________________
આપ્તવાણી-૪
હોય, પણ કાપીએ ત્યારે મહીંથી ગોટલો ને છોડું બે જ નીકળે ત્યારે એમાં શું મર્મ રહ્યો ? એમ ધર્મ રહ્યો છે, પણ ધર્મનો મર્મ રહ્યો નથી. ધર્મ એટલે સાચી વસ્તુની શોધખોળ આરોપિત ભાવથી કરવી તે અને ‘આ' તો ‘સાયન્સ’ છે ! ધર્મ તો તેનું નામ કે આધ્યાત્મિકના સાધનો ભેળાં કરી
આપે.
૧૬૫
એવું ભાત, તેય મોટી જાગૃતિ !
ગુરુની જ વિરાધના એટલે કે જેના થકી કંઇક પામ્યો હતો, એક આની કે બે આની તેની પોતે વિરાધના કરે એટલે જેનાથી મંડન થવાનું હતું તેનું જ ખંડન કરે એનું નામ પૂર્વવિરાધક જીવડાંઓ. આ કાળમાં પૂર્વવિરાધક જીવો છે, હુંય એમાંનો હતો. મને આ જ્ઞાન થયેલું તે ‘હું પૂર્વવિરાધક છું’ એવું ભાન થયા પછી આ જ્ઞાન થયેલું.
ગુરુને ઓળખવા ...
...
પ્રશ્નકર્તા : અણસમજણમાં ગુરુને ઓળખ્યા વિના ગુરુ કરી લીધા પછી પાછળથી સમજાયું કે આ ગુરુ બરાબર નથી, તો શું કરવું ?
દાદાશ્રી : ગુરુને ઓળખવાના હોતા નથી. ગુરુ પર તો આપણને ભાવ થાય છે એટલે એમને ગુરુ કરી નાખીએ છીએ. ગુરુને ઓળખવાનું તો કોઇને આવડતું જ નથી. એ ઝવેરીપણું જ ક્યાં છે ? આ તો કાચ લાવે એવા લોક છે. આમને હીરાની પરીક્ષા છે, પણ માણસની પરીક્ષા કયાંથી લાવે ? આ શું થાય છે કે ભાવ આવે છે ને ગુરુ કરી નાખે છે, સાહેબ, તમે મારા કાલથી ગુરુ.'
પ્રશ્નકર્તા : હા, તો એ ગુરુ કર્યા એટલે એમને ઠેઠ સુધી વળગી રહેવું ?
દાદાશ્રી : ગુરુ કર્યાં પછી એમના ઉદયકર્મ ફરે ને એ કંઇ ગાંડા થઇ જાય તોય એમનું ગુરુપદ કંઇ જતું રહ્યું ? એ ઉદયકર્મના આધારે ગાંડા કાઢે છે, પણ જે ગુરુપદ આવું પકડી રાખે છે તેને આરાધક પદ
આપ્તવાણી-૪
ભગવાને ગણ્યું છે. જેની આરાધના કરી તેની વિરાધના ના કરવી જોઇએ. પ્રશ્નકર્તા : એવું પણ કહે છેને કે ગુરુ વગર જ્ઞાન કેવી રીતે મળે ?
દાદાશ્રી : ગુરુ તો રસ્તો દેખાડે, માર્ગ દેખાડે ને ‘જ્ઞાનીપુરુષ’ જ્ઞાન આપે. ‘જ્ઞાનીપુરુષ’ એટલે જેને જાણવાનું કશું બાકી નથી, પોતે તસ્વરૂપમાં બેઠા છે. એટલે ‘જ્ઞાનીપુરુષ’ બધું તમને આપે અને ગુરુ તો સંસારમાં તમને રસ્તો દેખાડે, એમના કહ્યા પ્રમાણે કરીએ તો સંસારમાં સુખી થઇએ. પણ ત્યાં આગળ આ દુ:ખ, આ ઉપાધિ જાય નહીં ને ? આ ઉપાધિ તો કાયમની વળગેલી જ હોય. આ બધા ગુરુને ભજે, તો બહુ ત્યારે સાંસારિક સુખ થોડું ઘણું મળે, પણ ઉપાધિ ના જાય. આધિ, વ્યાધિ ને ઉપાધિમાં સમાધિ અપાવે તે ‘જ્ઞાનીપુરુષ’.
૧૬૬
܀܀܀܀܀