________________
વીતરાગ માર્ગ
૩૫
૩૯૬
આપ્તવાણી-૨
આ જગતમાં કશું જ જાણવાનું બાકી ના રહ્નાં હોય તે ‘જ્ઞાની’. જાણવાનું જેને બાકી રહ્નાં હોય તેને આપણે જ્ઞાની કહીએ ને પછી આપણે તેમને જે ઘડીએ પૂછીએ ત્યારે એ ઘૂંટાયા કરે. સા'બ શું કરે ? મહીં ચૂંટાયા કરે, પછી આપણને શાસ્ત્રના ટબ્બા દેખાડે. અલ્યા ભઇ, શાસ્ત્રને શું તોપને બારે ચઢાવવું છે ! અહીં આગળ શું કરવા ટબ્બા દેખાડે છે ? મહીંથી તું બોલ ને ! મહીં મરેલો છે કે જીવતો, તે બોલને ! જો મહીં જીવતો છે તો બોલ મહીંથી ! પણ આ શાસ્ત્ર શું કરવા વચ્ચે લાવે છે ? શાસ્ત્ર એ તો બોર્ડ છે, સ્ટેશને ઊતરવાનાં બોર્ડ છે, બોર્ડની કંઇ હરઘડીએ જરૂર પડે ખરી ? એની તો કો'ક દહાડો જરૂર પડે; એટલું જ જાણવા કે, ‘ભઇ, કયું સ્ટેશન આવ્યું ?” તો એ કહે કે, “ભઇ, પેલું બોર્ડ દેખાય, દાદર.' તે શાસ્ત્રો તો દાદર છે. શાસ્ત્ર તો ‘ઇટસેલ્ફ' બોલે છે, ‘ગો ટુ જ્ઞાની.” એ નિશાની બતાવે છે.
જો સંસારમાં કોઇ ઊંધો માર્ગ જોઇતો હોય, જગતના વિષયી સુખો જોઇતાં હોય, તારે અહંકારનો ભોગવટો કરવો હોય, તો ભગવાન કહે છે કે, ‘શાઓ વાંચ અને ત્યાગ કર, તપ કર, જપ કર, તને જે અનુકૂળ આવે તે કોઇ પણ તપ-જપ લઇ લે, એક સજેક્ટ લઇ લે, એ સજેક્ટનું ફળ તને મળશે; દેવગતિ અગર તો મનુષ્યમાંય સારો અવતાર થાય, બીજું થાય, ત્રીજું થાય.” ભગવાનના સજેક્ટોનું આરાધન કર્યું. માટે કંઇક ફળ તો મળે ને ? ભગવાને મોક્ષને માટે નિર્વિષયી માર્ગ કક્કો છે ! એમાં તપ, ત્યાગ, જપ કે જે બહારના વિષયો છે, એવું કશું છે નહીં.
વીતરાગો એટલે બહુ ડાકા માણસો. મોક્ષનો માર્ગ સરળમાં સરળ, સહેલામાં સહેલો વીતરાગો આપીને ગયા, બીજા બધાએ મોક્ષનો માર્ગ ગૂંચવી ગૂંચવીને ભુલભુલામણી રૂપે મૂક્યો છે. તે ભુલભુલામણી કેવી ? કે એક ફેરો મહીં પેઠો તો ફરી નીકળે નહીં, એમાંથી છટકાય એવું છે નહીં. વીતરાગના માર્ગમાં આટલીય પોલ નથી રાખી, કારણ કે વીતરાગો તો બહુ જ ચોખ્ખા; જેને કંઇક જ જોઇતું નહોતું, પ્રપંચ નહોતો, જેનામાં રાગ નહોતો, જેને કોઇપણ પ્રકારની ઇચ્છા જ નહોતી, એવા વીતરાગ
ઇચ્છા કોને થાય છે ? ખરી રીતે કોઇનય ઇચ્છા નથી, જે જે આત્મા તરીકે છે એ કોઇનેય ઇચ્છા નથી. આ તો ભ્રાંતિ ઉત્પન્ન થઇ છે. આ તો જૈન ધર્મ આત્માને ઇચ્છાવાન ઠરાવી દીધો છે અત્યારે ! આત્મા ઇચ્છાવાન હોય ને તો તો પછી એ ભિખારી જ છે. આત્મા ઇછા કરે જ નહીં. આત્મા તો પરમાત્મા છે, એને ઇચ્છા હોય ? આત્મા પોતે વીતરાગ જ છે પહેલેથી. આ તો ભ્રાંતિથી ઇચ્છા ઊભી થઇ છે. અહંકારમાં ઇચ્છા ઊભી થઇ છે, જ્યારે અહંકાર નહીં હોય તો ઇચ્છાય નહીં હોય. આ તો અહંકારની ઇચ્છા છે, આત્માની ઇચ્છા હોતી હશે ? તો તો પછી આ વાઘરી ને એમાં ફેર રજાઓ નહીં. આત્મા પોતે પરમાત્મા છે અને એને કોઇ ચીજની જરૂર નથી; પહેલેથીય નહોતી, અત્યારેય નથી ને ભવિષ્યમાં પણ હશે નહીં. આ તો પોતે અંતરાયો છે. જો અહંકાર જતો રહે, એનો વિલય થઇ જાય તો કશું જ નથી, મોક્ષ જ છે, ઇચ્છા જ નથી પછી તો. અત્યારે તો જૈન માર્ગમાં ને બીજા બધા માર્ગમાં કહે છે કે, ‘આત્માને તો ઇચ્છા ખરી ને ?” અલ્યા ભાઇ, આત્માને જો ઇચ્છા હોય તો એ આત્મા જ કેમ કહેવાય ? આત્માને જો ઇચ્છાવાન કહો તો એ દ્રવ્યને જ જાણ્યું નથી તમે ! પિત્તળને અને સોનાને ઓળખતા નથી તમે, પિત્તળને સોનું કહો છો !! સોનું તો એના પોતાના ગુણધર્મમાં છે, પરમાત્માસ્વરૂપમાં છે, અત્યારે પણ પરમાત્માસ્વરૂપમાં બેઠેલું છે, એ પરમાત્માસ્વરૂપ એનું કોઇ દહાડોય ચૂક્યા નથી. ભલેને એ જંજાળમાં આવ્યા છે, પણ જંજાળમાંય એ પોતે ચૂક્યા નથી. એમાં એમનું જ્ઞાન અંતરાયું છે, બીજું કશું અંતરાયું નથી. જ્ઞાન, દર્શન અંતરાયું છે. તેનાથી એમને કંઇ નુકસાન નથી. જેને આ અહંકાર છે એને નુકસાન છે, એમને શું નુકસાન ? એમને તો મહીં પરમાનંદ છે, પોતે અનંત સુખનું ધામ છે. રાત્રે ઊંધી જાયને તો ગાંડાને પણ સુખ આવે. જો સારો ઘસઘસાટ ઊંઘી જાયને તોય એનામાં થોડોક, એનો (આત્માનો) અણસારો માલુમ પડે કે, “મારું હારું, સુખ અંદર છે ! કારણ કે કોઇ વિષય રાત્રે આવ્યા નથી, કોઇ વિષય રાત્રે ઊંઘમાં ભોગવ્યા નથી, એમ ને એમ ઘસઘસાટ ઊંઘી ગયો તો શાથી સુખ
હતા !