________________
આપ્તવાણી-૪
૧૬૨
આપ્તવાણી-૪
વેપાર, ધર્મમાં તો ન જ શોભેતે !
લોકોએ ઉજવણી કરી કે આપણા ગુરુ એક યુરોપિયન લેડીને પૈણે છે ! એનું નામ શિષ્ય કહેવાય. ગુરુની ખોડ કાઢવાની ના હોય. બધાની ખોડ કાઢજો પણ ગુરુની ખોડ ના કાઢવાની હોય, નહીં તો ગુરુ કરશો જ નહીં. ધર્મ સંબંધમાં ભૂલ ભાંગે એ તો ભગવાન કહેવાય. કોઇની ભૂલ ના કઢાય, એ તો બહુ મોટી જોખમદારી છે.
એટલે આ સહજાનંદ સ્વામીએ શું શોધખોળ કરેલી તે જાણો છો ? ગુરુ એ પાંચમી ઘાતી છે. જો જરાક તેમનું અવળું દેખી ગયા તો માર્યા જશો. અને અવળું દેખાય તોય ‘ના, એવું હોય નહીં.’ એમ કરી આંખો દાબી દેજો. કારણ કે નહીં તો જીવો પડી જાય બધા. એક સચવાઇ રહ્યા હોય તો આ આગાખાનનાં. જુઓ, ત્યાં કોઇ દહાડોય બુમ પડી છે ? અને આપણા લોકો જો એમના શિષ્ય હોય તો બધી જાતના એમના ન્યાય તોળી આપે.
આખા જગતનો જે શિષ્ય થાય તે જ ગુરુ થવાને લાયક છે. એક ક્ષણવાર “આ મારો શિષ્ય છે” એવું ભાન રહેતું નથી તો શિષ્ય કરો. અમે પાંચ હજાર માણસને જ્ઞાન આપ્યું છે, પણ અમને એક ક્ષણવાર પણ “મારા શિષ્ય છે” એવું થતું નથી.
ભગવાને કહ્યું કે બધું વાંકું કરશો તો ચાલશે પણ એક ગુરુ પાંસરો કરજો. અનંત અવતારથી વાંકા ગુરુ મળ્યા તેથી રખડયો છે. હિન્દુસ્તાન દેશમાં ધર્મ સાથે વેપાર લઇ બેઠા છે, એ બરોબર નથી. વેપારમાં ધર્મ હોવો જોઇએ. ધર્મમાં વેપાર ના કરાય. ભલે ‘એ’ ‘જ્ઞાની’ ના હોય પણ ‘એને’ જોઇને તારું દિલ ઠરતું હોય તો ત્યાં બેસજે, પણ ધર્મના વેપારી પાસે ના પડી રહીશ. અને જો ચોખ્ખા માણસ ના મળતા હોય તો ભીમે કર્યું હતું તેવું કરવા જેવું છે. ભીમને ચોખ્ખા માણસ ના મળ્યા તે એણે એક લોટું લીધું અને રંગ્યું અને ઉપર લખ્યું ‘નમો નેમિનાથાય અને ત્યાં દર્શન કર્યો ! જો કે એમાં કોઇનો દોષ નથી. આ કાળ જ વિચિત્ર આવ્યો છે. તે તેમાં આવું જ હોય. એય બિચારા શું કરે ? એય ફસાયા છે ત્યાં!
પ્રશ્નકર્તા : પાટ ઉપર સાધુ બેઠા હોય ને જઇને તેમને નમસ્કાર કર્યા એટલે ગુરુ કરી લીધા એમ કહેવાય ?
દાદાશ્રી : ના, આપણે એમને કહેવાનું, એમની જોડે સોદો કરી લેવાનો. આ તો બધો વેપાર, માટે ‘કંટ્રાક્ટ કરવો જોઇએ કે આજથી મારા હૃદયમાં તમને ગુરુ તરીકે સ્થાપન કરું છું. સ્થાપન કર્યા પછી મંડાણ કર્યું કહેવાય અને મંડાણ કર્યા પછી ખંડન કરવું તે બહુ ગુનો છે, નહીં તો મંડાણ કરશો જ નહીં. ભગવાનની ભાષા એવી છે કે મંડાણ કરશો નહીં ને મંડાણ કરો તો ખંડન કરશો નહીં.
આખી દુનિયામાં ગુરુ કરતાં જો કોઈને આવયા હોય તો આ ખોજા લોકોને ! તમારા ગુરુ જો પૈણ્યા હોય, અરે, પૈયા ના હોય પણ કો’કમાં સળી કરી હોય તો ત્યાં તમે બધા એમને મારમાર કરો. અને આ ખોજા લોકના ગુરુ તો પૈણ્યા એક યુરોપિયન લેડીને ! અને એ બધા
હું ગુરુની આરાધના કરવાનું નથી કહેતો, પણ એમની વિરાધના કરશો નહીં. અને જો આરાધના કરે તો કામ જ થઇ જાય, પણ એ આરાધનાની શક્તિ એટલી બધી માણસને હોય નહીં. હું શું કહું છું કે ગાંડો ગુરુ કરજો, સાવ ગાંડો કરજો, પણ આખી જિંદગી એને ‘સિન્સિયર’ રહો તો તમારું કલ્યાણ થઇ જશે. તદ્દન ગાંડા ગુરુને ‘સિન્સિયર’ રહેવામાં તમારા બધા જ કષાયો ખલાસ થઇ જાય ! પણ એટલી સમજણ પડવી જોઇએ ને ? એટલી મતિ પહોંચવી જોઇએ ને ? તેથી તો તમારા માટે ‘પથ્થર’ના દેવ મૂક્યા કે આ પ્રજા આવી છે માટે પથ્થરના મૂકો એટલે ખોડ કાઢે નહીં. ત્યારે કહે, “ના, પથ્થરમાં પણ ખોડ કાઢે છે કે આ આંગી બરાબર નથી !' આ પ્રજા તો બહુ વિચારશીલ ! બહુ વિચારશીલ, તે ગુરુનો દોષ કાઢે એવા છે ! પોતાના દોષ કાઢવાનાં તો કયાં ગયા, પણ ગુરુનોય દોષ કાઢે ! એટલી બધી તો તેમની ‘એલર્ટનેસ” !
અમે ‘ગેરેન્ટી’ આપીએ છીએ કે કોઇપણ ગાંડો ગુરુ કરો અને જો આખી જિંદગી એને નભાવો તો મોક્ષ ત્રણ અવતારમાં થાય એવું છે. ગુરુ પણ જીવતો હોવો જોઇએ. તેથી તો આ લોકોને એ ના પોષાયું ને મૂર્તિ મૂકવામાં આવી.