________________
વીતરાગ માર્ગ
૪૦૪
આપ્તવાણી-૨
વીતરાગતા ક્યારે આવે ? ત્યારે કહે, સંકલ્પ-વિકલ્પ જાય ત્યારે વીતરાગતા આવે. સંકલ્પ-વિકલ્પ ક્યાં જાય ? ‘જ્ઞાની પુરુષ' પાસે, એમની કૃપા વરસે તો, એમની કૃપા ઊતરે ને કૃપાપાત્ર થાય તો સંકલ્પ-વિકલ્પ જાય, નહીં તો કરોડો અવતારે જશે નહીં. એક વિકલ્પ કાઢવા જઇશ તો બીજાં ચાર બીજ પડી જશે, એટલે નવા ચાર છોડવા ઊગ્યા ! એક છોડવો કાઢવા ગયો, તે ચાર ઊગ્યા !
આ ક્રિયાથી શું થયું કે લક્ષ્મી મળી આજે, અને બીજું બ્રેઇન ચકચકિત થયું ! કારણ કે વીતરાગોના શબ્દો વાંચ્યા છે ! વીતરાગોના શબ્દોથી ક્રિયા કરવા માંડી છે, એટલે વીતરાગ બ્રેઈન ટોનીક થી બ્રેઇન ચકચકિત થઇ ગયા. બ્રેઇન ચકચકિત થાય એટલે ટ્રીક કરતાં શીખ્યા, હાર્ડ ટ્રીક, ટ્રીક્સ, બુદ્ધિ છે તે શાના માટે છે ? ટ્રીકો કરવા કે મોક્ષે જવા ?
પ્રશ્નકર્તા : મોક્ષે જવા માટે.
દાદાશ્રી : હંઅ. બુદ્ધિ છેતરવા માટે હોય ? અને સામાની ઓછી બુદ્ધિનો લાભ લે તો ? તો એ તો દુષ્ટ જનાવર કહેવાય છે. ભગવાને શું કહ્નાં છે, આવું દુષ્ટ જનાવર ભાળ્યું નહોતું ! વર્લ્ડમાં બીજી જગ્યા યે નથી. એક આ હિન્દુસ્તાનમાં અને થોડું થોડું હિન્દુસ્તાનનો ચેપ ચીનબીનમાં પેસી ગયો, પણ મૂળ ચેપ આ હિન્દુસ્તાનનો. આ જેમ ટી.બી. નો રોગ અમુક દેશોમાં હોય છેને તેવો આ એક જાતનો રોગ છે આ અને આ જંતુઓ છે તે એનાં જંતુઓ ફેલાય. મેં તમારી જોડે ‘ટ્રીકો” બેચાર વખત કરી એટલે તમે કહો કે, ‘ટ્રીક કર્યા વગર નહીં ચાલે.” આનાથી જંતુઓનો ફેલાવો ચાલુ થઇ જાય. ભયંકર રોગ છે આ તો ! આના જેવો બીજો રોગ નથી, હાર્ડ રૌદ્રધ્યાન છે, ચાર ગતિમાં ભટકાવી મારશે !
આનું આ જ ગયા અવતારે કરેલું ને તેનું ફળ છે આ. લક્ષ્મીજી જોડે પણ આ કરવા માંડ્યું ને ચશ્ચકિતથી કામ લેવા માંડ્યું છે ! ‘તે બે પગથી પડી જવાતું હતું તે ચાર પગ રાખો હવે.’ એમ ભગવાન કહે છે ! અમારે મોઢે કહેવું પડે છે એ સારું દેખાય ? ‘જ્ઞાની પુરુષ'ને મોઢે કહેવું પડે કે, ‘બે પગવાળાને ચાર પગ થશે !' પણ ચેતવા માટે લાલ વાવટો
ધરીએ છીએ કે આગળ ગાડી ના જવા દેશો, મોટો પુલ તૂટી પડ્યો છે ! કરૂણા આવે છે ‘જ્ઞાની પુરુષ'ને ! એમને દ્વેષ ના હોય, પણ કરૂણા આવે. આટલે સુધી ચઢ્યો, વીતરાગોની પાસે અમરપદ માગું એટલી તારામાં શક્તિ છે; પણ માર્ગ રૂંધાયો તેને લીધે આ બધું ઉત્પન્ન થયું. માર્ગ તો રૂંધાય, બેસી રહેવું પડે. તમને ગમે છે કે અમારી વાત કડક પડે છે ?
પ્રશ્નકર્તા : દાદા, બહુ ગમે છે આપની વાત.
દાદાશ્રી : મહીં જે બેઠા છે તે ભગવાન છે, ‘આ તો ખોખું છે. પુદ્ગલ ભગવાન ના હોય અને પૌદ્ગલિક ભાવ એય ભગવાન ના હોય. ભગવાન તો ભગવાન જ છે, જ્ઞાતા, દ્રષ્ટા ને પરમાનંદી, એમની પાસે આપણી સર્વ કામના પૂરી થાય અને મોક્ષની કામના પણ પૂરી થાય. ઇચ્છાઓ જે થોડી ઘણી ભરાઇ રહેલી હોય તેય પૂરી થઇ જાય. ઇચ્છા પૂરી કર્યા વગર ત્યાં મોક્ષમાં પેસવા નહીં દે, ત્યાં તો મોઢા ઉપર દિવેલ હોય તેને પેસવા નથી દેતા ! મોઢા ઉપર દિવેલ બહાર જોવામાં આવે છે કે નથી આવતું ? કોઇના મોઢા ઉપર દિવેલ કંઇ ચોપડે છે લોકો ? ના, એ તો એમને એમ મહીં ક્ટાપો-અંજપો થાય છે ને તેથી દિવેલિયાં થાય છે ! અને પેલી ચાલાકી ? બ્રેઇનની ચાલાકી ? કેવી ચાલાકી કે આવાં એવાં તો હિસાબમાં જ ના હોય ! સરળ માણસો તો તેના હિસાબમાં જ ના હોય ને ! કેટલી બધી ચાલાકી !
તરણતારણ જ તારે મૂળ મોક્ષમાર્ગને જાણવો જોઇએ, મોક્ષમાર્ગના દાતા જોઇએ અને તે તરણતારણ હોવા જોઇએ. પોતે તર્યા હોય તો આપણને તારે, નહીં તો પોતે ડૂબકાં ખાતો હોય અને આપણો દી’ વળે નહીં. પોતે દાતા પુરુષ હોય તે તો મોક્ષનું દાન જ આપવા આવ્યા હોય, લેવા માટે ના આવ્યા હોય ! જે મોક્ષનું દાન લેવા આવ્યા હોય તે આપણને શું આપે ? દાન લેવા આવનારો દાન આપે ખરો ? મોક્ષનું દાન આપવા આવ્યા છે એવાં ‘જ્ઞાની પુરુષ' પાસે આપણું કામ થાય, મોક્ષદાતા પુરુષ અને જેની પાસે સ્ટોકમાં મોક્ષ છે અને પોતે મોક્ષસ્વરૂપ થયેલા છે તે જ આપણને મોક્ષદાન દઇ શકે.