફ થાય.
દાદાશ્રી : નિખાલસ કોઇ હોઇ શકે જ નહીં ને ? આત્મજ્ઞાન થાય પછી જ નિખાલસ થાય.
પ્રશ્નકર્તા : નિખાલસ હોઇએ તો વ્યવહારમાં બાઘામાં ખપી જઈએ.
દાદાશ્રી : બાઘા એ નિખાલસ હોય જ નહીં. લોકો બાઘાને નિખાલસ કહે છે. નિખાલસ તો જુદો જ હોય. દરેક વિષયમાં એ નિખાલસ હોય, એક બેમાં નહીં.
પ્રશ્નકર્તા : નિખાલસ વિશે જરા સ્પષ્ટ સમજાવો. દાદાશ્રી : નિખાલસ એટલે એકદમ ‘પ્યૉર’ માણસ હોય. એ