________________
‘નો
લૉ’ - લોં
૧૦૩
જડ્યું જ નહીં કે કોઇ મહારાજને પગે લંઘાવાથી ડોલીની વ્યવસ્થા કરવી પડી હોય ! એટલે એમણે તો મહારાજને કદાં કે, “એવો કોઇ કાયદો કરવામાં આવ્યો નથી. તો અમે શું કરીએ ? કાયદો કેમ તોડીએ ?' અલ્યા, શું બધાંને પગે લંઘાતું હોય છે તે એવો કાયદો કરવો પડે ? કંઇક વ્યવહારિક સમજ તો જોઇએ ને કે જડની જેમ જ કાયદાને પકડીને બેસવાનું ?
તે મહારાજ બિચારા મારી પાસે આવ્યા ને કહેવા લાગ્યા. મને કહે કે, “ભાઇ, જુઓને મારી આ અવદશા આ સંધે કરી છે ! પચાસ રૂપિયા કોઇ કાઢતું નથી ને ડોલીની વ્યવસ્થા કરતું નથી, ને બીજી બાજુ વિહાર કરી જાઓ, વિહાર કરી જાઓ એમ કૉા કરે છે. શું કરું હવે હું ? તમે જ કંઇ રસ્તો કરો.” પછી અમે તેમને પૈસાની વ્યવસ્થા કરી આપી. ત્યાર પછી ડોલીની વ્યવસ્થા થઇ ને મહારાજને વાજતે-ગાજતે બેંડવાજાં વગાડીને વિદાયગીરી આપવામાં આવી ! મોટો વરઘોડો કાઢ્યો ને સંઘપતિ પણ માથે પાઘડી-બાઘડી મૂકીને ધામધૂમથી મહારાજના વરઘોડામાં ચાલ્યા !
અલ્યા, આ વાજાં વગાડ્યાં ને વરઘોડાનો જલસો કર્યો તેમાં પCO રૂપિયા ખર્ચા ને મહારાજ માટે ડોલી કરવા પચાસ રૂપિયા ના ખર્ચાયા? કારણ શું ? તો કે વરઘોડાનો કાયદો તો અમારી પાસે છે પણ આ ડોલીનો કાયદો તો અમારા પાછલા ઇતિહાસમાં પણ નથી, એટલે અમે કેવી રીતે એમ કરીએ ?
હવે આને મારે “અવ્યવહારુ” ના કહેવું તો શું કહેવું ?
અમારે અહીં કાયદા નથી, પણ પાછું જોડે જોડે સામાના કાયદા અમારાથી ના તોડાય. કોઇનો કાયદો તોડવો એનાથી તો સામા માણસને અવળી અનુમોદના મળે, તેનું આપણે નિમિત્ત બનીએ. આપણાથી આવું ના હોવું ઘટે. “આપણે” તો કોઇ નામ જ દેનારું નથી. પણ આ નિમિત્ત બનીએ તો સામાવાળાને ટેવ પડે કે આપણેય આવી રીતે કાયદો તોડીએ. માટે આપણે સામાના સંપૂર્ણ કાયદામાં રહેવું પડે.
અમારે કાયદો ના હોય, આજ્ઞા જ હોય. રીલેટિવ બધામાં કાયદા હોય, અહીં કાયદા ના હોય.
ધર્મધ્યાન પ્રશ્નકર્તા : પૂજા-સેવા કરીએ એ ધર્મધ્યાન કહેવાય ને ?
દાદાશ્રી : ના, એને ધર્મધ્યાન ના કહેવાય. પૂજા, સેવા કરતી વખતે તમારું ધ્યાન ક્યાં વર્તે છે તે જોવાય છે. ભગવાન ક્રિયા જોતાં જ નથી, પણ ક્રિયા વખતે ધ્યાન ક્યાં વર્તે છે તે જુએ છે.
એક શેઠ હતા. રોજ સવારના ચાર કલાક પૂજા, પાઠ, સામાયિક વગેરે કરતાં. એક દિવસ એક માણસે બારણું ઠોક્યું ને શેઠાણીએ ઉઘાડીને પૂછયું, “શું કામ છે ?” તે માણસે શેઠાણીને પૂછયું કે “શેઠ ક્યાં ગયા છે ?” શેઠાણીએ તરત જ જવાબ આપ્યો, “શેઠ ઉકરડે ગયા છે !” શેઠ મહીં રદ્દી રજા આ બધું સાંભળી રહ્યા હતા. ને તેમને થયું કે ખરેખર અત્યારે હું વિષયોના જ ધ્યાનમાં હતો. ભલેને હું સામાયિકમાં હોઉં, પણ ધ્યાન તો મારું (વિષયરૂપી) ઉકરડામાં જ હતું ! તે તેને થઇ ગયું કે ખરેખર મારા કરતાં મારી પત્ની વધારે સમજુ છે !
સામાયિક કરતા હો, માળા ફેરવતા હો પણ ધ્યાન જો બીજે જ ગયું હોય તો એ ક્રિયાનું ફળ નથી જોવાતું, પણ તે વખતે જે ધ્યાનમાં પોતે વર્તતા હોય તે જ જોવામાં આવે છે.
ધ્યાત એ જ પુરુષાર્થ જગત ભ્રાંતિવાળું છે. તે ક્રિયાઓ ને જુએ, ધ્યાનને જુએ નહીં. ધ્યાન આવતા અવતારનો પુરુષાર્થ છે અને ક્રિયા એ ગયા અવતારનો પુરુષાર્થ છે. ધ્યાન એ આવતા અવતારમાં ફળ આપનારું છે. ધ્યાન થયું કે એ વખતે પરમાણુ બહારથી ખેંચાય છે અને તે ધ્યાન સ્વરૂપ થઇ મહીં સૂક્ષ્મતાએ સંગ્રહ થઇ જાય છે અને કારણ-દેહનું સર્જન થાય છે. જ્યારે