________________
ધર્મધ્યાન
૧૧૧
૧૧૨
આપ્તવાણી-૨
જરૂર નથી. કારણ કે ‘જ્ઞાની પુરુષ' સીધો મોક્ષમાર્ગ બતાવી દે આખો. એટલે વસ્તુસ્થિતિમાં સમજવાની જરૂર છે.
લોકો કહે છે કે અમને “જ્ઞાન” છે. “જ્ઞાન” એનું નામ ના કહેવાય. “જ્ઞાન” તો અમલમાં આવે એને જ કહેવાય. આપણને બોરીવલીના રસ્તાની ખબર છે તો બોરીવલી આવવું જ જોઇએ. અને જો બોરીવલી ના આવે તો જાણવું કે, બોરીવલીના રસ્તાનું આપણને જ્ઞાન જ નહોતું. ભગવાનના ધર્મધ્યાનમાં એટલું બધું બળ છે, ગજબની તાકાત છે ! પણ એ ધર્મધ્યાન સમજે નહીં ત્યાં સુધી શું કરે ?
અને વીતરાગોએ પાછું કજો કે, ઉદય કર્મથી તું ભડકીશ નહીં. આખો દહાડો ઉદય તને હેરાન કર કર કરે તો તેનાથીય તું ભડકીશ નહીં. કારણ કે એમાં કોઇનો દોષ નથી.
ચિંતા એ જ આર્તધ્યાત
પ્રશ્નકર્તા : શું, ભગવાને ચિંતા-ઉપાધિ મોકલી હશે ?
દાદાશ્રી : પોતાને જેવો વેપાર કરતાં આવડે એવું મળે. દહીં ચોખ્ખું હોય, દહીં બજારનું, મસાલા બજારનાં, લાકડાં બજારનાં, પાણી છે તેય વોટર વર્કસનું; છતાંય બધાંની કઢીમાં ફેર ! દરેકની કઢીમાં ફેર હોય. કોઇએ તો કઢી એવી બનાવી હોય કે આપણું માથું ખલાસ થઇ જાય! આ બધાંને ભગવાન શું કહે છે કે, “તને જેવું આવડે એવું કર. તારા હાથમાં સત્તા છે ! કોઇ ઉપરી છે નહીં, કોઇ વઢનાર છે નહીં. વઢનારા તે આપણી ભૂલને લઇને, ભૂલ ના હોય તો કોઇ વઢનાર જ નથી. આપણી ભૂલ ભાંગી જાય તો કોઇ વઢનાર છે જ નહીં, કોઇ ઉપરી છે જ નહીં, કોઇ આડખીલી કરનારો છે જ નહીં. ભગવાનને કહે કે, “સાહેબ, તમે તો મોશે પહોંચી ગયા પણ આ લોકો મારું ચોરી કરી જાય છે, તો તેનું શું થાય ?” તે ભગવાન કહે કે, “ભાઇ, લોક ચોરી કરે જ નહીં. તારી પાસે તારી ભૂલ છે ત્યાં સુધી ચોરી કરશે. તારી ભૂલ ભાંગી નાખ.” બાકી કોઇ તારું નામ પણ ના દઇ શકે એવી તારી શક્તિ છે ! સ્વતંત્ર શક્તિ લઇને આવેલા છે દરેક જીવ ! જીવમાત્ર સંપૂર્ણ સ્વતંત્ર જ છે. પરતંત્રતા લાગે છે. લોકો એને રિબાવે છે, તે એની પોતાની ભૂલથી જ કોઇના જમાઇ ને કોઇના સસરા થવું પડે છે. આપણી ભૂલોને લીધે આ વેશ ઊભો થયો છે. ખરેખર જોઇએ તો આપણો કોઇ ઉપરી છે જ નહીં, માત્ર પોતાની ભૂલો જ ઉપરી છે. તો ભૂલો ભાંગો અને નવી ભૂલો ના થવા દેશો.
“રાઇ માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળજ્ઞાન, તે નિક્રય કરે છોડીને, તજિયે આરતધ્યાન.”
ચિંતા–બિંતા છોડી દો. ચિંતા એ આર્તધ્યાન છે. આ શરીર જેટલો શાતા-અશાતાનો ઉદય લઇ આવ્યું છે, એટલું ભોગવ્યે જ છૂટકો છે. એટલે કોઇનો દોષ જોઇશ નહીં, કોઇના દોષ ભણી દષ્ટિ ના કરીશ અને પોતાના દોષ જ બંધન છે એવું સમજી જા. રાઇ માત્ર વધઘટ થવાનું નથી. તારાથી ફેરફાર કશો થશે નહીં એટલે ‘જય મહાવીર, જય મહાવીર, જય મહાવીર’ અથવા ‘જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ કર્યા કર ને ! જય ભગવાનનો બોલાવ. બીજા લોકોનો શું કરવા બોલાવે છે ? આ તો તમે આ ભાઇને વઢતા હો, ને આ બીજા ભાઇ તેમનું ઉપરાણું લે તો આ બીજા ભાઇનો જય બોલાવે આ. અલ્યા, જય બોલાવ મહાવીરનો કે કૃષ્ણનો. આજે તો પેલા ભાઈનો જય બોલાવું છું. તે તો કાલે પાછો વઢવા આવશે. આમનાં શાં ઠેકાણાં ? બોલાવ જય વીતરાગનો- નમો વીતરાગાય ! નમો વીતરાગાય !
‘જ્ઞાની” એટલે અજ્ઞાનને ચૂસવા ના દે. “જ્ઞાન” ના મળ્યું હોય ત્યાં સુધી લોકોએ ધર્મધ્યાનમાં રહેવું જોઇએ. ભગવાનનું ધર્મધ્યાન એકલું પામેને તો બહુ થઇ ગયું ! જો કોઇ એટલું જ નક્કી કરે, કે જે કોઇ દુ:ખ દે છે, જે જે કરે છે, ગજવું કાપે છે તે કોઇનો દોષ નથી, પણ દોષ મારો છે, મારા કર્મના ઉદયનો છે. માટે કોઇને દોષિત તરીકે ના જુઓ તો મુક્તિ મળી જાય. પણ આ તો “આણે મને આમ કર્યું, આ મારું ચોરી ગયા, આ મારું ખાઇ ગયાં’, બધા લોકોની ઉપર આરોપ કરે છે, જે નહીં કરવાનું તે કરે છે.