________________
ધર્મધ્યાન
રૌદ્રધ્યાન ના થાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય તો પછી બાકી શું રહે ? ધર્મધ્યાન જ. શુકલધ્યાન તો છે નહીં, માટે ધર્મધ્યાન જો પ્રાપ્ત કરવું
હોય તો આર્તધ્યાનને અને રૌદ્રધ્યાનને ખસેડો. ધર્મધ્યાન શેને કહેવાય ? કોઇ ગાળ ભાંડતો હોય તો તમને ગાળ ભાંડનારનો દોષ ના દેખાય. તમારું જ્ઞાન એવું હોય કે ગાળ ભાંડે છતાં તેનો દોષ દેખાય નહીં ને મારા જ કર્મના ઉદયનો દોષ છે એવું ભાન રહે. આને જ ભગવાને ધર્મધ્યાન કહ્યું છે.
૧૦૯
ઘરમાં સાસુ વઢતી હોય તો આપણે સમજવું જોઇએ કે મને આ સાસુ જ કેમ ભાગમાં આવી ? બીજી સાસુઓ શું નહોતી ? પણ મને આ જ કેમ મળી ? માટે તેની જોડે કંઇ આપણો હિસાબ છે, તો તે હિસાબ શાંતભાવે પૂરો કરી લો.
ધર્મધ્યાન રહ્યું નથી. આ કાળમાં ધર્મધ્યાન સમજતા જ નથી. સમજતા હોત તોય કલ્યાણ થઇ જાત !
પ્રશ્નકર્તા : શું અહંકારનું જોર વધારે હોય છે એટલે ધર્મધ્યાન ભૂલી જાય છે ?
દાદાશ્રી : સમજ કોનું નામ કહેવાય કે સમજણથી પ્રવર્તન તેવું જ થાય. જ્યાં સુધી પ્રવર્તનમાં ના આવે ત્યાં સુધી સમજણ પડી નથી એવું કહેવું જોઇએ. સમજણનું ફળ તરત જ પ્રવર્તનમાં આવવું એ છે. પ્રવર્તનમાં આવવું જ જોઇએ. આપણે નાના છોકરાને કહીએ કે આ બે શીશીઓ મૂકી છે, બેઉ સરખી જ છે અને બેઉમાં દવા છે, બેઉમાં વ્હાઇટ પાઉડર છે. એક ઉપર લખ્યું હોય અમૃત ને બીજા ઉપર લખ્યું હોય પોઇઝન, તો છોકરાને આપણે સમજ પાડવી જોઇએ કે આમાંથી કશું ખાઇ ના જતો. આપણે અમૃતની દવા મોઢામાં નાખતા હોઇએ, તો છોકરોય જો જાણતો ના હોય કે આમાં કયું અમૃત છે ને કયું ઝેર છે તો તે ભૂલથી પોઇઝન ખાઇ લે. માટે આપણે છોકરાને કહીએ કે આમાં પોઇઝન છે. એકલું પોઇઝન બોલ્યેથી છોકરો સમજી ગયો એમ કહેવાય નહીં. તેને તો પોઇઝન શું છે તે સમજાવવું જોઇએ. તેને સમજાવવું જોઇએ કે પોઇઝનથી
આપ્તવાણી-૨
માણસ મરી જાય. મરી જવું શું છે, એ છોકરાં સમજતા નથી. એટલે તેમને તે પણ સમજાવવું પડે કે પરમ દહાડે પેલા કાકા મરી ગયા હતા, એવું થઇ જાય. એવું બધી રીતે વિગતથી સમજાવવામાં આવે તો પછી છોકરો ક્યારેય પોઇઝનની શીશીને ના અડે. એ અમલમાં આવી જ જાય. અમલમાં ના આવ્યું તે અજ્ઞાન છે. પૂરેપૂરી સમજ તો, પદ્ધતિસર શીખેલો જ નથી. કો’કના દાખલા, નકલ કરીને લઇ આવે તેથી કંઇ આવડી ગયું ? કોઇએ દાખલા ગણ્યાં હોય, મેથેમેટિક્સના અને નકલ કરીને લઇ આવે તેથી કંઇ આવડી ગયું ? આ બધું નકલી જ્ઞાન છે. દરઅસલ જ્ઞાન ન હોય. બાકી કોઇ ગાળ ભાંડે અને અસર ના થાય, પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે! આ જ મોક્ષે લઇ જાય ! આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળેને તો મોક્ષે જતો રહે ! બીજું બધું શું કરવાનું ?
૧૧૦
સામાયિક તો સમજતાં જ નથી. સામાયિક શેને કહેવું તે જ જાણતા નથી. સામાયિકમાં જે ના સંભારવાનું, ના યાદ કરવાનું હોય તે જ પહેલું યાદ આવે ? પોતે સામાયિક લે ને મનમાં નક્કી કરે કે આજે દુકાન યાદ કરવી જ નથી તો પહેલો ધબડકો દુકાનનો જ પડે ! કારણ કે મન એ રીએક્શનવાળું છે. જે તમે ના કહો તેનો પહેલો મહીં ધડાકો થાય ! અને
તમે કહો કે તમે બધા આવજો તો તે વખતે ના આવે ! તમે જો એમ કહો કે હું સામાયિક કરું ત્યારે તમે બધા આવજો, તો તે ઘડીએ કોઇ ના આવે ! એવું છે આ બધું અજ્ઞાન ! સ્પંદન થયું કે ખલાસ થઇ ગયું ! અનંત શક્તિઓ આત્માની છે !
જો અમારો આટલો એક જ શબ્દ પાળે કે આપણને કોઇ ગાળ ભાંડે, આમ તેમ પજવે, હેરાન કરે એ બધું મારા કર્મના ઉદયથી છે, સામાનો દોષ નથી, સામો તો નિમિત્ત છે. એમ આટલું જ જો ભાન રહેને તો તને સામો માણસ નિર્દોષ દેખાશે ! અને આનાથી પોતે તરી પાર ઊતરે. ઠેઠ મોક્ષે પહોંચાડે. અમારું એક જ વાક્ય મોક્ષે લઇ જાય એવું છે. ‘જ્ઞાની પુરુષ’નું એક જ વાક્ય જોઇએ. મોક્ષે જવા માટે શાસ્ત્રની કાંઇ