________________
ભક્ત-ભક્તિ-ભગવાન
૪૧૯
૪૨૦
આપ્તવાણી-૨
છે ! તેમ આ સગાઇઓ પણ સાયન્સથી ઊભી થઇ છે, પણ તે જ્ઞાનથી સમજાય. ઓલ ધીસ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ ! વિનાશી ચીજ ભોગવવાની ઇચ્છા એ મિથ્યા દૃષ્ટિ અને અવિનાશી ચીજ ભોગવવાની ઇચ્છા એ સમ્યક્ દૃષ્ટિ. જ્યાં એક દુઃખનો છાંટોય ના હોય એ સમ્યક્ દૃષ્ટિ !
પ્રશ્નકર્તા : ભગવાન તો કણ કણમાં છે ને ?
દાદાશ્રી : ભગવાન બધે હોય તો ખોળવાની જરૂર શી ? પછી જડ ને ચેતનનો ભેદ જ કો ક્યાં ? જો બધે જ ભગવાન હોય તો પછી સંડાસ જવાનું ક્યાં ? બધે જ ભગવાન હોય તો તો પછી આ બટાકામાંય હોય ને ગલકામાંય હોય. શરીરમાં ભગવાન હોય તો તો શરીર વિનાશી છે, પણ ભગવાન તો અવિનાશી છે.
કેમની ભક્તિ રહે ? ને મુક્તિ પહેલાં લીધી હોય, તે નિરાંતે બેઠા છે નેઅહીં આ બધા બેઠા તેમ બેસવાનું હોય ! આ બધા નિરાંત વાળીને આમ શાથી બેઠા છે ? જાણે અહીંથી ઊઠવાનું જ ના હોય તેમ ? મુક્તિ છે. એમની પાસે તેથી ! તમારો ખુલાસો થયો ને ? અહીં બધા ખુલાસા થવા જોઇએ. ‘તમે” ને “હું” એક જ છીએ, પણ તમને ભેદ લાગે છે. મને ભેદ નથી લાગતો, કારણ કે ભેદબુદ્ધિથી ભેદ દેખાય છે. ‘હું ચંદુલાલ છું’ એ ભેદબુદ્ધિ હજી ખરીને તમને ? તમારી ભેદબુદ્ધિ જતી રહી છે ?
પ્રશ્નકર્તા : ના, દાદા.
દાદાશ્રી : એટલે જ, તે ભેદબુદ્ધિ જયાં સુધી છે ત્યાં સુધી ભેદ લાગ્યા કરે. આ જુદો ને એ જુદો. મારે અભેદબુદ્ધિ થયેલી, તમારો આત્મા જ ‘, આમનો આત્મા ‘હું જ છું, પેલાનો આત્મા ‘હું જ છું, બધાનામાં ‘જ બેઠેલો છું, એટલે બધાં જોડે ભાંજગડ ક્યાં રહી?
ભગવાનનું સરનામું દાદાશ્રી : તમારું ઘર કોણ ચલાવે છે ? પ્રશ્નકર્તા : ઇશ્વર. દાદાશ્રી તે ઉપર કઇ પોળમાં રહે છે ? એમનું એડ્રેસ તો જણાવો! પ્રશ્નકર્તા : .........(નિરૂત્તર)
દાદાશ્રી : આવી એડ્રેસ વગરની ભક્તિ શું કામની ? જોયા ના હોય તો ચાલે, પણ એડ્રેસ તો જોઇએ ને ? આ તો બિના એડ્રેસ કી બાત! સ્ટ્રીટ નંબરેય જાણે નહીં ? ! આ ઇશ્વર પૈણેલો હશે કે કુંવારો ? ને પૈણેલો હોય તો એમને ત્યાં બા હોય, ઘરડાં બા હોય ! તેમને ત્યાં તો કોઈ મરે જ નહીં ને ? તે કેટલાં કુટુંબીજનો હશે ? પણ તેમ નથી. આ જગતની વાત સત્ય ના હોય. ‘જ્ઞાની પુરુષ'ની વાત એ જ ખરી હોય, ‘જ્ઞાની પુરુષ' ખરું જાણે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ; તે કોઇ બનાવવા ગયું નથી, ઇટસેલ્ફ ઊભું થઇ ગયું છે ! આ સોડિયમ ધાતુને પાણીમાં નાખે તો ભડકો થાય તે સાયન્સથી સમજી શકાય તેવું આ જગત સાયન્સથી ઊભું થયું
આ લોકોને એટલુંય ભાન નથી કે આ મનુષ્યોને કે પાડાને કોણ ઘડે છે ! મોટા સંતો, ત્યાગીઓ કહે છે કે ભગવાન વગર કોણ ઘડે? તે ભગવાન શું નવરો હશે કે ભેંસના પેટમાં બેસીને પાડાને ઘડે ? તો તો કુંભારને શું કામ નહીં મોકલી આપે વળી ઘડવા માટે ? જો લોકોને સમજણ પાડીએ કે, “માથામાં વાળ છે એ કોણે બનાવ્યા ?” તો કહેશે કે, “મને ખબર નથી.' ડૉક્ટરને કહીએ કે, ‘ટાલ પડી તો હવે વાળ ઊગશે?” તો તે કહે, “ના, આટલી ગરમી મગજમાં ચઢી ગઇ છે, એટલે હવે ના ઊગે.' વાળ શી રીતે ઊગે છે, શી રીતે ખરી પડે છે, એય ભાન નથી. એટલે અમે કાં કે, સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સથી ઊગે છે. એમ આ દેહ છે, આંખ-બાપ બધુંય સાયન્ટિફિક સરકમ-સ્ટેન્સિયલ એવિડન્સથી છે; ઉપર કોઇ બાપોય ઘડવા માટે નવરો નથી.” “બાપો’ તો ઇન એવરી ક્રીએચર વેધર વિઝિબલ ઓર ઈન્વિઝિબલ. તમારી ને મારી વચ્ચે દૂરબીનથી પણ ના દેખાય એવા અસંખ્ય જીવો છે તેમાં ભગવાને રહેલા છે ! એમની હાજરીથી જ બધું ચાલે છે, પણ એ જ્ઞાનથી જ સમજાય, બુદ્ધિથી સમજાય એવું નથી. એ તો “જ્ઞાની પુરુષ” જ્ઞાન આપે તો જ આત્મા સંબંધી નિઃશંક થઇ જાય ! નહીં તો આત્મા આવો હશે કે તેવો હશે, એમ શંકા રક્ષા કરે.
ભક્તિ તો પ્રેમદા ભક્તિ હોવી જોઇએ ! અમે તમને કહીએ કે,