________________
નિજ દોષ
૧૪૫
૧૪૬
આપ્તવાણી-૨
ઘરમાં બધી વાતો થાય, અમારી પાસે બધાની ફરિયાદ થાય તો અમે શું કરતા કે બધાંની વાતો સાંભળીએ ને પછી ન્યાય કરીએ. સાચો ન્યાય કરવાથી ગુનેગાર પછી વધે નહીં. ગુનેગાર સમજે કે આ તો ન્યાય કરે છે, માટે આપણી ભૂલ પકડાઇ જશે !
કરનારની વધારે જોખમદારી કહેવાય ! કર્યાનું ફળ કોને વધારે મળે? તો કે, જેણે વધારે બુદ્ધિ વાપરી તેના આધારે તે વહેંચાઇ જાય ! આ લોક તો કેવા છે કે બીજાની બધી જ ભૂલો જડે અને પોતાની એકેય ભૂલ ના દેખાય! જ્યારે મન આડું ચાલે ત્યારે કહેશે કે હવે તો આ જગતથી કંટાળ્યો ! મહીં બુદ્ધિ ડખો કરે ત્યારે કહેશે કે મારી બુદ્ધિ આડી થાય છે. મહીં પાર વગરના ‘રામાયણ’ અને ‘મહાભારત” બધું જ છે, તેનો જ તે માલિક થઇ બેઠો છે !
બ્રહ્માંડનો માલિક કોણ ?
આ જગતમાં આપણે ખુલાસો જ કરવાનો ના હોય. ગુનેગારને જ ખુલાસા કરવાની હોય, ખુલાસા આપવાના હોય. આ જગતમાં બધાંને આર્બિટ્રેટર થવું છે. હું કોઇ આર્બિટર પેસવા જ ના દઉં. આ જગતમાં ક્યારેય પણ આનાથી નવી જાતનું થવાનું નથી. કાદવ તો કહે છે, તને ગમતું હોય તો હાથ ઘાલજે. તારે હાથ ધોવા જવું પડશે. આપણે તો આપણી જ નાડ જોવાની છે. આપણો કોઇ આર્બિટ્રેટર થાય તેવો સ્કોપ જ ના આપીએ.
આ તો આખો દાડો મારું ને તારું, મારું ને તારું કર્યા કરે છે ! અને એમાં પોતે જરા જોડે લઇ જતો નથી ! બીજા જન્મમાં કઇ કઇ ચીજો જોડે લઇ જવાના તમે ? અહીં કોઇની જોડે ઝઘડો કર્યો તે ગંચો જોડે લઇ જવાની, કોઇને દાન આપ્યું તે જોડે લઇ જવાનું અને અહંકાર તો જોડ જ લઇ જવાનો. આ બધી ગૂંચોનો માલિક અહંકાર તે તો જોડે જ રહેવાનો. ક્રોધ, માન, માયા, લોભ ને અહંકાર તો જોડે જ આવે.
આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી તે આખા બ્રહ્માંડનો માલિક થઇ ગયો ! આ જગત આપણી માલિકીનું છે તેવું સમજાય એ જ મોક્ષ ! હજી એવું શાથી સમજાયું નથી? કારણ કે આપણી જ ભૂલોએ બાંધેલા છે તેથી. આખું જગત આપણી જ માલિકીનું છે ! કોઇ આપણને ગાળ આપે તો તે કંઇક ખાતામાં બાકી હશે તેથી, તો તે જમે કરી લેવાનું. હવે ફરી કોણ વેપાર માંડે ? જમે કરી લઇએ તો વેપાર બંધ થતો જાય અને તે પછી સારો માલ આવશે.
અનુમોદતનું ફળ પ્રશ્નકર્તા : બીજાના દોષે પોતાને દંડ મળે ?
દાદાશ્રી : ના, એમાં કોઇનોય દોષ નહીં. પોતાના દોષથી જ સામેવાળા નિમિત્ત બને. આ તો ભોગવે એની ભૂલ. કરવું, કરાવવું અને અનુમોદવું, એ અનુમોદનનુંય ફળ આવે. કર્યા વગર ફળ ના આવે.
પ્રશ્નકર્તા : અનુમોદન કોને કહેવાય ?
દાદાશ્રી : આ કોઇ કાંઇ કરતાં અચકાતો હોય તો તમે કહો કે તું તારે કર, હું છું ને !” તે અનુમોદન કહેવાય, અને અનુમોદન
આ આંખ હાથથી દબાઈ જાય તો વસ્તુ એક હોય તો બે દેખાય. આંખ એ આત્માનું રીયલ સ્વરૂપ નથી. એ તો રીલેટિવ સ્વરૂપ છે. છતાં, એક ભૂલ થવાથી એકને બદલે બે દેખાય છે ને ! આ કાચના ટુકડા જમીન ઉપર પડ્યા હોય તો કેટલી બધી આંખો દેખાય છે ? આ જરાક આંખની ભૂલથી કેટલી બધી આંખો દેખાય છે ? તેમ આ આત્મા પોતે દબાતો નથી, પણ સંયોગોના પ્રેસરથી એકના અનંત રૂપે દેખાય છે. આ જગત આખું ભગવત્ સ્વરૂપ છે. આ ઝાડને કાપવાનો માત્ર ભાવ જ કરે તોય કર્મ ચોંટે તેમ છે. સામાનું જરા ખરાબ વિચાર્યું તો પાપ અડે ને સારો ભાવ કરે તો પુણ્ય અંડે, મનમાં ભાવ બગડે તેય પોતાની ભૂલ. આ આપણે અહીં સત્સંગમાં આવ્યા ને અહીં માણસો ઊભા હોય તો થાય કે આ બધા શું ઊભા છે ? તે મનમાં ભાવ બગડે, તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે.