________________
નિજ દોષ
૧૪૭
૧૪૮
આપ્તવાણી-૨
પહેલાં ‘ક્રમિક’ માર્ગમાં તમે તપ-ત્યાગ કરતા હતા, છતાં પોતાની ભૂલો દેખાતી નહોતી. માટે હવે આ ‘અક્રમ’ માર્ગ પામ્યા છો તો કામ કાઢી લો. આ તો સાહેબ પાસે જાય ને કહે, ‘સાહેબ, મને છોડાવો, સાહેબ મને છોડાવો.’ પણ પેલો જ બંધાયેલો હોય તે તને શી રીતે છોડાવશે? અત્યારે તો જે આ ટ્રીક કરે છે, કપટ કરે છે તે કપટથી બંધાયેલો ક્યારે છૂટશે ? કોઈ બાપોય બાંધનાર નથી. હોત તો તો ભક્તિથી કરગરે, માફી માગે તોય સાહેબ છોડે; પણ ના, એવું નથી, આ તો પોતાની જ ભૂલથી ‘પોતે’ બંધાયો છે. 'જ્ઞાની પુરુષ' અંગુલિનિર્દેશ કરે કે આમ કરો, તો ભૂલ ભાંગ. કાં તો ‘જ્ઞાની પુરુષ'ની આજ્ઞા પાળે તો કામ થાય !
ભગવાને શું કરો કે, ‘પોતે શાનાથી બંધાયો છે ? માત્ર ચાલી આવતા વેરથી બંધાયો છે.’ એનાથી જ જગત ચાલતું આવ્યું છે. કન્ટિન્યુઅસ વેરથી ગૂંચો પાડેલી. આ તો પાછો વેરનું ઉપરાણું લે, તે જ પાછું આવતે ભવ આવે અને ગુંચ ઉકેલવાને બદલે તે વખતે બીજી પાંચ નવી પાડતો જાય !
લોક માને કે ભગવાન ઉપરી છે તે તેમની ભક્તિ કરીશું, તો છૂટી જઇશું; પણ ના, કોઇ બાપોય ઉપરી નથી. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. પોતે જ પોતાનો ઉપરી છે. આમાં બીજો કોઇ બાપોય આંગળી ઘાલતો નથી. આપણો બોસ છે તેય આપણી ભૂલથી ને અન્ડરહેન્ડ છે તેય આપણી ભૂલથી જ છે. માટે ભૂલ ભાંગવી પડશે ને ?
પોતાની જ ભૂલ છે એમ જો ના સમજાય તો આવતા ભવનું બીજ પડે. આ તો અમે ટકોર મારીએ. પછી ના ચેતે તો શું થાય ? અને આપણી ભૂલ ના હોય તો મહીં સહેજ પણ ડખો ના થાય. આપણે નિર્મળ દૃષ્ટિએ જોઇએ તો જગત નિર્મળ દેખાય અને આપણે વાંકું જોઇએ તો વાંકું દેખાય. માટે પ્રથમ પોતાની દૃષ્ટિ નિર્મળ કરો.
પ્રાકૃત ગુણોતો મોહ શો ? પ્રશ્નકર્તા : દાદા, આપણે દોષ નહિ જોવાના ને ગુણો જોવાના ?
દાદાશ્રી : ના. દોષોય નહીં જોવાના ને ગુણોય નહીં જોવાના. આ દેખાય છે એ ગુણો તો બધા પ્રાકૃત ગુણો છે. તે એકેય ટકાઉ નથી. દાનેશ્વરી હોય તે પાંચ વર્ષથી માંડીને પચાસ વર્ષ સુધી એ જ ગુણમાં રકો હોય, પણ સનેપાત થાય ત્યારે એ ગુણ ફરી જાય. આ ગુણો તો વાત, પિત્ત અને કફથી દ્વા છે અને એ ત્રણેમાં મલ થાય તો સનેપાત થાય ! આવા ગુણો તો અનંત અવતારથી ભેળા કર કર કર્યા છે. છતાં, આમાં પ્રાકૃત દોષો ભેગા ના કરવા જોઇએ. પ્રાકૃત સારા ગુણો પ્રાપ્ત કરે તો ક્યારેક આત્મા પ્રાપ્ત કરી શકશે. દયા, શાંતિ એ બધા ગુણો હોય તે પણ જો વાત, પિત્ત ને કફ બગડ્યાં તો તે બધાંને માર માર કરે. આ તો પ્રકૃતિનાં લક્ષણ કહેવાય. આવા ગુણોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. તેનાથી કોઇક અવતારમાં ‘જ્ઞાની પુરુષ' મળી આવે, તો કામ થાય. પણ આવા ગુણોમાં બેસી રહેવું નહીં, કારણ કે ક્યારે એમાં ફેરફાર થઇ જાય એ કહેવાય નહીં. એ પોતાના શુદ્ધાત્માના ગુણો નથી. આ તો પ્રાકૃત ગુણો છે. એને તો અમે ભમરડા કહીએ છીએ. આખું જગત પ્રાકૃત ગુણોમાં જ છે. આખું જગત ભમરડા છાપ છે. આ તો સામાયિક પ્રતિક્રમણ પ્રકૃતિ કરાવે અને પોતાને માથે લે છે, ને કહે છે કે મેં કર્યું” તે ભગવાનને પૂછે તો ભગવાન કહે કે, “આ તો તું કાંઇ જ કરતો નથી.’ આ કોઇ દિવસ પગ ફાટતો હોય તો કહે “હું શું કરું ?” પ્રકૃતિ પરાણે કરાવે છે ને કહે છે કે “મેં કર્યું ! અને તેથી તો એ આવતા અવતારનું બીજ નાખે છે. આ તો ઉદયકર્મથી થાય અને એનો ગર્વ લે. આ ઉદયકર્મનો ગર્વ લે એને સાધુ શી રીતે કહેવાય ?
મુક્ત પુરુષ જ છોડાવે આ બધી ભૂલ તો ખરીને ? એની તપાસેય નથી કરીને ?
પ્રશ્નકર્તા: આમાંથી નીકળવાની કોશિશ કરીએ છીએ, પણ વધારે ખૂંચતા જઇએ છીએ.
દાદાશ્રી : ના, એવી કોશિશ જ ના કરશો. અહીં ખોદવાનું છે ને ભાઇ બીજે ખોદી આવે તો પછી એનું શું થાય ? ઊલટો દંડ થાય ! એવું