________________
કુદરતી કાયદો : ભોગવે તેની ભૂલ
૧૫૯
૧૬૦
આપ્તવાણી-૨
જે ચોર નથી એનું ગજવું કોણ કાપનાર છે? જેનામાં હિંસાનું એક પણ પરમાણુ નથી અને મારનાર કોણ ?! સાપ બાજુમાં જ હોય તોય તે તેને મારી ના શકે, એક ચારિત્ર્યવાન પુરુષ હોય અને સાપ ભરેલી રૂમમાંથી એ જાય તો સાપ ઉપરાછાપરી થઇ જાય અને માર્ગ આપે ને સાપ પણે હોય તો તે સાપ બળીને ભસ્મીભૂત થાય. આવો શીલનો પ્રતાપ છે ! અને આજે તો મચ્છરદાની બાંધી હોય તોય મચ્છર કરડી જાય!
ભગવાને શીલ કોને કડાં? કોઇ પણ જીવને મનથી, વાણીથી, કાયાથી, કષાયથી, અંતઃકરણથી ક્યારેય પણ દુઃખ ન આપવાનો જેને ભાવ છે એ શીલવાન છે ! એને જગતમાં કોઇ દુ:ખ કેમ આપી શકે ?
જ્ઞાની પુરુષ'નો એક જ શબ્દ સમજી જાય અને પકડી બેસે તો મોક્ષે જ જાય. કોનો શબ્દ ? જ્ઞાનીનો ! એનાથી કોઇને કોઇની સલાહ જ ના લેવી પડે, કે, કોની ભૂલ આમાં ? “ભોગવે એની ભૂલ.'
ન્યાય કરનારો ચેતન હોયને તો તો તે પક્ષાપક્ષી પણ કરે ! પણ જગતનો ન્યાય કરનારો નિતન-ચેતન છે. એને જગતની ભાષામાં સમજવું હોય તો તે કોમ્યુટર જેવું છે. આ કોમ્યુટરમાં તો પ્રશ્નો નાખો તો કોમ્યુટરની ભૂલ પણ થાય, પણ જગતના ન્યાયમાં ભૂલ ના થાય. આ જગતનો ન્યાય કરનાર નિકેતન-ચેતન છે, પાછો ‘વીતરાગ' છે !
જીવોની સંપૂર્ણ સ્વતંત્રતા કોઈ જીવ કોઇ જીવને હીચ કરી શકે જ નહી. જો એક જીવ બીજા જીવને હીચ આપી શકે તો “આ વર્લ્ડ ખોટું છે એમ કહી શકાય’, આ વર્લ્ડ નો સિદ્ધાન્ત ખલાસ થઇ જાય છે, તૂટી જાય છે ! કોઇ જીવ બીજા જીવને સહેજ પણ હીચ આપી શકે એટલી સ્વતંત્ર શક્તિ ધરાવતો હોય તો આખા વર્લ્ડના બધા સિદ્ધાન્ત ફ્રેકચર થઇ જાય છે. કોઇ જીવ બીજા જીવને કશું કરી શકે જ નહીં એવું આ સ્વતંત્ર જગત છે ! આપણું જ ફળ આપણને આપે છે ! બાકી કોઇ ઉપરી નથી. ઉપરી હોત તો તો મોક્ષ કોઇનોય ના થાત ! કોઇ માણસની તમારામાં આડખીલી નથી. તમારી જ ભૂલો તમારી ઉપરી છે.
કોઇ જીવ તને દુ:ખ દે છે, એ તો નિમિત્ત છે. તારું ગજવું કપાયું, તે શાથી ? ત્યારે કહે, એ કાપનારાને ગજવું કાપવાનું વ્યુ પોઇન્ટ આવ્યું છે. એને ગજવું કાપવામાં જ સુખ લાગે કે, આના સિવાય બીજું નથી કરવું. ગજવું કાપનારાને ૩૬૦ ડિગ્રીના સર્કલમાં ગજવું કાપવાનો જ વેપાર કરવો એવું દૃષ્ટિબિંદુ નક્કી થઇ ગયું હોય. એ એને જ વેપાર માને. ત્યારે એના ઘરાક પણ હોય ને ? કુદરતનું સંચાલન કેવું છે કે જેની કલમો હોય તેને પેલા ભાઇને ભેગો કરી આપે. જેણે દુ:ખ ભોગવ્યું એની ભૂલ. ‘ભોગવે તેની ભૂલ. અંધારાની ભૂલો અજવાળામાં પકડાય છે. જેનું ગજવું કપાયું ત્યારે ખુલ્લી થઇ !