________________
ધર્મધ્યાન
ઋણાનુબંધી માતાના ગર્ભમાં જાય છે ત્યારે સૂક્ષ્મ દેહ જે છે તે, વીર્ય અને રજના સ્થૂળ પરમાણુ એકદમ ખેંચી લે છે. તેનાથી કાર્યદેહનું બંધારણ થઇ જાય છે. માણસ મરે છે ત્યારે આત્મા, સૂક્ષ્મ-શરીર તથા કારણ-શરીર સાથે જાય છે. સૂક્ષ્મ-શરીર દરેકને કોમન હોય છે, પણ કારણ-શરીર દરેકનાં પોતે સેવેલાં કોઝીઝનાં પ્રમાણે જુદાં જુદાં હોય છે. સૂક્ષ્મ-શરીર એ ઇલેક્ટ્રિકલ બોડી છે, જે ખોરાક વગર રહી શકે જ નહીં. માટે મૃત્યુ પછી તરત જ માતાના શરીરમાં તે જ ક્ષણે પ્રવેશ પામીને રહે છે. અને ટાઇમિંગ મળે એટલે વીર્ય અને રજના સંયોગથી તે જ ક્ષણે એકદમ સ્થૂળ પરમાણુઓ ખોરાક રૂપે ચૂસી લે છે અને સ્થૂળ દેહ ગઠ્ઠા સ્વરૂપે પ્રાપ્ત કરી લે છે. તે પછી જીવ ડેવલપ થતો જાય છે અને પાંચેક માસે સંચાર થવો શરૂ થાય છે.
૧૦૫
એક ક્ષણ માટે પણ ‘અમને’ ‘અમારા સ્વરૂપ' સિવાય એક પણ સંસારી વિચાર આવે નહીં. અમારી ઇચ્છા ખરી કે બધાં અમારા આ સુખને પામો. ધ્યાન એ જ આવતા ભવનું સાધન છે ! એ સિવાય બીજું કંઇ જ સાધન નથી આવતા ભવનું !
વીતરાગોનો મત શો છે ? ધ્યાન ફેરવો. દુર્ધ્યાન થતું હોય તો પુરુષાર્થ એટલો કરો કે દુર્ધ્યાન ના થાય.
પ્રશ્નકર્તા : એમાં પુરુષાર્થ શી રીતે કરવો ?
દાદાશ્રી : ક્રિયા ના ફરી શકે પણ ધ્યાન ફરે તેવું છે. આ કાળના દબાણથી રૌદ્રધ્યાન થાય. આર્તધ્યાન થાય; પણ ભગવાને તેની સામે પુરુષાર્થનું સાધન કહ્યું છે, એમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ખસેડવાનાં
છે. જેમ આપણે ખોરાકમાં હિતવાળો ખોરાક ખાઇએ છીએ અને અહિતવાળો ખોરાક ખસેડીએ છીએ, તેમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ખસેડવાનાં છે અને ધર્મધ્યાન કરવાનું છે.
આર્તધ્યાન - રૌદ્રધ્યાન
પ્રશ્નકર્તા : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કોને કહેવાય ?
આપ્તવાણી-૨
દાદાશ્રી : કોઇનાં સુખને કિંચિત્ માત્ર પડાવી લેવાનું ધ્યાન કરવું તે રૌદ્રધ્યાન છે. પછી ભલેને એણે ખરેખર પડાવી ના લીધું હોય, પણ તે ધ્યાન તો રૌદ્રધ્યાન જ ગણાશે. અને તેનું ફળ નર્કગતિ છે. અને આર્તધ્યાન એટલે જે પણ કંઇ ચિંતા-ઉપાધિ આવી પડે તે પોતે એકલો પોતાની મહીં જ સહન કર્યા કરે ને ક્યારેય પણ મોઢેથી બોલે નહીં, ક્રોધ કરે નહીં, તો એ આર્તધ્યાનમાં ગણાય. આજે તો આર્તધ્યાન એકલું જડવું મુશ્કેલ છે. જ્યાં ને ત્યાં રૌદ્રધ્યાન જ છે. ધર્મસ્થાનોમાંય આ કાળમાં તો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન પેસી ગયાં છે ! તે સાધુઓને નિરંતર આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થયાં કરે છે. શિષ્યો પર ચિઢાય તે રૌદ્રધ્યાન છે અને મહીં ધૂંધવાયા કરે તે આર્તધ્યાન છે. ફલાણા મહારાજને ૨૫ શિષ્યો છે ને મારે તો આટલા જ છે, એ ભયંકર આર્તધ્યાન છે. અને પછી એ શિષ્યો વધારવામાં પડી જાય છે ને ભયંકર રૌદ્રધ્યાન કરે છે. મહાવીર ભગવાનની
પાટ ઉપર આ કેમ શોભે ? આ તો રેસ કોર્સમાં પડ્યા છે! શિષ્યો વધારવામાં પડ્યા છે ! અલ્યા, ઘેર એક બાયડી ને બે છોકરાં એમ ત્રણ ઘંટ હતા તે છોડીને અહીં ૧૦૮ ઘંટ ગળે વળગાડ્યા ? આને વીતરાગ માર્ગ કેમ કરીને કહેવાય ? !
પ્રશ્નકર્તા : આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ફેરવવાં શી રીતે ?
દાદાશ્રી : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય એ આ કાળનાં કર્મોની વિચિત્રતા છે. પણ એ જે અતિક્રમણ થયું તેની પાછળ પ્રતિક્રમણ રોકડું રાખ. વખતે અતિક્રમણ થઇ જાય પણ પ્રતિક્રમણ આપણે કરવું પડે. રૌદ્રધ્યાનમાં પદ્માત્તાપ થાય તો તે આર્તધ્યાનમાં જાય અને જો રૌદ્રધ્યાનમાં યથાર્થ પ્રતિક્રમણ થાય તો ધર્મધ્યાન થાય. આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન સાથે હોય. ભલેને ભગવાનની મૂર્તિ હોય, પણ તેની સાક્ષીએ આલોચના કરીએ અને ફરી ફરી તેવું ધ્યાન નહીં થાય એવો દ્રઢ નિય કરવો પડે.
૧૦૬
પ્રશ્નકર્તા : આપણું કોઇ અપમાન કરે તો શી રીતે મનમાં લેવું ? દાદાશ્રી : આત્મજ્ઞાન હોય તો અપમાનનો વાંધો ના આવે. પણ