________________
વીતરાગ માર્ગ
૩૯૭
૩૯૮
આપ્તવાણી-૨
આવ્યું?” તે આ મશીનરી બધી બંધ થઇ ગઇ, અહંકાર બંધ થઇ ગયો, અહંકારરૂપી મશીનરી બંધ થતાંની સાથે સુખ ઉત્પન્ન થાય. એટલે પછી એને થયા કરે કે ‘બહુ સરસ ઊંઘ આવી હતી ! બહુ સરસ ઊંઘ આવી હતી !”
સચોટ ઇચ્છા, કેવી હોય ? દાદાશ્રી : મોક્ષની ઇચ્છા છે કે બીજે ગામ જવું છે ? ઇચ્છા કઈ બાજુની રહે છે ?
પ્રશ્નકર્તા : મુક્તિ સિવાય બીજું કંઈ ના જોઇએ.
દાદાશ્રી : મોક્ષની ઇચ્છા હોય અને જોડે જોડે બીજી ઈચ્છા દેખાયા કરતી હોયને તો આપણને ખબર પડે કે હજી આ કોઇ એક ઇચ્છા મહીં ભરાઇ રહેલી છે, કો'ક દહાડો આપણને દેખા દે. જેમ આપણા ઘરમાં બે માણસ હોય તો રોજ એકનો એક દેખાય, પણ કો'ક દહાડો બીજો દેખાય તો આપણે જાણવું કે કો'ક છે મહીં, એવું ખબર ના પડે ? એટલે બીજું કંઈ એવું નહીં દેખાય છે ?
પ્રશ્નકર્તા દેખાય કો'ક વાર. દાદાશ્રી : એકાદ છે કે બે જણ છે ? પ્રશ્નકર્તા : ખબર નથી.
દાદાશ્રી : એ તો તપાસ કરવી પડે. એવું છેને કે મોક્ષની એકલી ઇચ્છા હોય તો એને કોઇ રોકનાર જ નથી. જેને સચોટ એકલી મોક્ષની જ ઇચ્છા છે એને કોઇ રોકનાર નથી ! જ્ઞાની એને ઘેર જશે !!! એ કહેશે કે, “મારે જ્ઞાનીને શું કરવા છે ? મારે એમને મળવા તો જવું પડશે ને?” ના, તારી ઇચ્છા જ તારા માટે જ્ઞાનીને લઇ આવશે ! જ્ઞાની સાધન છે. મોક્ષ સિવાય કંઇ જ જોઇતું નથી એવી જેને સચોટ ઇચ્છા છે એની પાસે હરેક ચીજ આવે; પણ બીજી ગુફતેગો છે, મહીં પોલ છે, એનું કશું વળે નહીં. એ પોલની તો પત્રિકા બહાર પડે ત્યારે ખબર પડે ! એને
‘પોલપત્રિકા’ કહેવાય છે. વીતરાગો કહે છે કે, “જે અમારા જેવા સચોટ છે, જેને કંઇ જ કામના નથી એને અહીં દુનિયામાં કોઇ નામ દેનારો નથી! ને નામ દેશે તો પુગલનું લેશે; પણ આત્માને કોણ અડી શકે? આ લોકો તો પુદ્ગલના વેપારી છે, તે પુદ્ગલના વેપાર ભલે કરે, પૌગલિક વેપાર છે ને ? કો'કનું પુદ્ગલ લઇ લે બહુ ત્યારે, પણ અહીં માલિકી નહોતી એનું લઇ લે છે ને ! જેને મોક્ષની ઇચ્છા હોય તેને પુદ્ગલની માલિકી ના હોય ! પુદ્ગલની માલિકી છે તેને મોક્ષની ઇચ્છા ના હોય.
અમૂર્તતાં દર્શન, કલ્યાણકારી કવિરાજે લખ્યું છે કે, મૂર્તિ અમૂર્તનાં દર્શન પામે જયાં, મંદિરના ઘંટનાદ વાગી ગયા છે.”
મૂર્તિ, “અમૂર્તનાં દર્શન પામે; પછી મોક્ષે જવાના ઘંટનાદ વાગે. અમૂર્તનાં દર્શન કોઇ કાળે થયાં નથી, જો થયાં હોત તો મોક્ષના ઘંટનાદ વાગી ગયા હોત બધાં “મંદિરોમાં ! આ વાત તમને સમજાઇ કે “મૂર્તિ જો અમૂર્તનાં દર્શન કરે તો કલ્યાણ થાય ?? આપણે તો મનુષ્ય મૂર્તિ હોય ત્યારે જ અમૂર્તનાં દર્શન થાય ને ! મૂર્તિ અમૂર્તનાં દર્શન પામે ત્યારે મંદિરનાં ઘંટનાદ પૂરા થઇ ગયા, ત્યાં આગળ કામ પૂરું થઇ ગયું. ‘જ્ઞાની પુરુષ’ તો જડ અને ચેતનનું આમ વિભાજન કરીને-તાંબુ બધું જુદું પાડી આપે, એમના હાથમાં આવે તો તરત જ કહી આપે કે, “આ ચોખ્ખું ને આ મેલું.’ અહીં તો જરાક જેટલો પણ મેલ હોય તો ચાલે નહીં, મોક્ષને માટે જો જરાક મેલ હોય તો તે કામનું નહીં, એ સોનું ના કહેવાય. ભગવાને કહ્નાં કે, “બે ટકા મેલ હોય તો એ સોનું ન હોય, અમારે તો શુદ્ધ સોનું જોઇશે. શુદ્ધ ઉપયોગવાળું સોનું ! અહીં બીજું ચાલે નહીં, ગડબડ-સડબડ ચાલે નહીં.’ સોનામાં બે વાલ ફેર હોય તો? ‘તો ના, એ ફેર-બેર, છાશિયું બધું જાવ અહીંથી ચોકસીઓને ત્યાં.” અહીં તો વીતરાગોનું કામ, શુદ્ધ ઉપયોગવાળું સોનું જોઇએ; ત્યાં તો નવ્વાણું ટચનું હોય નહીં, પૂરું સો ટચ જોઇશે.