________________
આપ્તવાણી-૪
છે, બીજું બધું જ પડી ગયું છે.
પ્રશ્નકર્તા : આયંબિલમાં આ જે વિધિઓ કરે છે, માળાઓ કરે છે, એ બધું બરાબર છે ?
૧૭૩
દાદાશ્રી : આયંબિલને ને એને કંઇ લેવા દેવા નથી. એ પાછી જુદી વસ્તુ છે. આયંબિલ એટલે શું કે એક વખત એક જ ધાન્ય ખાવું ને ભગવાનના મંત્ર જપ્યા કરવા એ જ. આયંબિલ એટલે મંત્ર ના જપતો હોય ને એક ધાન્ય એક ટંક ખાય તોય તે આયંબિલ કરી કહેવાય. એ તો મુસલમાનેય કરી શકે. એક ધાન્ય ખાઇને રહે એ તો શરીરનું મોટું તપ છે. એનાથી બધી જાતના ‘પોઇઝન’ બધાં દ્રવ્યો બળીને ખલાસ થઇ જાય, એ બહુ સારામાં સારું છે. આ તો તીર્થંકર મહારાજોની ‘સાયન્ટિફિક’ શોધખોળ છે ! એટલે જૈનોને કહું છું કે તમે એટલા તો ભાગ્યશાળી છો કે આ આયંબિલ તમારે ત્યાં રહ્યું છે. પણ હજી એક ધાન્ય ખાય છે, અને તેને શરીર સારું રહે. આયંબિલથી ચામડીના કેટલાક દર્દો મટી જાય છે. કોઢને માટે પણ એ ફાયદાકારક છે.
પ્રશ્નકર્તા : ઘણાં લોકો આયંબિલ વર્ષોનાં વર્ષો સુધી કરે છે તેનાથી શું ફાયદો થાય ?
દાદાશ્રી : આયંબિલ અમુક સમય સુધી કરે તો જ ફાયદો રહે, બહુ લાંબા કાળ સુધી કરે તો તે પાછું નુકસાન કરે. શરીરમાં બીજાં દ્રવ્યો, વિટામીનો ખૂટી જાય. બધું ‘નોર્માલિટી’માં જોઇએ.
ઉપવાસમાં ઉપયોગ !
પ્રશ્નકર્તા : ઉપવાસ ત્રણ દિવસ, નવ દિવસ, એક મહિનો, ત્રણ મહિનાનાં કરવામાં આવે છે તે શું ?
દાદાશ્રી : ઉપવાસ સારી વસ્તુ છે, પણ ઉપવાસ તો જેણે બહુ જમણ જમ્યા હોય તેને ઉપવાસ હોય. આ બિચારાં કંટ્રોલનું અનાજ ખાઇને પડી રહે છે એમને ઉપવાસ શા ? ઉપવાસ કરવાનું ખોટું નથી કહ્યું ભગવાને. ભગવાને કહ્યું છે કે, ‘ઉપવાસ કરજો. પણ ઉપવાસના તારણમાં આત્મા
આપ્તવાણી-૪
ના જડયો તો ઉપવાસ ગયા નકામા.’ ઉપવાસના તારણમાં આત્મા ના જડયો, આત્માનું કંઇક સમકિત જેવું ના થયું તો ઉપવાસનું ફળ સંસારફળ મળશે, એનું પુણ્ય મળશે. આ તો અનંત અવતારથી ઉપવાસ કરે છે. પણ એને સમજયા વગરનું લાંઘણ કહ્યું છે ભગવાને. કારણ કે ઉપયોગ વગરના
ઉપવાસ કરેલા બધા તમારા નકામા ગયા છે !! એ તો તપવાળા જોડે બેસીએ તો આપણને તપ કરતાં ફાવે જ. આત્મા તો આહારી છે જ નહીં, આ દેહ જ આહારી છે. આનો ફોડ તો એક વખત આત્મા જાણ્યા પછી જ પડે, નહીં તો ફોડ પડે જ નહીં.
૧૭૪
ભગવાને કહ્યું છે કે ઉપયોગપૂર્વક એક ઉપવાસ થશે તો કામ થશે. આ તમને ‘સ્વરૂપનું જ્ઞાન’ પ્રાપ્ત થયું છે. એટલે તમારે તો શુદ્ધાત્માના ઉપયોગપૂર્વક ઉપવાસ થાય, શુદ્ધ ઉપયોગપૂર્વક થાય. તમારી પાસે તો ‘વસ્તુ’ હાથમાં આવી છે, પતંગનો દોર તમારા હાથમાં છે, તેને ગુલાંટ ના નાખવા દેવી એ તમારા હાથમાં છે. એક ઉપવાસ થાય તો એક કરી તો જુઓ. પછી એના ‘ટેસ્ટ' તો જુઓ ! રવિવારનો દહાડો હોય. કયાંય જવાનું ના હોય ત્યારે કરવો. એમાં સૂઇ રહેવાનું ના હોય. સૂવામાં ઉપયોગ ના રહે ને ? અને આ તો શુદ્ધ ઉપયોગપૂર્વક ઉપવાસ કરવાનો છે. એમાં આખો દહાડો આ વિરાજનાં પદો વાંચો તો બહારેય શુદ્ધ ને અંદરેય શુદ્ધ રહે, નહીં તો અમારી પાંચ આજ્ઞાનું અવલંબન લેવાનું. એ રીતે આખો દહાડો શુદ્ધ ઉપયોગમાં કાઢી નાખો તો તમને ઉપવાસ કર્યો હોય એવું લાગશે પણ નહીં. ભૂખ લાગી છે એમ થયા કરે તો ઉપયોગ ચૂક્યા હોય તો જ એમ થાય. ભૂખ લાગી એમ જાણે ખરું, પણ વેદે નહીં. વેદે તો ઉપયોગ ચૂકયા કહેવાય ને ‘જાણે’ તો ઉપયોગપૂર્વકનું કહેવાય. કેટલાકને તો ઉપવાસને દહાડે બહુ સારું રહે છે, શાતા વેદનીય લાગે છે. એટલે ‘બીલિફ’ ઉપર આધાર રાખે છે.
પ્રશ્નકર્તા : ‘દાદા’, ઉપયોગ ક્યાંય રહ્યો નથી તેથી ઉપયોગની કોઇ વાત જ કરતું નથી.
દાદાશ્રી : ઉપયોગ કયાંય રહ્યો જ નથી. તેથી ઉપયોગની કોઇ વાત કરતા નથી. ઉપયોગ વપરાતો બંધ થઇ ગયો છે એટલે એને મૂકી દીધો છે બાજુએ ! બાકી, ઉપયોગ સમજણ પાડે તો એ સહેલો નથી ?