________________
નિજ દોષ
૧૪૧
૧૪૨
આપ્તવાણી-૨
દોષ છે. આ તો ‘હું ચંદુલાલ છું ત્યાં સુધી બીજા દોષીય ઊભા છે અને એક વખત ‘પોતાના સ્વરૂપનું ભાન થાય તો પછી બીજા દોષો ઠંડતા થાય !
તિષ્પક્ષપાતી દષ્ટિ ‘સ્વરૂપના જ્ઞાન’ વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે, “જ ચંદુલાલ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાકો ડમરો છું' એમ રહે. અને “સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા; મનવચન-કાયા પર તમને પક્ષપાત ના રહો. તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય-તે પોતે ‘પરમાત્મા સ્વરૂપ” થઇ ગયો ! વીર ભગવાન થઇ ગયો !!! અમારું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો. કારણ કે ‘હું ચંદુલાલ નથી, હું શુદ્ધાત્મા છું' - એ સમજાય પછી નિષ્પક્ષપાતી થવાય. કોઇનો સહેજેય દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષ દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. પહેલાં તો ‘હું જ છું’ એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય, અને ઉપયોગ અંદર તરફ જ હોય, એટલે બીજાના દોષો ના દેખાય ! પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે અમારું આપેલું જ્ઞાન” પરિણમવાનું શરૂ થઇ જાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય. બીજાના દોષ દેખાય તો તો બહુ ગુનો કહેવાય. આ નિર્દોષ જગતમાં કોઇ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય ? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં અને ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે.
દોષો પ્રતિક્રમણથી ધોવાય. કોઇની અથડામણમાં આવે એટલે પાછા દોષો દેખાવા માંડે. ને અથડામણ ના આવે તો દોષ ઢંકાયેલા રહે. પાંચસો-પાંચસો દોષો રોજના દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહુતિ પાસે
આવી રહી છે. અમારે જ્ઞાન પછી હજારો દોષો રોજના દેખાવા લાગેલા. જેમ દોષ દેખાતા જાય તેમ તેમ દોષ ઘટતા જાય. ને જેમ દોષો ઘટે તેમ જાગૃતિ’ વધતી જાય. હવે અમારે ફક્ત સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો રકા છે, જેને અમે ‘જોઇએ છીએ અને જાણીએ. એ દોષ કોઇને હરકતકર્તા ના હોય. પણ કાળને લઇને એ અટક્યા છે. અને તેનાથી જ ૩૬૦ ડિગ્રીનું ‘કેવળ જ્ઞાન’ અટક્યું છે અને ૩૫૬ ડિગ્રીએ આવીને ઊભું રહી ગયું છે ! પણ અમે તમને પૂરું ૩૬૦ ડિગ્રીનું “કેવળ જ્ઞાન’ કલાકમાં જ આપીએ છીએ. પણ તમનેય પચશે નહીં. અરે, અમને જ ના પચ્ચે ને ! કાળને લઇને ૪ ડિગ્રી ઊણું રકાં ! મહીં પૂરેપૂરું ૩૬૦ ડિગ્રી રીયલ છે અને રીલેટિવમાં ૩૫૬ ડિગ્રી છે. આ કાળમાં રીલેટિવ પૂર્ણતાએ જઈ શકાય તેમ નથી. પણ અમને તેનો વાંધો નથી. કારણ કે મહીં અપાર સુખ વર્યા કરે છે !
આ વર્લ્ડમાં કોઈ તમારો ઉપરી જ નથી તેની હું તમને ગેરેન્ટી આપે છું. કોઈ બાપોય તમારો ઉપરી નથી. ‘તમારી ભૂલો એ જ તમારો ઉપરી છે !” જો ‘જ્ઞાની પુરુષ' મળી જાય તો તમારી ભૂલ ભાંગી આપે. તું તારી જ ભૂલોથી બંધાયો છે. આ તો માને કે આ સાધનથી હું છૂટવાનો પ્રયત્ન કરું છું, તે એ જ સાધનથી તું બંધાય છે !
એક એક અવતારે એક એક ભૂલ ભાંગી હોત તોય મોક્ષ સ્વરૂપ થઇ જાત, પણ આ તો એક ભૂલ ભાંગવા જતાં નવી પાંચ ભૂલ વધારી આવે છે ! આ બહાર બધું રૂપાળુંબંબ જેવું ને મહીં બધો-કકળાટનો પાર નહીં ! આને ભૂલ ભાંગી કેમ કહેવાય ? તમારો તો કોઈ ઉપરી જ નથી. પણ ભૂલ બતાવનાર જોઇએ. ભૂલોને ભાંગો, પણ પોતાની ભૂલ પોતાને કેવી રીતે જડે ? અને તેય એકાદ-બે જ છે કંઇ ? અનંત ભૂલો છે !!! કાયાની અનંતી ભૂલો છે. વાણીની અનંતી ભૂલો છે. વાણીની ભૂલો તો બહુ ખોટી દેખાય. કોઇને જમવા બોલાવવા ગયા હો તે એવું કઠોર બોલે કે બત્રીસ ભાતનું જમવાનું તેડું હોય તોય ના ગમે. એના કરતાં ના બોલાવે તો સારું એમ મહીં થાય. અરે, ચા પાય તો કર્કશ વાણી નીકળે. અને મનના તો પાર વગરનાં દૂષણો હોય !