________________
૩૭.
આપ્તવાણી-૨
સદૈવ સદ્ગુરુ સધર્મ
પ્રશ્નકર્તા રીલેટિવ સદેવ એટલે શું ? મૂર્તિ ?
દાદાશ્રી : હા, મૂર્તિની સ્થાપના એટલે આરોપિત ભાવ. એટલે આપણે આરોપિત; એય આરોપિત અને ધર્મેય આરોપિત ! ત્રણેય આરોપિત. આપણે અહીં ‘આત્મા’ એ દરઅસલ સદેવ છે, ‘જ્ઞાની પુરુષ’ની જે વાણી નીકળેલી છે તે દરઅસલ સધર્મ છે અને “ જ્ઞાની પુરુષ” એ દરઅસલ સદ્ગુરુ છે. આ ત્રણેય દરઅસલ કહેવાય ને પેલું લૌકિક કહેવાય ! લૌકિકનું ફળ શું, તો કે પુણ્ય બંધાય અને ધીમે ધીમે આગળ વધે અને આ દરઅસલ વસ્તુ, અલૌકિક સલૂદેવ, સદ્ગુરુ અને સતુધર્મ એ મોક્ષ આપે. નહીં તો સલૂદેવ મળ્યા પછી ભટકવાનું કેમ હોય? ત્યારે હકીકત શી છે ? તો કે સદેવ મળ્યા છે, પણ તે આરોપિત મળ્યા છે, સાચા મળ્યા નથી. આરોપિત એટલે શું કે મહાવીર ખરા પણ તે મૂર્તિવાળા આરોપિત છે. જ્યારે સાચા સદેવ તો મહીંવાળા ‘શુદ્ધાત્મા' એ છે. ‘શુદ્ધાત્મા’ એ જ યથાર્થ મહાવીર છે, પણ ‘શુદ્ધાત્મા'નું લક્ષ બેઠું છતાં એનો અનુભવ નથી થયો, ત્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ એ જ પોતાનો આત્મા છે.
સતુધર્મ એ શાસ્ત્રનો ના હોવો જોઇએ, ‘જ્ઞાની'ના મુખેથી હોવો જોઇએ. સંતુધર્મ, સંદેવ અને સદ્ગુરુ એ દરઅસલ હશે તો જ મોક્ષ થશે. પણ દરઅસલ ના મળે તો નકલી રાખજે. સાચાં મોતી ના મળે તો કલ્ચર્ડ પણ મોતી પહેરજે !
વીતરાગોએ સદેવ, સદ્ગુરુ ને સધર્મ કાં, એટલે આપણા આચાર્યો, મહારાજ બધા માની બેઠા કે મહાવીર દેવ એ સદેવ છે અને શાસ્ત્ર પ્રમાણે કરીએ છીએ તે સધર્મ છે. પણ એ સમજાયું નથી કે મૂર્તિ એ તો આરોપિત દેવ છે, ન હોય સાચા મહાવીર ! અને મહારાજ, તમેય આરોપિત છો. એટલે ગુરુ કે આરોપિત, દેવેય આરોપિત અને ધર્મય આરોપિત ! પુસ્તકમાં લખાયા પછી એ આરોપિત ધર્મ કહેવાય અને ‘જ્ઞાની પુરુષ'નું સીધું સાંભળે એ સધર્મ કહેવાય. ‘જ્ઞાની પુરુષ' એ સદ્દગુરુ કહેવાય અને તે કેવા હોય ? સામાને પોતાનો ‘શુદ્ધાત્મા' પ્રાપ્ત
કરાવે એવા હોય; અને ‘શુદ્ધાત્મા’ એ સદેવ કહેવાય અને ‘જ્ઞાની પુરુષ'ના મોઢેથી જે વાક્યો નીકળે એટલાં જ સધર્મ. જે મોક્ષ અપાવે એ જ સધર્મ. બાકી બીજા તો આરોપિત ધર્મ કહેવાય. સધર્મ કેવો હોય? સત્ અને અસત્ નિરંતર જુદાં જ રાખે છે. અને આરોપિત ધર્મમાં તો શુભાશુભ હોય. આમ કરો ને તેમ કરો, જપ કરો ને તપ કરો, ફલાણું કરો, આપણે પૂછીએ કે, ‘આરોપિત કેમ કરાવો છો ? આત્માનું કરાવરાવો ને ?” તો તે કહેશે કે, ‘આત્માનું તો આત્મા પ્રાપ્ત થયા પછી જ કરવાનું હોય. હમણાં તો આ કરો.” એમ કહેશે.
આપણે પૂછીએ કે, “આ સતદેવ ?” અલ્યા ન હોય આ સદેવ. બધાય આ આરોપિત દેવને સદેવ માની બેઠા છે ! બધી જ વાત આરોપિત છે !
- સાચાં સદેવ, સધર્મ અને સદગુરુ મળી ગયા એટલે કામ થઇ ગયું ! એક કલાક જ મળે તોય કામ કાઢી નાખે ! એક કલાક જ જો આ ત્રણ વસ્તુ મળે તો ઠેઠ સુધીનું કામ કાઢી નાખે !!!