________________
નિજ દોષ
૧૩૫
૧૩૬
આપ્તવાણી-૨
આપણે આપણી ભૂલથી બંધાયા છીએ. ભૂલ ભાંગે તો તો પરમાત્મા જ છીએ ! જેની એક પણ ભૂલ નથી એ પોતે જ પરમાત્મા છે. આ ભૂલ શું કહે છે ? તું મને જાણ, મને ઓળખ. આ તો એવું છે, કે ભૂલને પોતાનો સારો ગુણ માનતા હતા. કે ભૂલનો સ્વભાવ કેવો છે કે તે આપણી ઉપર અમલ કરે. પણ ભૂલને ભૂલ જાણી તો તે ભાગે. પછી ઊભી ના રહે, ચાલવા માંડે. પણ આ તો શું કરે કે એક તો ભૂલને ભૂલ જાણે નહીં ને પાછો એનું ઉપરાણું છે. તેથી ભૂલને ઘરમાં જ જમાડે.
ભૂલતું ઉપરાણું પ્રશ્નકર્તા : દાદા, ભૂલનું ઉપરાણું કેવી રીતે લેવાય છે ?
દાદાશ્રી : આ આપણે કોઇને ટેડકાવ્યા પછી કહીએ કે, ‘આપણે એને ટૈડકાવ્યા ના હોત તો એ સમજત જ નહીં. માટે એને ટેડકાવવો જ જોઇએ.’ આનાથી તો એ ‘ભૂલ’ જાણે કે આ ભાઇને મારી હજી ખબર નથી અને પાછો મારું ઉપરાણું લે છે, માટે અહીં જ ખાઓ, પીઓ ને રહો ! એક જ વખત જો આપણી ભૂલનું ઉપરાણું લેવાય તો એ ભૂલનું દસ વર્ષનું આયુષ્ય લંબાય ! કોઇ ભૂલનું ઉપરાણું ના લેવાય.
અમારામાં આડાઇ જરાય ના હોય. કોઇ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ કરી લઇએ. કોઇ કહે કે આ તમારી ભૂલ છે તો અમે કહીએ કે, ‘હા ભાઇ, આ તેં અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર.” આપણે તો જાણીએ કે જે ભૂલ આપણને દેખાતી નહોતી, એ ભૂલ એણે બતાવી આપી માટે એનો ઉપકાર. જો રોજ પચ્ચીસ જેટલી ભૂલો સમજાય તો તો અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. આ ભૂલ શું તે સમજાય એ માટે આપણે કદાં છે ને, કે ‘ભોગવે એની જ ભૂલ.’ ભોગવ્યું તો ભૂલ તારી. આ તારું ખિસું કપાય ને તું બીજાને ગાળો આપે તેથી ભૂલને એકસ્ટેન્શન મળે. ભૂલ જાણે કે આ તો મને જમાડવાની જ વાત કરે છે. પછી તે જાય નહીં. આ કોઇ ઘર બાળી મૂકે તો બાળનારને ગાળો આપે. પણ બાળનાર તો ઘેર આરામ કરતો હોય. આ તો પોતાની જ ભૂલ. અત્યારે કોણ ભોગવે છે ? એની ભૂલ.
‘દાદા’ ચોર છે એમ પાછળ લખ્યું હોય તો એ ભૂલ અમારી ! કારણ કે એવું કોણ નવરું હોય આ લખવા ? ને અમારી જ પાછળ કેમ લખ્યું ? એટલે અમે તરત જ ભૂલ એકસેપ્ટ કરી નિકાલ કરી નાખીએ. આ કેવું છે કે પહેલાં ભૂલો કરેલી તેનો નિકાલ ના કર્યો તેથી એ જ ભૂલો ફરી આવે છે. ભૂલોનો નિકાલ કરતાં ના આવડ્યો તેથી એક ભૂલ કાઢવાને બદલે બીજી પાંચ ભૂલ કરી !
સંસાર નડતો નથી, ખાવાપીવાનું નડતું નથી, નથી તપે બાંધ્યા કે નથી ત્યાગે બાંધ્યા. પોતાની ભૂલે જ લોકને બાંધ્યા છે ! મહીં તો પાર વગરની ભૂલો છે, પણ માત્ર મોટી મોટી પચ્ચીસેક જેટલી જ ભૂલો ભાંગે તો છવ્વીસમી એની મેળે ચાલવા લાગે.
કેટલાક તો ભૂલને જાણે છતાં પોતાના અહંકારને લઇને તેને ભૂલ ના કહે. આ કેવું છે ? એક જ ભૂલ અનંત અવતાર બગાડી નાખે, એ તો પોષાય જ નહીં !
‘જ્ઞાની પુરુષ'માં, દેખાય એવી સ્થૂળ ભૂલો ના હોય અને સૂક્ષ્મ ભૂલો પણ ના હોય. એમને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો હોય પણ તેના ‘અમે’ ‘જ્ઞાતા દ્રષ્ટા’ રહીએ, આ દોષની તેમને વ્યાખ્યા આપું : સ્થૂળ ભૂલ એટલે શું ? મારી કંઇક ભૂલ થાય તો જે જાગ્રત માણસ હોય તે સમજી જાય કે આપણે કંઇક ભૂલ ખાધી. સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં પચીસ હજાર માણસો બેઠા હોય તો હું સમજી જાઉં કે દોષ થયો. પણ પેલા પચીસ હજારમાંથી માંડ પાંચેક જ સૂક્ષ્મ ભૂલને સમજી શકે. સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય, જ્યારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાન કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય. દેવોને અવધિજ્ઞાનથી જુએ તો જ દેખાય. છતાં, એ દોષો કોઇને નુકસાન કરતા નથી, એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તેય આ કળિકાળની વિચિત્રતાને લીધે !
બ્લેડર્સ અને મિસ્ટેક્સ ભૂલ એક નથી, અનંત છે. ‘પોતે બંધાયો છે બ્લેડર્સ અને મિસ્ટેક્સથી. જ્યાં સુધી બ્લેડર્સ ભાંગે નહીં ત્યાં સુધી મિસ્ટેક્સ જાય નહીં.