________________
કુદરતી કાયદો : ભોગવે તેની ભૂલ
સાપ કરડ્યો ને ભાઇ મરી ગયા, તેમાં ભાઇની ભૂલ. સાપ તો પકડાશે ત્યારે એની ભૂલ ગણાશે.
૧૫૭
આપણે કોઇ સલેમાનને પૈસા આપ્યા હોય અને તે પછી છ મહિના સુધી સલેમાન પૈસા પાછા આપે નહીં, તો ? અલ્યા, આપ્યું કોણે? તારા અહંકારે એને પોષણ આપ્યું તેથી તે દયાળુ થઇને પૈસા આપ્યા, માટે હવે માંડી વાળ સલિયાને ખાતે અને અહંકારને ખાતે ઉધાર.
બે માણસ મળે ને લક્ષ્મીચંદ પર આરોપ આપે કે તમે મારું ખોટું કર્યું છે. તો લક્ષ્મીચંદને રાતે ઊંધ ના આવે,ને પેલો નિરાંતે ઊંધી ગયો હોય. માટે ભૂલ લક્ષ્મીચંદની. પણ દાદાનું વાક્ય ‘ભોગવે તેની ભૂલ' યાદ આવ્યું તો લક્ષ્મીચંદ નિરાંતે સૂઇ જશે, નહીં તો પેલાને કેટલીય ગાળો
ભાંડશે !
આ તો જેને ઢેખાળો વાગ્યો તેની જ ભૂલ. એકલી ભૂલ જ નહીં પણ ભોગવવાનું ઇનામ પણ છે. પાપનું ઇનામ મળે તો એ એનાં બૂરાં કર્તવ્યનો દંડ અને ફૂલાં ચઢે તો એનાં સારાં કર્તવ્યનું ઇનામ, છતાં બંને ભોગવટા જ છે - અશાતાનો અથવા શાતાનો.
ન્યાય માટે કોર્ટમાં જવું એ જ મોટામાં મોટો અન્યાય છે !
યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. આ દુઃખ દે છે એ તો માત્ર નિમિત્ત છે પણ મૂળ ભૂલ પોતાની જ છે. જે ફાયદો કરે છે એય નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે એય નિમિત્ત છે. પણ એ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે !
બાબો બારણું બંધ કરે ને આપણી આંગળી મહીં આવી જાય તો બાબાને વઢાય નહીં. આ તો ભોગવ્યું આપણે માટે આપણી ભૂલ. આ બાબાને શું કહેવું પડે ? એને કહેવું પડે કે, ‘જો તું આવું તોફાન કરતો હતો તેથી મારી આંગળી આવી ગઇ. ફરી આવું તોફાન ના કરીશ.’ આવું બાબાને સમજાવાય. પણ આ તો એને મારે. અલ્યા, નવી ગૂંચ શા માટે
પાડે છે ?
આપ્તવાણી-૨
આજના ધણી તો બૈરીને ચોંટી પડે છે. એને કહે કે, ‘આ દાળ તે વાયડી કરી.' અલ્યા, તું વાયડો ! ભૂલ તારી તે તારે ભાગે આ દાળ
આવી !
૧૫૮
લોકો કહે છે કે આ દેહ છે ત્યાં સુધી ભોગવટો છે; પણ ના, ભૂલ હોય ત્યાં સુધી જ ભોગવટો છે. અમારે ભોગવવાનું આવતું નથી, તેથી અમારી ભૂલ નથી.
વાઇફે તમારી આંખમાં દવા નાખી ને તમારી આંખ દુ:ખે તો તે તમારી ભૂલ. જે સહન કરે તેની ભૂલ, એમ ‘વીતરાગ’ કહે છે અને આ
લોકો નિમિત્તને બચકાં ભરે છે !
‘ભોગવે તેની ભૂલ’ એ કાયદો મોક્ષે લઇ જશે. કોઇ પૂછે કે, ‘મારે મારી ભૂલો કેવી રીતે ખોળવી ?” તો અમે એને શીખવાડીએ કે, ‘તને ક્યાં ક્યાં ભોગવટો આવે છે ? એ તારી ભૂલ. તારી શી ભૂલ થઇ હશે તે આવું ભોગવવાનું આવ્યું, એ ખોળી કાઢજે.' આ તો આખો દહાડો ભોગવટો આવે છે તે ખોળી કાઢવું જોઇએ કે શી શી ભૂલ થઇ છે!
અમને સામાની ભૂલ કેવી રીતે સમજાય ? સામાનું હોમ અને ફોરેન જુદા દેખાય. સામાના ફોરેનમાં ભૂલો થાય, ફોરેનમાં ગુના થાય તો અમે કશું બોલીએ નહીં, પણ હોમમાં કશું થાય તો અમારે તેને ટકોર કરવી પડે. મોક્ષે જતાં કશી અડચણ ના પડવી જોઇએ.
એક ‘ભોગવે એની ભૂલ' આટલું કહ્યું તો એક બાજુનું આખું પઝલ ઊડી ગયું અને બીજુ ‘વ્યવસ્થિત’ કહ્યુ તો બીજી બાજુનું પઝલ પણ ઊડી
જાય.
મહીંની પાર વગરની વસ્તી છે, તે કોણ ભોગવે તે ખબર પડે. કોઇ ફેરો અહંકાર ભોગવે છે, તો તે અહંકારની ભૂલ છે. કોઇક વખતે મન ભોગવે છે તો તે મનની ભૂલ છે, ક્યારેક ચિત્ત ભોગવે છે તે વખતે ચિત્તની ભૂલ છે. આ તો પોતાની ભૂલમાંથી ‘પોતે’ છૂટો રહી શકે તેમ
છે.