________________
નિજ દોષ
૧૪૯
૧૫૦
આપ્તવાણી-૨
આપીને જાય. આ સુખ મળે છે તે નિમિત્તથી જ સુખ મળે છે ને દુ:ખેય નિમિત્તથી જ મળે છે !
‘જ્ઞાની પુરુષ’ ગૂંચો પાડેલી નહીં, તેથી તેમને અત્યારે બધું આગળ ને આગળ વૈભવ મળ્યા કરે. અને તમને બધાંને અત્યારે આ અવતારમાં જ્ઞાની પુરુષ’ મળી ગયા છે, માટે પાછલી ગૂંચોનો સમભાવે નિકાલ કરી, નવી ગૂંચો ફરી ના પાડશો, તો ફરી એ ગૂંચો નહીં આવે અને ઉકેલ આવી જશે.
ગ્રંથિ-ટેવ, સ્વભાવમય
આ લોકો ઊંધી કોશિશ કરે છે. એનાં કરતાં કોઇ ‘છૂટેલો’ હોય તેની પાસે જા તો તારો છૂટકો કરી આપે. આ તો પોતે જ ડૂબેલા તે બીજાને શી રીતે તારે ? જે ડોક્ટરો તરેલા નહીં, પોતે જ ડૂબકાં ખાતા હોય તે બીજાને શી રીતે તારે ? કોઇ ફેરો સંજોગ સારો બાઝયો નથી. હવે આ સારો સંજોગ ‘જ્ઞાની પુરુષ'નો બાઝયો છે તો તમારું કામ નીકળી જશે. જ્યારે ત્યારે ભૂલ તો ભાંગવી જ પડશેને ? અતિ અતિ મુશ્કેલ શું છે ? ‘મોક્ષદાતા પુરુષ' ! અને “મોક્ષદાતા’ મળ્યા પછી તમને બંધનમાં શું કામ રાખે ?
અમે તમને ‘સ્વરૂપ જ્ઞાન’ આપ્યું તે પછી તમને જે દશા ઉત્પન્ન થઇ છે તે કૃષ્ણ ભગવાને કહેલી ‘સ્થિતપ્રજ્ઞ' દશા કરતાં ઘણી ઊંચી દશા છે. આ તો ‘પ્રજ્ઞા” કહેવાય ! તેનાથી રાગ-દ્વેષને નીંદી નાખવાના.
આ જગત ‘વ્યવસ્થિત' છે. તે ‘વ્યવસ્થિત શક્તિ', આપણી ગુનેગારી હતી તે પાછી આપણી પાસે મોકલે. તેને આવવા દેવી અને આપણે આપણાં મોક્ષમાં રહીને તેનો નિકાલ કરી નાખવાનો. ગયા અવતારમાં જે જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે, તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તોય તે ભૂલ નડે, એનું નામ ગુનેગારી !
ગુનેગારી - પાપ-પુણ્યતી આ ગુનેગારી બે પ્રકારની છે : અમને ફૂલો ચઢાવે તેય ગુનેગારી અને પથરા પડે તેય ગુનેગારી ! ફુલો ચઢે એ પુણ્યની ગુનેગારી અને પથરા પડે એ પાપની ગુનેગારી છે. આ કેવું છે ? પહેલાં જે ભૂલો કરેલી તેનો કોર્ટમાં કેસ ચાલે ને પછી ન્યાય થાય. જે જે ભૂલો કરેલી તે તે ગુનો ભોગવવો પડે, તે ભૂલો ભોગવવી જ પડે. એ ભૂલોનો આપણે સમતાભાવે નિકાલ કરવાનો. એમાં કશું જ બોલવાનું નહીં. બોલે નહીં તો શું થાય? કાળ આવે એટલે ભૂપ્લે આવે અને તે ભોગવાઇ ને નીકળી જાય. મોટી નાતોમાં આ બોલવાથી જ તો બધી ગૂંચો પડેલી છે ને ! માટે તે ગૂંચો ઉકેલવા મૌન રાખે તો ઉકેલ આવે એવું છે.
‘જ્ઞાની પુરુષ'ની વાણી તો પ્રત્યક્ષ સરસ્વતી હોય અને તે સાંભળતાં સાંભળતાં બધું આવડી જાય. જે જે નિમિત્ત આવે તે તે ભૂલનો ભોગવટો
પોતાના બધા જ દોષો દેખાવા જોઇએ, એટલે દોષ કહે, ‘આપણે આ ઘર છોડો.” આ દોષ દેખાયો પછી જ્યારે ત્યારે એને ગયે જ છૂટકો. કેટલાક દોષો તો આ ડુંગળીના પડની પેઠે હોય. ડુંગળીને આઠ, દસ પડ હોય, તેમ દોષોનેય તેટલાં પડ હોય. કેટલાક દોષોને બે, પાંચ તો કેટલાકને સો સો પડ હોય ! માટે ‘અમે’ કવાં છે કે, “મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ ‘હું જાણું છું.”
હવે સ્વભાવ એટલે શું ? કે કોઇને દસ પડવાળી ડુંગળી હોય, કોઇને સો પડવાળી ડુંગળી હોય અને કોઇને લાખ પડવાળી હોય ! મનવચન-કાયાની ટેવોનો ફેરફાર ના થાય. ટેવોનો વાંધો નથી. ટેવોનો ફેરફાર ના યે થાય. કારણ કે પ્રકૃતિનો ફેરફાર ના થાય, પણ સ્વભાવ ઊડી જાય. જે ગાંઠથી બીજ પડે છે તે ઊડી જાય. જેટલી વખત પ્રતિક્રમણ કરે તેટલાં પડ ઊખડે. પ્રતિક્રમણ કર્યું એટલે પડું ઉખર્ચે છૂટકો. ‘દાદા’ની હાજરીમાં આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવાનાં એટલે દોષો ધોવાઈ જાય ને ફરી ભૂલ થાય તો ફરીથી પ્રતિક્રમણ કરવાનું. છતાં, જગતના લોકો કહેશે કે, ‘ફરી ફરી એનાં એ જ કર્મ કરે છે અને ફરી ફરી પ્રતિક્રમણ કરે છે.” હા, એનું નામ જ સંસાર છે !
લાલ વાવટો ? - થોભો. કોઇ આપણી સામે લાલ વાવટો ધરે તો તે આપણી ભૂલ છે. જગત વાંકું નથી. આપણા વાંકથી એ લાલ વાવટો ધરે છે. માટે આપણે પૂછીએ