________________
નિજ દોષ
૧૫૩
શું કરી શકે ? એ તો માત્ર તમારી ભૂલ બતાવે, પ્રકાશ પાડે. રસ્તો બતાવે કે ભૂલનું ઉપરાણું ના લેશો. પણ પછી જો ભૂલોનું ઉપરાણું લે કે, ‘આપણે તો આ દુનિયામાં રહેવું છે. તે આમ શી રીતે કરાય ?” અલ્યા, આ તો ભૂલને પોષી. ઉપરાણું ના લઇશ. એક તો ભૂલ કરે અને ઉપરથી કલ્પાંત કરે, તો કલ્પના અંત સુધી રહેવું પડશે !
પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા-આઝાદી જોઇતી હોય તો પોતાની બધી જ ભૂલો ભાંગી જાય તો મળે. ભૂલ તો ક્યારે જડે કે ‘પોતે કોણ છે' એનું ભાન થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે.
કુદરતી કાયદો : “ભોગવે તેની ભૂલ' ભગવાનનો કાયદો તો શું કહે છે કે જે ક્ષેત્રે, જે કાળે, જે ભોગવે છે તે પોતે જ ગુનેગાર છે. એમાં કોઇને, વકીલનેય પુછવાની જરૂર નથી. આ કોઇનું ગજવું કપાય તો એ કાપનારની આનંદની પરિણતિ હોય, એ તો જલેબી ખાતો હોય, હોટલમાં ચા-પાણી ને નાસ્તો કરતો હોય ને એ કાળે પેલો કે જેનું ગજવું કપાયું તે ભોગવતો હોય. માટે ભોગવનારની ભૂલ. એણે ક્યારેક પણ ચોરી કરી હશે તે આજે પકડાયા, માટે તે ચોર. ને પેલો તો જ્યારે પકડાશે ત્યારે ચોર કહેવાશે.
ભોગવે એની ભૂલ એ “ગુપ્ત તત્વ' કહેવાય. અહીં બુદ્ધિ થાકી જાય. જ્યાં મતિજ્ઞાન કામ ના કરે, એ વાત “જ્ઞાની પુરુષ' પાસે ઉઘાડી થાય, તે જેમ છે તેમ હોય. આ ગુપ્ત તત્વ બહુ સૂક્ષ્મ રીતે સમજવું જોઇએ.
કોઈ બાપોય ઉપરી નથી, કોઇ વઢનાર નથી. પણ આ તો તારી ગાંઠો જ તારી ઉપરી છે. ભૂલ બીજા કોઇનીય નથી. ભોગવે એની જ ભૂલ છે.
ડૉક્ટરે દર્દીન ઇન્જકશન આપ્યું પછી ડૉક્ટર ઘેર જઇને નિરાંતે ઊંઘી ગયો. ને પેલાને તો ઇન્જકશન આખી રાત દુ:ખ્યું, માટે આમાં ભૂલ કોની ? દર્દીની. ને ડૉક્ટર તો જ્યારે એની ભૂલ ભોગવશે ત્યારે એની ભૂલ પકડાશે.
બે પ્રકારની ભાષા છે : એક ‘બ્રાંતિ ભાષા” અને બીજી ‘વીતરાગ ભાષા.' વીતરાગની ભાષામાં ભોગવે એની જ ભૂલ.
એક બાઈ મુંબઇના બસ સ્ટેન્ડ ઉપર ઊભી હતી. તે બસ-સ્ટેન્ડ ઉપર ઊભું રહેવું એ કંઇ ગુનો કહેવાય ? એટલામાં એક બસ આવી ને સ્ટેન્ડ