________________
આપ્તવાણી-૪
૧૫૭
છે એ પરાભક્તિ છે. પરાભક્તિનું ફળ મોક્ષ. આપણો તો આ મોક્ષમાર્ગ છે. જયાં મોક્ષમાર્ગ નથી ત્યાં સંસારમાર્ગ છે. જે ભક્તિમાં બુદ્ધિ આવે ત્યારે તે ‘ઇમોશનલ’ રાખે, ‘હુંપણાનું ભાન કરાવડાવે, “રીલેટિવ' સ્વરૂપનું ભાન કરાવડાવે, ‘હું ચંદુલાલ છું. હું લોખંડનો મોટો વેપારી છું એવું ભાન કરાવડાવે. બુદ્ધિ પરાભક્તિ થવા ના દે. અહીં તો જ્ઞાન આપ્યા પછી પરાભક્તિ જ હોય. પરાભક્તિ તો કોને કહેવાય કે જે આત્મા માટે કરવામાં આવે, શુદ્ધાત્મા માટે, આત્મહેતુ માટે કરવામાં આવે છે. આત્મહેતુ માટે જાગે તે નીંદર કહેવાય. આત્મહેતુ માટે ખાય તે અનશન અને આત્મહેતુ માટે ભક્તિ કરે તે પરાભક્તિ.
(૨૦)
ગુરુ અને “જ્ઞાની'
યથાર્થ ગુરુ ! પ્રશ્નકર્તા : મારે પહેલાના ગુરુ છે તો અહીં તમને ગુરુ કરાય ?
દાદાશ્રી : ગુરુ તો બે જોઇએ જ. સંસારના ગુરુ શુભાશુભનું શિખવાડે. અને અહીં તો શુભાશુભથી છોડાવે. ખરી રીતે આ ગુરુપદ જ નથી. અહીં કોઇ બાધક વસ્તુ ના હોય, સાધક વસ્તુ જ હોય. સંસારના ગુરુ તો જોઇએ જ. એના આશીર્વાદ હોય તો ભૌતિક સુખો માટે બહુ કામ લાગે. ને આ તો અલૌકિક વસ્તુ છે ! પેલા લૌકિક ગુરુ કહેવાય.
પ્રશ્નકર્તા : લૌકિક ગુરુ એટલે શું ?
દાદાશ્રી : સારું શિખવાડે એ લૌકિક ગુરુ. સંસારનું સિંચન આ ભવમાં શા આધારે થાય ? યોજના ઘડાઇ ગઇ હોય તેના આધારે. માબાપ સારાં મળે, ઘડતર માટે ટાંકણાં સરસ મળે. બધુ લઇને જ આવે છે. ‘જ્ઞાની'ની કૃપા તો મુંગી હોય, મોઢે કે’ કે' ના કરે કે ધનવાન થજે કે પુત્રવાન થજે. પણ ‘જ્ઞાની”ની કૃપાથી મોક્ષ મળે !
પ્રશ્નકર્તા : દરેકને મોક્ષ મળવાનો જ છે તો પછી “જ્ઞાની”ની શી