________________
સંસરણ માર્ગ
૩૩
આપ્તવાણી-૨
જેવું દેખાય છે ! એમ શા માટે ? બાર આનાનું શાક લીધું તેનો સંસારી બોજો સંસારરૂપી ઘોડા પર મૂકવાનો હોય. એને માથે લેશો તોય ઘોડા પર જ જાય છે. આપણે માથે લેવાનો ના હોય. આ આપણે માથે લઇએ તેથી આપણું મોટું દિવેલ પીધા જેવું ને ઘોડાનું મોટું યે દિવેલ પીધેલા જેવું દેખાય
અનંત અવતારનું સરવૈયું આ છે ! છતાં અનુભવ નકામાં નથી જતા, તે તો ક્યારેક કામ આવે. એક વખત ખાડામાં પડ્યા તે પછી ખાડો આવે તો એ અનુભવ તરત જ ચેતવણી આપે. અનુભવ તો ઉપદેશ આપીને જાય.
આમાથી તો કામ કાઢીને મોક્ષે જવાનું છે. આ દેહ જ “આપણો’ થાય નહીં. તો બીજાં આપણાં શા કામનાં થશે ? આ દેહ જો ‘જ્ઞાની’ ના કામમાં આવ્યો તો સગો છે, ને સંસારના કામમાં ગયો એ દગો છે. આ બધાં દેહનાં સગાં છે. આત્માનો કોઇ સગો નથી. આત્માને સગો હોય નહીં. માટે આ વાત સમજી લેવાની છે. ‘વીતરાગો' સમજીને બેઠેલા કે આમાં “આપણું” કામ નહીં. એમને આ દગો-બગો પસંદ નહીં. આપણે પણ એ પૂરેપૂરું સમજીને આપણું કામ કાઢી લેવાનું છે.
જગત છ તત્ત્વોમાંથી ઊભું થયું છે. સંસાર એ છ તત્ત્વોનું પ્રદર્શન છે ! અને એ તત્ત્વોનું નિરંતર પરિવર્તન થયા કરે છે અને એ તત્ત્વોનાં મિલન થવાથી સંસાર છે. તત્ત્વો ‘સત્’ સ્વરૂપે છે. ‘સત્' એટલે ગુણ અને અવસ્થા સાથે હોય તે આ દેખાય છે એ વિભાવિક અવસ્થાઓ છે, પ્રાકૃત અવસ્થાઓ ઊભી થઇ છે. આ વિભાવિક અવસ્થામાં ભ્રાંતિ ઊભી થઇ તે આ ‘હું છું.’ એથી આ બધું ઊભું રડ્યાં છે. બીજું કશું જ બગડ્યું નથી. તત્ત્વોના મિલનથી ઊભું થયું છે. જડ અને ચેતનનાં સંયોગ સંબંધ માત્રથી ચાલે છે, જડ અને ચેતન મિચર સ્વરૂપે છે, કમ્પાઉન્ડ સ્વરૂપે નથી થયાં.
બોજો માથે કે ઘોડા પર ? એક વખત હું મારા ભાઇબંધને ઘેર અચાનક ગયેલો. તે તેમનાં વહુ જોડે વાતચીત કરતા હતા. મારા ભાઇબંધે એમની વહુને પૂછયું, “શું શાક લાવી છે ?” તેમનાં પત્નીએ કહ્નાં : “ભીંડા.” ભાઇબંધે પૂછયું, “શા ભાવે લાવી છો ?”” પત્નીએ કહ્યું : “બાર આને કિલોના ભાવનું.” ભાઇબંધે પૂછયું : “આટલું મોંઘું તે શાક લવાય ? તને કંઇ અક્કલ- બક્કલ છે કે નહીં ?” હવે આ મારા સાંભળવામાં આવ્યું. મેં તેમને કહ્નાં, “કેમ આ માથા પર બે મણ વજન લઇને ફરો છો ? તમારું મોટું દિવેલ પીધા
એક મિયાંભાઇ હતા. તે તેમના ટટ્ટ ઉપર બેસીને જતા હતા. મિયાંભાઇ વજનદાર ને ટટ્ટ નાનું ને ઢીલું, તે બિચારાની ભારથી કેડ વળી જાય. આમને આમ ચાલ્યા જતા હતા ત્યાં રસ્તામાં એક ખાનસાબ મળ્યા. તે મિયાંભાઇને કહે કે આ લીલું ઘાસ છે તે તમારા ધોડા માટે લઇ જાવને ! તે મિયાં લલચાયા કે મફતમાં એક મણ ઘાસ મળે છે ! પણ પાછું થયું કે ઘોડો આ ભાર શી રીતે ઊંચકશે ? પણ મિયાં કાચી સમજણના, તે તેમણે મનમાં નક્કી કર્યું કે ઘાસ મારા પોતાના માથે મૂકીશ તો ઓછું તેને ઊંચકવું પડશે ! તે મિયાં તો ઘાસનો ભારો માથે મૂકીને ટટ્ટ પર બેસીને જવા લાગ્યા ! રસ્તામાં એક વાણિયાએ આ જોયું ને એણે મિયાંને કાં કે, ‘મિયાંજી, ભારો તારા માથે ઊંચક્યો છે પણ વજન તો ઘોડા ઉપર જ જાય છે, તેથી તમારા બેઉના મોઢાં દિવેલ પીધેલાં જેવાં દેખાય છે !”
સંસાર એ ઘોડા જેવો છે. સંસારીઓ ઘોડા ઉપર બેઠેલા મિયાં જેવા છે. ઘોડાને દુર્બળ જાણી મિયાં ઘોડા પર ઉંચા શ્વાસે બેસે છે, તે ઘોડાના સુખને માટે પણ આ ગણતરી ખોટી છે. ભાર તો છેવટે ઘોડા પર જ જાય છે. તેમ તમે બધાં તમારો બોજો સંસારરૂપી ઘોડા ઉપર જ નાખો. સંસારરૂપી ઘોડા પર ઊંચા શ્વાસે ના બેસશો, ઉંચા શ્વાસે ના જીવશો. આ તો ‘પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ’ કે ‘પર ક્ષેત્રે’ બેઠો છે ! જગત આખુંય મૂર્ખ બન્યું છે. સંસારને ‘વીતરાગો’ એકલા જ સમજી ગયા કે મગજ પર બોજો શાને માટે ? એ તો ઘોડા પર જ જાય છે. ‘વીતરાગો’ બહુ પાકા ગણિતવાળા, તેથી તો તે ફાવી ગયા ને અંકગણિતવાળા રખડી મર્યા !!!