________________
ધર્મધ્યાન
૧૦૭
૧૦૮
આપ્તવાણી
જ્ઞાન ના હોય તો મહીંથી કહેવું કે પોતાની પહેલાંની ભૂલ હશે. આપણી પોતાની જ ભૂલ હશે તેથી સામો અપમાન કરે છે. મારો કંઇ પહેલાંનો હિસાબ હશે તેથી પાછો વાળે છે, એટલે આપણે જમા કરી લો. આ અપમાન કરવાવાળાને કહીએ કે, “ ભાઇ, તું ફરી અપમાન કર તો?” ત્યારે એ કહેશે, “હું કંઇ નવરો છું ?” આ તો જે ઉધાર્યું છે એ જ જમા કરાવી જાય છે. જન્મ્યો ત્યારથી તે મર્યો ત્યાં સુધી બધું ફરજિયાત જ છે. આ કેટલાય પાસ થઇ જાય છે, કેટલાક નાપાસ થાય છે અને કેટલાક ભણતાંય નથી. આ બધું પહેલાંના હિસાબે રહેલું છે. આ બધો હિસાબ કોણ રાખે છે ? આ તો મહીં ગજબનું એડજસ્ટમેન્ટ છે. મહીં અનંત શક્તિઓ છે. આ હિસાબ ચાર ધ્યાનના આધારે છે. જેનું ધ્યાન વર્તે તેવું ફળ આવે.
અનંત કાળથી ભટક ભટક કરીએ છીએ, છતાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અટક્યાં નથી. તેથી તેમને સમજવા જોઇએ. ઘરમાં ઝઘડા થાય તો ખમાવવું જોઇએ. સામો વેર ના બાંધે તેમ ખમાવવું જોઇએ. ભગવાનની આજ્ઞામાં રહેવું એ ઊંચામાં ઊંચું ધર્મધ્યાન છે. આ ખમાવવું કેમ ? મફતમાં કેમ ખમાવાય ? ના, જેટલું તમે આપો છો તેટલું જ પાછું આવે છે. - રૌદ્રધ્યાન અને આર્તધ્યાન બે જ કૈડે છે, બીજું બહારનું કૈડતું નથી! ક્રોધ, માન, માયા, લોભ ખસેડ્યા ખસેડાય તેમ નથી. ડૉક્ટરે ખાંડ ખાવાની ના કહી હોય, તો કેવું જાગ્રત રહેવાય છે ? જો ડૉક્ટરે કહાં હોય કે, “તમને હાર્ટ એટેક આવ્યો છે ને મીઠું બિલકુલ ખાવાનું નહીં, ખાશો તો બીજો એટેક આવશે ને તમે મરી જશો.’ ત્યારે તમે કેવા એલર્ટ રહો છો ! ત્યાં કેમ ચેતતા રહો છો ? આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ તો અનંત કાળના મરણ છે. માટે તેમને બંધ કરવાં જ છે એમ નક્કી કર્યું કે તરત જ ૫૦ ટકા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઓછાં થઇ જાય ! તમારે ભક્તિ-બક્તિ, સામાયિક કે પુજા-પાઠ જે કરવું હોય તે કરવાનું, જે ગુરુને આરાધ્યા હોય તેમની આરાધના કરવાની; પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ના થાય તેટલું કરવાનું. શુકલધ્યાન આ કાળમાં હોય જ નહીં. છતાં, કોઇ ને જો શુકલધ્યાન જોઇતું હોય, ચિંતા કાયમને માટે બંધ કરવી હોય તો અમારી
પાસે સત્સંગમાં આવજો. અમે એક કલાકમાં જ તમને શુક્લધ્યાન આપીશું. જ્ઞાની પુરુષ” શું ના કરી શકે ? ‘જ્ઞાની પુરુષ” ચાહ-સો કરે, પણ અમે કોઇ ચીજના કર્તા ના હોઇએ. અમે નિમિત્ત ભાવમાં જ હોઇએ નિરંતર
જો શુકલધ્યાન પ્રાપ્ત ના થાય તો ધર્મધ્યાનમાં આ કાળમાં રહે તોય ઘણું કહેવાય. આજે તો ખરું ધર્મધ્યાનેય અલોપ થઇ ગયું છે. ધર્મધ્યાનને સમજતાં જ નથી કે ધર્મધ્યાન કોને કહેવાય ? ધર્મધ્યાન તો જેટલો વખત કર્યું એટલો વખત ! એક કલાક તો એક કલાક, પણ ત્યારે આનંદ પુષ્કળ રહે. અને એ આનંદનો પડઘો બીજા બે-ત્રણ કલાક રહે. ધર્મધ્યાન સમજતાં નથી તો પછી કરે શું ? આખો દહાડો રૌદ્રધ્યાન ને આર્તધ્યાન, રૌદ્રધ્યાન ને આર્તધ્યાન ! આખો દહાડો કચકચ ! ભગવાને કહ્નાં હતું કે ધર્મધ્યાનમાં રહેજો.
ધર્મધ્યાતમાં ચાર પાયા પ્રશ્નકર્તા : ભગવાને કોને ધર્મધ્યાન કહ્યું હતું ?
દાદાશ્રી : ભગવાને આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ જ તપ એમ કહ્યું હતું. ભગવાને ધર્મધ્યાનના ચાર પાયા કા.
ભગવાનની આજ્ઞા સાચી જ છે એમ માનવામાં આવે તો તેને ધર્મધ્યાનનો પહેલો પાયો અર્થાત “આજ્ઞાવિચયમાં આવી ગયો. બીજો પાયો એટલે કે ક્રોધ, માન, માયા, લોભ એને ન હોય એવું રહે. એટલે “અપાય-વિચયમાં આવી ગયો. સામાએ ઢેખાળો માર્યો તે મારા પોતાના જ કર્મનો ઉદય છે એવું રહે એટલે ત્રીજો પાયો એટલે કે ‘વિપાકવિચયમાં આવ્યો કહેવાય અને ચોથો પાયો એટલે ‘સંસ્થાન-વિચય” તે ચાર લોક છે, તેની હકીકત સમજી જાય તો ધર્મધ્યાન પૂરું થાય.
હવે ભગવાનની આજ્ઞા સાચી છે એ તો બધા કબૂલ કરે જ છે. ‘સંસ્થાન-વિજય’ બહુ ઊંડું ના સમજાય તો ચાલશે. તેના કરતાં સમકિત પ્રાપ્ત થાય એવી કંઇ ગોઠવણી કરને એટલે એમાં બધું જ આવી જાય! અને ધર્મધ્યાનમાં મુખ્ય પુરુષાર્થ જ ત્યાં કરવાનો છે કે આર્તધ્યાન ને