________________
ભક્ત-ભક્તિ-ભગવાન
૪૨૧
૪૨૨
આપ્તવાણી-૨
‘તમારામાં છાંટોય અક્કલ નથી.” ત્યારે તમારે શું કહેવું જોઇએ કે, ‘દાદા, જેવો છું તેવો તમારો જ છું ને !'
કીર્તન ભક્તિ વીતરાગોનાં તો વખાણ કરે તેટલાં ઓછાં છે. એમના કીર્તન લોકોએ ગાયાં નથી, અને જે ગાયાં છે એના રાગ બરોબર નથી. વીતરાગોનાં જો સરખાં કીર્તન ગાયાં હોય તો આ દુ:ખ ના હોત. વીતરાગ તો બહુ ડાકા હતા ! તેમનો માલ તો બહુ જબરો ! એ તો કહે છે, ‘સમકિતથી માંડીને તીર્થકરોના કીર્તન ગા ગા કરો !” “તો પછી સાહેબ અપકીર્તન કોનાં કરું ? અભવ્યો છે એમનાં ?” ના, અપકીર્તન તો કોઇનાય ના કરીશ, કારણ કે મનુષ્યનું ગજું નથી, એટલે એવું ના કરીશ. અપકીર્તન શું કામ કરે છે ? અપકીર્તન વીતરાગોથી દૂર રાખે છે. આ તો તારું ગજું નથી ને દોષમાં પડી જઇશ. આ જે આડ જાત છે, એમનું નામ જ ના દઇશ, એમનાથી તો બીજી જ બાજુએ ચાલજે. ત્યારે પેલો કહેશે કે, “હું શું કરું ? આ આડ જાતો એવું કરે છે કે મારાથી એમનો દોષ જોવાઇ જ જાય છે !' પણ આવું ના કરાય, આની સામે તારું ગજું નહીં. સ્ટ્રોંગ માણસ હોય ને સામેવાળાનું અવળું બોલે તો ચાલે, જેમ કે આ જૈન હોય ને માંસાહારનું અપકીર્તન કરે તો એને શો વાંધો?!
ભક્તિ અને જ્ઞાત પ્રશ્નકર્તા : દાદા, ભક્તિ અને જ્ઞાન વિષે સમજાવો.
દાદાશ્રી : ભક્તિના અર્થ બધા બહુ છે, એકથી માંડીને સો સુધી છે. ૯૫ થી ૧૦ સુધીનો અર્થ આપણે કરવાનો છે. આ ‘અમારું' નિદિધ્યાસન એ જ ભક્તિ છે. લોક કચાશવાળા છે એટલે ભક્તિ ઉપર ભાર મૂકો એમ શાસકારોએ બતાવ્યું છે. જ્ઞાન એકલાથી તો લોક દુરુપયોગ કરે, કાચો પડી જાયને તો પછી માર પડે ભારે; એ હેતુથી ભક્તિ ઉપર વધારે ભાર મૂક્યા છે. “જ્ઞાન” શું છે ? જ્ઞાન એ જ આત્મા છે અને ‘હું શુદ્ધાત્મા છું’ એ છેલ્લી ભક્તિ છે. ‘જ્ઞાની’નું નિદિધ્યાસન એ જ “હું શુદ્ધાત્મા છું' રૂપ છેલ્લી ભક્તિ છે.
કોઇનીય છાયા ના પડે એવી તને દુનિયા બાજુએ મૂકતાં આવડે તેનું નામ સમર્પણ ભાવ. એટલે કે “જ્ઞાની પુરુષ'નું જે થાય તે મારું થાવ, પોતાનો મછવો તેમનાથી છુટો જ ના પડવા દે, જોડલો ને જોડેલો જ રાખે, છૂટો પડે તો ઊંધો પડે ને ? માટે જ્ઞાનીની જોડે જ પોતાનો મછવો જોડેલો રાખવો.
જ્ઞાન ‘જ્ઞાન-સ્વભાવી’ ક્યારે કહેવાય દેહમાં આત્મા છે તે ‘આત્માસ્વભાવી” રહે ત્યારે. આપણે ભક્તિ કહીએ તો લોક તેમની ભાષામાં લઇ જાય. એમની જાડી ભાષામાં ના લઇ જાય, તેથી આપણે જ્ઞાન ઉપર વિશેષ ભાર દઇએ છીએ.
જાગૃતિ એ જ જ્ઞાન. ‘હું શુદ્ધાત્મા છું' એમ રક્ષા કરવું એ ભાવ નથી, પણ એ લક્ષ-સ્વરૂપ છે; અને લક્ષ થયા વગર ‘હું શુદ્ધાત્મા છું' તેવું રહે જ નહીં. ‘શુદ્ધાત્મા'નું લક્ષ બેસવું એ તો બહુ મોટી વાત છે ! અતિ કઠિન છે !! લક્ષ એટલે જાગૃતિ અને જાગૃતિ એ જ્ઞાન જ છે, પણ તે છેલ્લું જ્ઞાન નથી. છેલ્લું જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ જ છે. કેવળજ્ઞાન સ્વભાવી આત્માનું લક્ષ બેસીને તેની જાગૃતિરૂપના જ્ઞાનમાં રહેવું તે ઊંચામાં ઊંચી અને છેલ્લી ભક્તિ છે; પણ અમે તેને ભક્તિ નથી કહેતા, કારણ કે બધા પાછા સહુ સહુના જાડા અર્થમાં લઇ જાય. ‘જ્ઞાની પુરુષ'ની કૃપા પ્રાપ્ત કરી લેવા જેવું છે, કૃપાભક્તિ જોઇએ.
જ્ઞાનીઓનો ‘પ્રતિષ્ઠિત આત્મા’ ભક્તિમાં છે અને જ્ઞાન “જ્ઞાન'માં છે, ‘પોતે’ ‘શુદ્ધાત્મામાં રહે અને ‘પ્રતિષ્ઠિત આત્મા’ પાસે એના ‘પોતાના” શુદ્ધાત્માની અને આ ‘દાદા'ની ભક્તિ કરાવે, એ ઊંચામાં ઊંચી છેલ્લી ભક્તિ છે !
ભગવાને જાતે કરવું છે કે, “અમે જ્ઞાનીને વશ છીએ !' ભગતો કહે કે, “અમને ભગવાન વશ છે.' તો તે કહે, “ના, અમે તો જ્ઞાનીને વશ થયા છીએ.” ભગતો તો ગાંડા કહેવાય, શાક લેવા નીકલે ને ક્યાંક થબાકા પાડવા બેસી જાય. છતાં ભગતમાં એક ગુણ છે કે બસ, ‘ભગવાન, ભગવાન” એક જ ભાવ, એ ભાવ એક દહાડો સત્યભાવને પામે છે, ત્યારે ‘જ્ઞાની પુરુષ” મળી જાય, ત્યાં સુધી ‘તુંહી તુંહી’ ગાયા કરે અને “જ્ઞાની