________________
ધર્મધ્યાન
૧૧૩
તિમિત્તને બચકાં
હમણાં સાસુ દુ:ખ દેતી હોય ને, તો વહુ પોતાના દોષ જોતી નથી પણ સાસુની જ ખોડ કાઢ કાઢ કરે છે. પણ તે જો ધર્મધ્યાન સમજે તો શું કરે ? ‘મારા કર્મના દોષ, તેથી મને આવાં સાસુ મળ્યાં. પેલી મારી બહેનપણીને કેમ સારી સાસુ મળી છે' એવો વિચાર ના કરવો જોઇએ? આપણી બહેનપણીને સારાં સાસુ હોય છે કે નથી હોતાં ? તો આપણે ના સમજીએ કે આપણી કંઇક ભૂલ હશે ને, નહીં તો આવાં સાસુ ક્યાંથી ભેગાં થાય ?
પ્રશ્નકર્તા ઃ દષ્ટિમાં ફેર છે એટલે આમ થાય છે ?
દાદાશ્રી : ના, દૃષ્ટિમાં ફેર નહીં પણ એને ભાન જ નથી કે આ મારાં કર્મના ઉદયનું ફળ છે. એ તો પ્રત્યક્ષને જ જુએ છે, નિમિત્તને જ બચકાં ભરે છે. સાસુ તો નિમિત્ત છે, એને બચકાં ના ભરીશ. નિમિત્તનો તે ઊલટાનો આપણે ઉપકાર માનીએ કે એણે એક કર્મમાંથી મુક્ત કર્યા આપણને. એક કર્મમાંથી મુક્ત થવું હોય તો કેવી રીતે મુક્ત થવાય ? પેલો ગજવું કાપી ગયો અને ગજવું કાપનાર માણસને આપણે નિર્દોષ જોઇએ, અગર તો સાસુ ગાળો આપતી હોય કે આપણી ઉપર દેવતા નાખ્યો હોય, તે ઘડીએ આપણને સાસુ નિર્દોષ દેખાય તો આપણે જાણવું, કે આ કર્મની મુક્તિ થઇ ગઇ. નહીં તો કર્મ મુક્ત થયું નથી. કર્મ મુક્ત થયું નથી, ને ત્યાર પહેલાં તો સાસુનો દોષ જુએ, એટલે પાછાં બીજાં નવાં કર્મ વધ્યાં ! કર્મ વધ્યાં ને પછી ગૂંચાઇ જાય. માણસ ગૂંચાઇ જાય પછી ગૂંચમાંથી શી રીતે નીકળે ? ગૂંચાઇ જાય. આખો દહાડો ગૂંચમાં ને ગૂંચમાં, ગૂંચમાં ને ગૂંચમાં !
આ જાનવરોને ગૂંચ ના હોય. મનુષ્યોને જ ગૂંચ હોય. કારણકે, તેઓ નવી નવી ગૂંચો પાડ પાડ કરે છે. જાનવર તો કો’ક મારી જાય તો માર ખાઇને ભાગી જાય. બીજું, તેનામાં સામાને આરોપ કરવાની શક્તિ નથી કે તમે મને આમ કર્યું કે તેમ કર્યું એવું કશું નહીં. એવી તેમને મહીં બુદ્ધિશક્તિ નથી. આ મનુષ્યોને બુદ્ધિ મળી ત્યારે દુરુપયોગ કર્યો ! ઊલટો
આપ્તવાણી-૨
ગૂંચાયો !! જ્યાં છૂટવા આવ્યો ત્યાં જ ગૂંચાયો !!! એક એક કર્મની મુક્તિ થવી જોઇએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઇએ. તો તે માટે આપણે શું કરવું જોઇએ? સાસુને નિર્દોષ જોવા જોઇએ કે સાસુનો તો શો દોષ ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યાં છે. એ તો બિચારાં નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઇ. ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યાં. પછી એને તો કોઇ શું કરે ? ભગવાન શું કરે ?
૧૧૪
ભગવાન તો શું કહે છે કે, ‘તું મારી મૂર્તિને રોજ પગે લાગે પણ તું આ ‘સમજણ’માં જ્યાં સુધી નહી આવે ત્યાં સુધી તું પોઇઝન પીઉં, ને તારું શરીર સારું થાય એવું અમે તને કહી શકીએ નહીં. અમારી આજ્ઞા પાળ. અમારાં દર્શન કરવા કરતાં અમારી જો આજ્ઞા પાળીશ તો તે અમને વિશેષ પ્રિય છે. કારણ કે આમ દર્શન તું રોજ કરે છે. પણ એક શબ્દય અમારો તું પાળતો નથી એટલે તું અમારી જીભ ઉપર પગ મૂકે છે! એ તને શરમ નથી આવતી ?” ત્યારે તે કહેશે કે, ‘સાહેબ, આવું તો હું જાણતો જ નહોતો કે હું આપની જીભ ઉપર પગ મુકું છું !’ અને વાતેય ખરી છે. તે બિચારો એ જાણે પણ ક્યાંથી ? લોક કરે એવું એય કરે અને કોઇ એ એને સાચી સમજણેય પાડી નથી. પછી એ બિચારો ક્યાંથી પાછો ફરે ? એવી સાચી સમજણ પાડી હોય તો એ પાછો ફરે.
કર્મ તિજેરે પ્રતિક્રમણે
એક કર્મ ઓછું થઇ જાય તો ગૂંચો દહાડે દહાડે ઓછી થતી જાય. એક દહાડામાં એક કર્મ જો ઓછું કરે, તો બીજે દહાડે બે ઓછા કરી શકે. પણ આ તો રોજ ગૂંચો પાડ્યા જ કરે છે ને વધાર્યા જ કરે છે ! આ બધા લોકો શું દિવેલ પીને ફરતા હશે ? એમનાં મોઢાં પર દિવેલ પીધું ના હોય એવા થઇ ને ફરે છે. બધા દિવેલ વેચાતું લાવતા હશે કંઇ? મોંઘા ભાવનું દિવેલ રોજ ક્યાંથી લાવે ? મહીં પરિણતી બદલાય કે દિવેલ પીધા જેવું મોટું થઇ જાય ! દોષ પોતાનો ને કાઢે ભૂલ બીજાની, એનાથી મહીંની પરિણતી બદલાઇ જાય. પોતાનો દોષ ખોળો એમ ‘વીતરાગો’ કહી ગયા, બીજું કશું જ કહી ગયા નથી. તું તારા દોષને ઓળખ અને છૂટ્ટો થા. બસ આટલું જ મુક્તિધામ આપશે તને. આટલું જ કામ કરવાનું કહ્યું