________________
સંસાર સ્વરૂપ : વૈરાગ્ય સ્વરૂપ
૩૧ આ સ્ત્રીઓ માથામાં ફૂલો શા માટે નાખતી હશે ! આ શરીરની ગંધ ઊડી જાય તે માટે. આ કળિયુગમાં માથાં, શરીર ગંધાય તેથી જ સ્તો તે ફૂલો પહેરે તેની સુગંધ આવે. પહેલાં તો પદ્મિની સ્ત્રીઓ થતી તે રસોડામાં રસોઇ બનાવતી હોય તોય અહીં બેઠા તેની સુગંધી આવતી! તેય ખોરાક ખાતી અને આય ખોરાક ખાય છે. પહેલાંના પુરુષોમાં સુગંધ નહોતી આવતી, પણ દુગંધ તો નો'તી જ આવતી. અત્યારે તો ‘વાંદરાની ખાડી જેવું જ થઇ ગયું છે ! આજે તો સેંટ ને અત્તરો પાર વગરનાં ઉડ છે. આ કોના જેવું છે કે ગંધાતી કેરીને સુગંધ ચોપડીને પછી તેને ખાય, આવું તો લોક થઇ ગયું છે ! આને ભગવાને કહ્નાં કે, ‘અભોગ્ય ભોકતા'. એટલે કે જે આત્માને ભોગવવાનું અયોગ્ય છે તેનો તું ભોકતા થયો. ભોગવવાનું પોતાનું અનંત સુખ છે, પણ તે ભોગવતો નથી. શી રીતે ભોગવે ? આ તો બધે કાગારોળ થઇ રહેલ છે. બધે આ કાગડા કાગારોળ મચાવે ને પેલી બાજુ કૂકડા બોલે !
વિચારવંત હોય તે તો લક્ષમાં લે કે આ સંસાર માર્ગ આરાધવા જેવો છે કે, આરાધવા જેવો નથી. આરાધવા જેવો ના હોય તો ‘જ્ઞાની પુરુષ’ને શોધીને એની પાસે મોક્ષમાર્ગ મેળવી લે, માથાના વાળ જેટલા અન્ય માર્ગો છે ! તેમાં એક જ કેડી છે તે મોક્ષની કેડી છે !! અને તે સમર્થ એવા ‘જ્ઞાની પુરુષ’ એકલા જ બતાવે !!! મોક્ષ માર્ગ ઓર્નામેન્ટલ ના હોય ને પેલા બધા જ માર્ગ ઓર્નામેન્ટલ હોય, મોટી મોટી ગગનચુંબી હોટલો હોય !
સંસરણ માર્ગ સંસાર એ તો સંસરણ માર્ગ છે. તે દરેક માઇલે, દરેક ફલીંગે રૂપો બદલાવાનાં. આ રૂપોમાં મનુષ્યને તન્મયતા રહે છે ને તેથી માર ખાયા કરે છે. આખો સંસાર સહજમાર્ગી છે, માત્ર મનુષ્યના અવતારમાં જ માર ખાય છે. આ કાગડા, કબૂતરો, માછલાં એ બધાંને છે કશી હોસ્પીટલ કે છે કંઇ તેમને રોજ નાહવાનું કે ધોવાનું ? છતાંય કેવાં રૂપાળાં દેખાય છે ! એમને છે કશો સંગ્રહ કરવાનું ? એ બધાં તો ભગવાનનાં આશ્રિત છે.
જ્યારે આ મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે. બધાય, પછી તે સાધુ હોય, સન્યાસી હોય કે જે ગમે તે હો. જેને ક્યારેય પણ એમ થાય કે મારું શું થશે, એ બધાં નિરાશ્રિત ! ભગવાન પર આશરો ના રાખે ને સંગ્રહ કરે એ બધાં નિરાશ્રિત અને તેથી તો ચિંતા ઉપાધિ છે !
આ સંસારમાં તો અનંત અવતારની ભટકામણ છે. કોઇ પણ જીવને બંધન ગમતું નથી, દરેકને મુક્તિની જ ઇચ્છા રક્ષા કરે, પણ મુક્તિનો માર્ગ ના મળે તો શું કરે ? કયા અવતારમાં સાધુ નહોતા થયા? વૈષ્ણવમાં જાય કે જૈનમાં જાય, ત્યાંય સાધુ થાય ને સાધુપણામાં કંટાળો આવે ત્યારે વિચારે કે આના કરતાં સંસારી થયો હોત તો સારું ! તે બીજે ભવે સંસારી થાય ને સંસારી થાય ત્યાં બૈરી-છોકરાંથી કંટાળે ને પાછો ત્યાં વિચારે કે આના કરતાં તો સાધુ થઇ જવું સારું ! તે બીજે ભવે સાધુ થાય. આમ જ અનંત અવતારથી ભટકામણ ચાલી છે ! પણ જો સ્વરૂપનું જ્ઞાન મળે તો મુક્તિ મળે. પણ તે “જ્ઞાની પુરુષ’ મળે ને બધાં પાપોને તે ભસ્મીભૂત કરી આપે ત્યાર પછી શુદ્ધ બનાવે ત્યારે જ ‘હું શુદ્ધાત્મા છું', એમ બોલાય. એમને એમ ‘હું શુદ્ધાત્મા છું', એ શુદ્ધાત્મા થયા વગર ના બોલાય. એ તો શબ્દજ્ઞાન કહેવાય, એનો ઊલટાનો દોષ બેસે.