________________
નિજ દોષ
૧૪૩
૧૪૪
આપ્તવાણી-૨
ભૂલો તો કોણ ભાંગી શકે ? ‘જ્ઞાની પુરુષ', કે જે પોતાની સર્વ ભૂલો ભાંગીને બેઠા છે, જે શરીર છતાંય અશરીરી ભાવે - વીતરાગ ભાવે રહે છે. અશરીરી ભાવ એટલે જ્ઞાનબીજ. બધી ભૂલ્લ ભાંગ્યા પછી પોતાને અજ્ઞાનબીજ નાશ થાય ને જ્ઞાનબીજ ફુલ ઊગે, તે અશરીરી ભાવ, જેને કિંચિત્ માત્ર-સહેજ પણ દેહ પર મમતા છે તો એ અશરીરી ભાવ કહેવાય નહીં. ને એ દેહ પરથી મમતા જાય શી રીતે ? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મમતા જાય નહીં.
દોષોનો આધાર પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષ કેમ દેખાય છે ?
દાદાશ્રી : પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય છે. આ ‘દાદા'ને બધા નિર્દોષ જ દેખાય. કારણ કે પોતાની બધી જ ભૂલો તેમણે ભાંગી નાખી છે. પોતાનો જ અહંકાર સામાની ભૂલો દેખાડે છે. જેને ભૂલ જ જોવી છે અને પોતાની બધી જ ભૂલો દેખાવાની, જેને નિર્દોષ જોવા છે તેને બધાં નિર્દોષ જ દેખાવાના !
જેની ભૂલ થાય તે ભૂલનો નિકાલ કરે. સામાની ભૂલનો આપણને શો ડખો ?
પ્રશ્નકર્તા: દાદા, દોષો ના જોવા હોય છતાં જોવાઇ જાય અને ભૂતાં વળગે તો શું કરવું ?
દાદાશ્રી : જે ગૂંચવે છે એ બુદ્ધિ છે. એ વિપરીત ભાવને પામેલી બુદ્ધિ છે અને ઘણા કાળની છે. એને પાછો ટેકો છે તેથી એ જતી નથી. જો એને કળાં કે આ માટે હિતકારી નથી તો એનાથી છૂટી જવાય. આ તો નોકર હોય તેને કળાં કે તારું કામ નથી, પછી એની પાસે ધક્કો ખવરાવીએ તો ચાલે ? તેમ બુદ્ધિને એકેય વખત ધક્કો ના ખવરાવીએ. આ બુદ્ધિને તો તદ્દન અસહકાર આપવાનો. વિપરીત બુદ્ધિ સંસારના હિતાહિતનું ભાન દેખાડનારી છે, જયારે સમ્યક્ બુદ્ધિ સંસાર ખસેડી મોક્ષ ભણી લઇ જાય છે.
પ્રશ્નકર્તા : દોષ છૂટતા નથી તો શું કરવું ?
દાદાશ્રી : દોષ છૂટે નહીં, પણ એને આપણી વસ્તુ હોય એમ કહીએ તો છૂટે.
પ્રશ્નકર્તા : પણ એવું કહીએ છતાં ના છૂટે તો શું કરવું ?
દાદાશ્રી : આ તો જે દોષો બરફ જેવા થઇ ગયા છે તે એકદમ કેમ છૂટે ? છતાં, એ શેય ને આપણે જ્ઞાતા એ સંબંધ રાખીએ, તો એનાથી એ દોષો છૂટે. આપણો ટેકો ના હોવો જોઇએ. ટેકો ના મળે તો એને પડ્યું જ છૂટકો. આ તો આધારથી વસ્તુ ઊભી રહે છે. નિરાધાર થાય તો પડી જાય. જગત આ (અજ્ઞાન) આધારથી ઊભું રડ્યાં છે. નિરાધાર થાય તો તો ઊભું જ ના રહે, પણ નિરાધાર કરતાં આવડે નહીં ને ! એ તો જ્ઞાનીઓના જ ખેલ ! આ જગત તો અનંત ‘ગુલા’વાળું, એમાં ‘ગુદામાં ગુલા’ ભાગને શી રીતે સમજે !
ફરિયાદી જ ગુનેગાર પહેલું ફરિયાદ કરવા કોણ આવે ? કળિયુગમાં તો ગુનેગાર હોય તે જ પહેલો ફરિયાદ કરવા આવે ! અને સયુગમાં જે સાચો હોય તે પહેલાં ફરિયાદ કરવા આવે. આ કળિયુગમાં ન્યાય કરનારા પણ એવા કે જેનું પહેલું સાંભળ્યું એના પક્ષમાં બેસી જાય !
આ નાની બેબી હોય તે સાંજે બાપા ઘેર આવે કે તરત જ બેબી બાપા પાસે જાય ને કહે, ‘બાપા, આ બાબાએ મને આમ, આમ કાં. તે પછી બાપા તરત જ બેબીના પક્ષમાં બેસી જાય ને બાબાને કહે કે “એય અહીં આવ ! આમ કેમ કર્યું. અલ્યા ?” બાબાને ભાંડતા પહેલાં બાબાને પૂછે, બેબીની વાતનો પડઘો શો હતો ? અને કેમ બેબીએ ફરિયાદ કરી ને બાબાએ કેમ ફરિયાદ ના કરી ? બાબાએ શું કર્યું હતું? આ તો પોતે સેન્સિટિવ તે બેબીની વાત સાચી માની લે. પાછો તે કહે કે હું જરા કાનનો કાચો તે ભૂલ થઇ ગઇ ! આ તો પોતે ડફોળ ને કાનની ભૂલ કહે છે ! પોતે તારણ ના કાઢે કે બેબી ગુનેગાર તે પહેલી ફરિયાદ કરવા આવી !