________________
વીતરાગ માર્ગ
૪૮૫
આપ્તવાણી-૨
જગત આખું કેમ વીતરાગતાને સમજે, કેમ વીતરાગ માને પામે? ભલે મોક્ષ ના પામે, પણ વીતરાગ માર્ગને પામો. એક માઇલ ચાલો, પણ વીતરાગ માર્ગમાં ચાલો. જે ધર્મ પકડ્યો હોય તે ધર્મના જેટલા વીતરાગ માઇલ હોય તેમાં એક માઇલ તો એક માઇલ, પણ વીતરાગ માઇલમાં ચાલો ! એટલું જ ‘જ્ઞાની પુરુષ' કહે છે.
આ પુસ્તક તો હીરા જેવા છે. કાચના ઈમિટેશન હીરા અને સાચા હીરા બધું ભેળસેળ પડ્યું હોય, એના જેવાં આ શાસ્ત્રો છે. એમાંથી કો'ક ઝવેરી હોય તો એકાદ પુસ્તકને ઓળખતા આવડે. પણ અત્યારે કોઇ ઝવેરી રો નથી, જે રક્ષા સલા હોયને ઝવેરી તે કો'ક જ રહ્યા હોય, બાકી ઝવેરીપણું રૉાં નથી. ઝવેરાતપણું જ ગયું છે આખું, એટલે ઝવેરીપણું ગયું છે ! શાસ્ત્રો તો શું કરે ? શાસ્ત્રો તો માર્ગદર્શન આપે છે કે, ગો ટુ જ્ઞાની. કારણ કે આત્મા અવર્ણનીય છે અને અવક્તવ્ય છે, વાણીથી બોલી શકાય એવો એ નથી, એનું વર્ણન થઇ શકે એવું નથી.
વીતરાગ ધર્મ વીતરાગ ધર્મ એટલે શું ? વીતરાગ ધર્મ કોને કહેવાય ? જ્યાં નિર્વિવાદિતા છે ત્યાં વીતરાગ ધર્મ છે. વીતરાગ ધર્મ હોય ત્યાં વાદ ઉપર વિવાદ પણ ના હોય, પ્રતિવાદ પણ ના હોય. આપણે અહીં બાર વર્ષથી આ પ્રવચન ચાલ્યા કરે છે, પણ વિવાદ કોઇએ કર્યો નથી અત્યાર સુધીમાં! કારણ કે સાદુવાદ વાણીમાં વિવાદ શો ? મુસ્લિમ પણ કબૂલ કરે, યુરોપિયન પણ કબૂલ કરે, બધાંને કબૂલ કર્યું જ છુટકો, ને તે ના કબુલ કરે તો આપણે સમજીએ કે એ એની આડાઇ છે. જાણી જોઇને કરો છો આ તમે અને એ તો કરે જ, માણસમાં અહંકાર હોય ને આડાઇ કરવી એ તો મૂળથી સ્વભાવ છે ને ?
હવે વીતરાગ માર્ગનો ઉદ્ધાર થવા બેઠો છે. વીતરાગ તો પોતે વીતરાગ હતા, પણ એમના માર્ગનો ઉદ્ધાર થાય ને ? બહુ દહાડા, ક્યાં સુધી એ માર્ગ ઉપર ધૂળ પડી રહે ? સાચો હીરો એક દહાડો બહાર નીકળ્યા વગર રહે છે કાંઇ ? કણ ભગવાને પણ કળાં, ‘વીતરાગ માર્ગ નિર્ભય માર્ગ છે, મોક્ષમાર્ગ છે. કૃષ્ણ ભગવાને કેવું સુંદર કક્રાં છે !
જગતમાં ક્રાંતિ કાળ વર્તે પ્રશ્નકર્તા : આજે ભારતની આખી સંસ્કૃતિ કેમ ખતમ કરવી, એ વેસ્ટર્ન ડીક્ટશનથી ચાલે છે.
દાદાશ્રી : સંસ્કૃતિનો નાશ કરવા ફરે છે ને તે આપણે જે મકાન તોડવાનું હતું તે જ તે તોડી રકો છે; એટલે આપણે લેબરર્સ નહીં મંગાવવા પડે. હું જાણી ગયો છું કે દહાડાનો કે આ લેબરર્સ બહારથી આવી રક્ષા છે. જો કે, આપણે એને એન્કરેજ કરવાનું ના હોય, પણ અંદરખાને આપણે સમજી જવું કે, આ તો મફતમાં લેબરર્સ મળી રદ્ધા છે ! જૂનું પુરાણું આવી રીતે પડી જશે ત્યારે જ નવું રચાશે !
આ ફોરેનવાળા કેટલા બધા સુધરી ગયા છે (!) તે એમને ઊંઘની ગોળી ખાય ત્યારે ઊંધ આવે ! અલ્યા, તમારી નિદ્રા ક્યાં ગઇ ? એના કરતાં તો અમારાં અહીનાં સારાં કે નિરાંતે ઊંઘી જાય છે. તમે તમારા દેશમાં આખા વર્લ્ડનું સોનું અને લક્ષ્મી લઇને બેઠા છો, તોય વીસ-વીસ ગોળી ખાઇને ઊંઘવાનું ! આ તમારું શું છે ? એક ફોરેનનો સાયન્ટિસ્ટ અમને મળેલો, તેમને અમે આ વાત કરેલી. તેણે પૂછયું કે, ‘આમાં અમારી ભૂલ શામાં રહી છે ?” ત્યારે મેં કળાં ‘આ જે તમારું ભૌતિક વિજ્ઞાન છે તે એબોવ નોર્મલનું પોઇઝન થઇ ગયું છે, બધું ઝેરી થઇ ગયું છે. બીલો નોર્મલ ઇઝ ધી પોઇઝન, એબોવ નોર્મલ ઇઝ ધી પોઇઝન; નોર્માલિટી ઇઝ ધી રીયલ લાઇફ.”
વીતરાગ માર્ગ એવું કહે છે કે, જે થાય છે એ વીતરાગ માર્ગના પુષ્ટિનાં કારણો છે. અત્યારે જે બધું થઇ રહ્યું છે એ વીતરાગ માર્ગને પુષ્ટિ આપ્યા કરે છે.
પ્રશ્નકર્તા : એ થાય છે, તો આપણને વિચાર આવે છે ને ઉત્કૃષ્ટ ભાવના થાય છે.
દાદાશ્રી : અમને જરાય પણ રાગ-દ્વેષ થતા નથી. અમને તરત જ સમજાય કે આ શું કરી રકા છે ! આ ઉપાશ્રયમાં શું કરી રહ્ના છે ?