________________
વીતરાગ માર્ગ
૪૦૧
૪૦૨
આપ્તવાણી-૨
એ મોટામાં મોટું મહાવ્રત કહેવાય છે, આ દુષમકાળનું ! જાણી જોઇને છેતરાવું એના જેવું મહાવ્રત કોઇ નથી આ કાળમાં ! સાચો માર્ગ તો મળવો જોઇએ ને ?
પ્રશ્નકર્તા : લોક ક્રિયા તરફ વિશેષ વળેલું છે.
દાદાશ્રી : સાચો માર્ગ ના મળ્યો એટલે, પણ ક્રિયા તરફ વળ્યું હોતને તોય વાંધો નહોતો કે ક્રિયાનું ફળ આવશે. કોઇ માણસે અહીં જાયફળનું બીજ રોપ્યું તો ઉપર જાયફળ આવશે તો એ દૂધપાક કે શ્રીખંડમાં નાખવા ચાલશે, પણ કંઇક રોપ્યું હશે તો ફળ આવશે. એ કંઈ ખોટું નથી, પણ એમનાં આ બધાં ટ્રીક ધ્યાન ઊભાં થયાં. બ્રેઇન ટોનિકવાળાં જે ધ્યાન ઊભાં થયાં એ સંપૂર્ણ અહિતકારી છે. એમણે જે ડબલ ટ્રીક વાપરવા માંડી, વેપાર ખાસ્સો હીરાનો કે જેમાં ભેળસેળ ના કરી શકાય તે એમાં શું કર્યું? એકને બદલે અન્ય આપવા માંડ્યું ! તે એના કરતાં તો ભેળસેળવાળા સારા કે એકને એક હતું તેમાં બીજું નાખ્યું; ને આ તો એકને બદલે અન્ય ! આને ક્યાં પહોંચી વળાય ? કોઇની વાત નથી કરતા આપણે. કોઇ સમજુ હોય તો વાત કરવી કે ‘જ્ઞાની પુરુષ' ચેતવાનું કહે છે. બ્રેઇન ટોનિકથી આટલું ચેતાય તો ચેતો, એ બહુ સારી વાત છે, કારણ કે બીજું તો કંઇ નહીં, પણ આ હાર્ડ રૌદ્રધ્યાન કહેવાય. આ લાકડામાંય સોફ્ટ વૂડ અને હાર્ડ વૂડ આવે છે ને તે હાર્ડ વૂડને તો રંધો મારીએ તો રંધો તૂટી જાય ! સોફ્ટ વૂડ હશે તો દીવાસળીય બને, આ તો હાર્ડ વૂડ જેવા હાર્ડ રૌદ્રધ્યાન !
સંકલ્પ-વિકલ્પ કોને કહેવાય ? મારું એવો જ્યાં આરોપ કર્યો એ સંકલ્પ અને ‘હું નો જયાં આરોપ ર્યો એ વિકલ્પ, એ આરોપિત ભાવ કહેવાય છે. સંકલ્પ-વિકલ્પનેઆરોપિત ભાવને આમ ભગવાને વીતરાગ ભાષામાં કકા અને લોકભાષાને ચેકો માર્યો નથી ભગવાને. કારણ કે લોકભાષા યે ચાલવી જોઇએ ને ? લોકભાષા ઉપર ચેકો મારે તો લોક ગૂંચાયા કરે. તમારે વીતરાગ ભાષા જાણવી છે કે લોકભાષા જાણવી છે ?
પ્રશ્નકર્તા : વીતરાગ ભાષા.
દાદાશ્રી : ‘આ’ વીતરાગ ભાષા છે, એટલે કે આપણે ‘હું ચંદુભાઈ છું” એ ગયું તો બધું ગયું. ‘હું' પણું ઊડે અને આ પહેરણ “મારું” છે એ પણ જયાં ‘હું' પણ ઊડ્યું એટલે ઊડી જાય. ચંદુભાઇનું ‘હું'પણું ગયું તો “મારું” પણ ઊડે - સંકલ્પય ઊંડે ! આ મનમાં જે થાય છે તેને જગત સંકલ્પ-વિકલ્પ કહે છે, જયારે વીતરાગોએ એને અધ્યવસાન કાં. વીતરાગોએ એમની ભાષામાં જુદું લખેલું છે બધું અને એ ભાષા સમજાય તો કામની. ઝવેરી કંઇ એક પ્રકારના છે ? અહીં મુંબઇના ઝવેરી હોયને એ લાખનો હીરો લે, એ મુંબઇવાળો મદ્રાસવાળાને સવા લાખમાં વેચે, કારણ કે પેલા ઊંચામાં ઊંચા ઝવેરી. મુંબઇવાળા કરતાં મદ્રાસવાળો પાછો પેરિસમાં અઢી લાખમાં વેચે. જે મોંધું લે તો ઝવેરી સાચો, જે મધું લે ને વધારે કિંમત આપે એ સાચો ઝવેરી કહેવાય. મૂરખ ના આપે, મૂરખ તો ઓછું આપવાના પ્રયત્ન કરે કે પાંચસોમાં આપવું હોય તો આપ, નહીં તો જતો રહે ! સાચો ઝવેરી તેની કિંમત આપે.
ભૂલો ભાંગવી તે જ વીતરણ માર્ગ વીતરાગનો માર્ગ એટલે ભૂલો ભાંગવી તે, જયાંથી ત્યાંથી ભૂલો ભાંગવી અને લોકભાષામાંથી વીતરાગ ભાષામાં આવવું તે. વીતરાગોનો માર્ગ બહુ સરળ છે. જો ‘જ્ઞાની પુરુષ' મળે ને તો મહેનત કરવાની જ ના રહી, નહીં તો મહેનતથી તો મોક્ષ કોઇ દહાડો કોઇનોય થયો નથી ને થશે નહીં. જો મહેનતથી મોક્ષ થતો હોય તો આ લોકો ક્રિયાઓ કરીને મહેનત કરે છે અને મજૂરો ઈટો ઉપાડવાની મહેનત કરે છે – એ બન્નેય મહેનતનું જ છે ને ! મહેનતથી કોઇ દહાડો કોઇનોય મોક્ષ થયો નથી; વીતરાગતાથી મોક્ષ થયો છે. તમે જે અવસ્થામાં ફસાયા હો; મહેનતુ અવસ્થામાં ફસાયા હો તોય વીતરાગતા, અગર તો આમ શાંત એક જગ્યાએ શાંત બેઠક અવસ્થામાં હો તોય પણ વીતરાગતા હશે તો મોક્ષ થશે. એકાંતમાં બેસી રહેવાથી આપણો દહાડો વળે નહીં, અગર તો મહેનત કર કર કરવાથીય દહાડો ના વળે. વીતરાગતાથી મોક્ષ થાય અને