________________
સતદેવ : સદ્ગુરુ સતધર્મ સદેવ, સદ્ગુરુ અને સધર્મ એ જે કહેવાય છે એ ખરેખર કોણ
સંસારવૃક્ષ કવિ શું ગાય છે : “અહા ! અક્રમ જ્ઞાન કદી ના સુણિયું, એણે ખોદિયું ધોરી વૃક્ષ મૂળિયું. ”
આ સંસાર એ વૃક્ષ છે. અનંતકાળથી આ વૃક્ષ સુકાતું નથી. લોક પાંદડા કાપીને સુકવવા માંગે છે, પણ પાંદડાં ફરી ફૂટી નીકળે છે. કેટલાક ધર્મવાળા કહે છે કે પાંદડાં કાપી નાખીશું એટલે સંસારવૃક્ષ સુકાઇ જશે પણ ફરી પાંદડાં ફૂટે છે. કેટલાક મોટી મોટી ડાળીઓ કાપી નાખો તો વૃક્ષ સુકાઇ જશે એમ કહે છે. પણ તોય એ વૃક્ષ સુકાતું નથી, ડાળાં ફરી ઊગી નીકળે છે. કેટલાક થડને કાપી નાખવાનું કહે છે તોય પાછું ઊગે છે. કેટલાક એથીય આગળ જઇને મૂળિયાં કાપી નાંખવાનું કહે છે પણ તોય ફરી વૃક્ષ ઊગે છે. સંસારરૂપી વૃક્ષને નિર્મળ કરવાનો આ ખરો ઉપાય ન હોય. આ સંસારવૃક્ષ શાનાથી ઊભું છે? આ વૃક્ષને મૂળિયાં તો બધાં બહુ હોય તે જમીનમાં બધાં મૂળિયાં તો ઝાડને પકડવા માટે હોય છે અને એક મૂળિયું એવું હોય છે કે જે ખોરાક-પાણી લેવા માટે હોય છે, તેને ધોરી મૂળિયું કહે છે. ‘જ્ઞાની પુરુષ' એકલા જ સંસારવૃક્ષનું ધોરી મૂળિયું જાણે અને તે એમાંથી ડગળી કાઢીને તેનામાં દવા નાંખી દે ! “જ્ઞાની પુરુષ' બસ આટલું જ કરે, બીજું કશું ના કરે. પાંદડાને, ડાળને, થડને કે બીજા કોઇ મૂળિયાંને હાથ ના અડાડે. એક ધોરી મૂળિયામાં દવા દાબી દે તેનાથી સંસારવૃક્ષ ધીમે ધીમે એની મેળે જ સુકાઇ જાય. પછી ફરીથી નવું પાંદડું ના ફૂટે.
સંસાર એકદમ ઉદ્ધતાઇથી વાપરવાનો નથી પણ એની ખાતાવહી કરવાની છે. ક્યા કયા ખાતામાં ખોટ છે, કયા કયા ખાતામાં સંસારસુખ છે, એ પણ ખોળી કાઢવું પડેને ! વેપારમાં ખાતાવહી રાખે પણ સંસારમાં ખાતાવહી નથી રાખતા !
સતુદેવ કોણ? સદેવ તે દેરાસરવાળા કે મંદિરવાળા નહીં, તમારી મહીં છે. તે મહીંવાળા સત્ પણ જયાં સુધી આ “મહીંવાળા’ સલૂદેવ નથી મળ્યા ત્યાં સુધી દેરાસર કે મંદિરની મૂર્તિ એ સદેવ.
સદ્ગુરુ કોણ? છેલ્લા ગુરુ એ “જ્ઞાની પુરુષ' જ્યારે ‘જ્ઞાની પુરુષ' ના મળ્યા હોય ત્યાં સુધી જે કોઇ થોડા જપ-તપ આપે, કંઇક સમજણ પાડે એ સદ્ગુરુ અને આપણે અહીં ‘આ’ માર્ગમાં સતૂદેવ, સદ્ગુરુ અને સન્ધર્મ જુદું છે. સલૂદેવ તે “મહીંવાળા’ જે સત્ છે તે જ. તે તરત જ ફળ આપે, રોકડું આપે, ઉધાર-બુધાર નહીં. આખી જિંદગી ધરમ કર્યા છે પણ ઠંડક ના થાય ને કાળજું ટાટું ના થાય. મહીં ઊકળતું ને ઊકળતું જ રહે. અને આ અહીં તો વાત જ જુદી છે, જેટલું પીતાં આવડ્યું એટલો લાભ થાય.
ધર્મ તો બહુ ભેગા થાય પણ જ્ઞાની ભેગા ના થાય ! ને ત્યાં સુધી છુટકારો પામે નહીં, ભટક ભટક કરવાનું ત્યાં સુધી. સધર્મ, સદ્ગુરુ ના મળે ત્યાં સુધી સટૂદેવ હાજર ના થાય, ને ત્યાં સુધી કષાયો કરડ્યા કરે મહીં.
સંસારનો માર્ગ રીલેટિવ કહેવાય. એમાં વ્યવહારને વ્યવહાર જ હોય. બ્રાંતિવાળાને ભગવાને કહ્યું કે, સતુદેવ, સદ્ગુરુ અને સધર્મની સ્થાપના કરો. જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ' ના મળે ત્યાં સુધી વ્યવહાર છે. ત્યાં સુધી આ રીલેટિવ સતુદેવની સ્થાપના કરવી પડે.