________________
૧૫૬
આપ્તવાણી-૨
કુદરતી કાયદો : ભોગવે તેની ભૂલ
૧૫૫ ઉપર ચઢી ગઇ તેણે સ્ટેન્ડ ભાંગી નાખ્યું અને બાઇનેય કચડી નાખી ! ત્યાં પાંચસો માણસોનું ટોળું ભેગું થઇ ગયું. આ લોકોને કહીએ કે “આનો, ન્યાય કરો.” તો એ લોકો કહેશે કે, ‘બિચારી, આ બાઈ વગર ગુને મરી ગઇ. આમાં બાઇનો શો ગુનો ? આ ડ્રાઇવર નાલાયક છે. બાઇ બિચારી વગર ગુને મરી ગઇ, માટે ભગવાન જેવી કોઇ વસ્તુ જ આ સંસારમાં નથી લાગતી.”
લ્યો, આ લોકોએ આવું તારણ કાઢ્યું! પણ અમે શું કક, ‘ભોગવે એની ભૂલ.' ભગવાન તો છે જ. અલ્યા, આ ભગવાન ન હોત તો રતાં શું આ જગતમાં ? આ લોક તો શું જાણે કે આ ભગવાનનું ચલણ રતાં નથી. તે લોકોની ભગવાન ઉપરથીય આસ્થા ઊડી જાય. અલ્યા એવું નથી. આ બધા તો ચાલુ હિસાબ છે, આ એક અવતારના નથી. આજે એ બાઇની ભૂલ પકડાઇ તેથી ભોગવવું પડ્યું.
આ કળિયુગમાં એકિસડન્ટ અને ઇન્સિડન્ટ એવા હોય છે તે માણસ મૂંઝાઇ જાય છે. એકિસડન્ટ એટલે શું ? કે ‘ટુ મેની કોઝીઝ એટ એ ટાઇમ’ અને ઇન્સિડન્ટ એટલે શું ? કે “સો મેની કોઝીઝ એટ એ ટાઇમ.’ તેથી જ અમે શું કહીએ છીએ કે ‘ભોગવે તેની ભૂલ’ અને પેલો તો પકડાશે ત્યારે એની ભૂલ સમજાશે.
એક ડોસા મને કહે, “મને બહુ દુ:ખ ભોગવવાનું આવ્યું છે.” મેં પૂછયું, “કેમ કાકા, શું થયું છે ?” એ ભાઈ કહે, મારો છોકરો બહુ ખરાબ થઇ ગયો છે.' મેં પૂછયું, “એક જ છોકરો ખરાબ થઇ ગયો કે બધા જ ?” ડોસો કહે, “એક જ એવો પાક્યો છે. બીજા ત્રણ તો સારા છે.” મેં પૂછયું, ‘એ શું કરે છે ?”
ડોસો કહે, ‘દારૂ પીએ છે, રમી રમે છે, રેસમાં જાય છે, હોટલોમાં પડી રહે છે. એનાથી તો મને આખી રાત ઊંઘ આવતી નથી. એની ચિંતા રાતદા'ડો થયા જ કરે છે.”
મેં કળાં, ‘તો તો ભાઈ, તારી જ ભૂલ છે. એ તારી જ ભૂલથી આવું કરે છે. આ બીજા ત્રણ દીકરા સારા છે એનો આનંદ તું કેમ નથી લેતો?”
આ ડોસાના વંઠેલા છોકરાને મેં એક દિવસ પૂછયું, “અલ્યા, તારા બાપાને તો બહુ દુઃખ થાય છે ને તને કશું દુઃખ નથી થતું?”
છોકરો કહે, ‘મને શેનું દુઃખ ? બાપ કમાઇને બેઠા છે. એમાં મારે શેની ચિંતા, હું તો મજા કરું છું.'
એટલે આ બાપ-દીકરામાં ભોગવે છે કોણ ? બાપ. માટે બાપની જ ભૂલ. ‘ભોગવે તેની ભૂલ.’ આ છોકરો નાલાયક થઇ ગયો, દારૂ પીતો હોય, ગમે ત્યાં રઝળતો હોય, જુગાર રમતો હોય, ગમે તે કરતો હોય એમાં એના ભાઇઓ નિરાંતે ઊંધી ગયા છે ને ? એના મધર પણ નિરાંતે ઊંઘી ગયાં છે ને ? અને અક્કરમી આ ડોસો એકલો જ જાગે છે. માટે એની ભૂલ. એની શી ભૂલ ? ત્યારે કહે, આ ડોસાએ આ છોકરાને પૂર્વ ભવમાં ફટવેલો તે ગયા અવતારના આવા ઋણાનુબંધ પડ્યા છે. તેથી ડોસાને આવો ભોગવટો આવે છે. અને છોકરો એની ભૂલ ભોગવશે ત્યારે એની ભૂલ પકડાશે. આ તો બેમાંથી શેકાય છે કોણ ? જે શેકાય છે એની જ ભૂલ. આ આટલો એક જ કાયદો સમજી ગયા તો આખો મોક્ષ માર્ગ ખુલ્લો થઇ ગયો !
‘ભોગવે એની ભૂલ” આ વાક્ય બિલકુલ એક્કેક્ટ નીકળ્યું છે. અમારી પાસેથી ! એને તો જે જે વાપરશે તેનું કલ્યાણ થઇ જશે.
રસ્તામાં ઠોકર હોય અને સિનેમામાં કેટલાંય આવ-જા કરતા હોય ને ચંદુલાલ એકલાને જ ઠોકર વાગે. તો ચંદુલાલ કહેશે કે, “મને ઠોકર વાગી.” અલ્યા, તું ઠોકરને વાગ્યો ! ઠોકર તો હાલતી કે નથી ને ચાલતી યે નથી. પણ તું ભાગ્યશાળી તે તને ઠોકર વાગી ! પણ ભ્રાંતિથી કહે છે કે, “મને આ ઠોકર વાગી.” અલ્યા, આ તો ‘ભોગવે એની ભૂલ.’ આ કોઇ પોપાબાઈનું રાજ નથી. આ જગત એક્કેક્ટ ન્યાય સ્વરૂપ છે. ન્યાય વગર આ જગત એક સેકંડ પણ રક નથી !