________________
ધર્મધ્યાન
૧૩૩
કોઇ કાળે ધર્મ માટે આવ્યો નહોતો એવો કાળ આજે આવ્યો છે. ભગવાન મહાવીર પછીનાં ૨૫૦૦ વર્ષ હવે પૂરાં થાય છે અને ભગવાન મહાવીર પછી સાડાત્રણ વરસ જ વીત્યાં હોય તેવો કાળ આવી રહી છે. અત્યારે ભલે દુષમકાળ હોય, પણ અત્યારે સારામાં સારો કાળ આવ્યો છે. ખરો કાળ જ અત્યારે આવ્યો છે. આ કાળમાં જે લોકનિંદ્ય નથી તેને ભગવાને લોકપુજ્ય કલા છે. આવો આ સુંદર કાળ છે તો તેનો લાભ ઉઠાવી લેવો જોઇએ ને ?
અમે આ કાળમાં રોકડો મોક્ષ આપી શકીએ. અહીં જ મોક્ષ વર્તાય. અમે મોક્ષદાતા છીએ, મોક્ષના લાયસન્સદાર છીએ. જગતકલ્યાણનું અમે નિમિત્ત છીએ. અમે એના કર્તા નથી. અમે ક્યારેય પણ કોઈ ચીજના કર્તા ના હોઇએ. કારણ કે કર્તા થાય તો તેના ભોકતા થવું જ પડે. અમે નિમિત્ત ભાવમાં જ હોઇએ.
માટે બધાંને ભલે મોક્ષધર્મનું જ્ઞાન પ્રાપ્ત ના થાય, પણ ધર્મધ્યાન તો આ કાળમાં ફુલ સ્ટેજ પર જઇ શકે એવું છે. “અક્રમ માર્ગ મોક્ષ તો અમુક મહા પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય, પણ બીજાં બધાંને અમે ઊંચામાં ઊંચું ધર્મધ્યાન આપી શકીએ એમ છીએ. રૌદ્રધ્યાન ને આર્તધ્યાને એ અધર્મધ્યાન છે. ધર્મધ્યાન એ ધર્મધ્યાન છે ને શુકલધ્યાન એ આત્મધ્યાન છે. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન જાય તેનું નામ ધર્મધ્યાન.
તિજ દોષ કોઇને આપણાથી કિંચિત્ માત્ર દુ:ખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા નીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટેડકાવ્યો માટે આપણીય ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકેય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઇ પણ અસર થાય ને જો કંઇ ઉધાર થાય તો તરત જ મનથી માફી માગી જમા કરી લેવું. આપણામાં ક્રોધ, માન, માયા, લોભના કષાયો છે એ ઉધાર થયા વગર રહે જ નહીં. એટલે તેની સામે જમે કરી લેવું. આપણી ભૂલ થઇ હોય તે ઉધાર થાય પણ તરત જ કેશ-રોકડું પ્રતિક્રમણ કરી નાખવું. આપણા થકી કોઇને અતિક્રમણ થાય તો આપણે જમે કરી લેવું અને પાછળ ઉધાર નહી રાખવું. અને જો કોઇના થકી આપણી ભૂલ થાય તોય આપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. મન-વચન-કાયાથી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ શ્વમાં માગ માગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઇએ. આપણામાં ક્રોધ, માન, માયા, લોભના કષાયો તો ભૂલો કરાવી ઉધાર કરાવે એવો માલ છે; તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે. પણ તેની સામે આપણે તરત જ તક્ષણ માફી માગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિગ ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય.
પ્રશ્નકર્તા : અત્યારે ભૂલો થાય છે એ ગયા અવતારની ખરી ને?
દાદાશ્રી : ગયા અવતારના પાપને લઇને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગ જ નહીં ને વધારતો જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. ‘આ’ ‘જ્ઞાની પુરુષો'ની કૂંચી કહેવાય. તેનાથી ગમે તેવાં તાળાં ઊઘડી જાય.