________________
૩૯૪
આપ્તવાણી-૨
વીતરાગ માર્ગ કવિએ ગાયું છે ને, ‘જેનાં વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રમાત્મા.”
વાણી મનોહર જોઇએ, વર્તન મનોહર જોઇએ અને વિનય મનોહર જોઇએ. વીતરાગોનો માર્ગ વિનયનો છે, પરમ વિનયથી મોક્ષ થાય. બીજું કશું ભણવા કરવાની જરૂર નથી, ભણવાવાળા તો કંઇક ભણી ભણીને થાકી ગયેલા. વીતરાગનો માર્ગ પરમ વિનય માગે છે, એમને બીજું કશું જ જોઇતું નથી.
વીતરાગોએ આખા જગતનો એક જ ધર્મ જોયો, વીતરાગ ધર્મ, અને વીતરાગ ધર્મથી જ મોક્ષ છે; માટે વીતરાગતા પ્રાપ્ત કરો. આજે તો એકલા જૈન ધર્મમાં કેટલા બધા ફાંટા પડી ગયાં છે ? આપણો માર્ગ તો જૈન નથી, વૈષ્ણવ નથી, સ્વામિનારાયણ નથી, માત્ર વીતરાગ માર્ગ છે!
ક્રોધ, માન, માયા, લોભ ગયાં તો જાણવું કે વીતરાગ ધર્મ પ્રાપ્ત થયો, એ નિશાની છે એની. કોઇ પૂછે કે, ‘આનો તાવ ઊતર્યો છે કે નહીં?” ત્યારે આપણે કહીએ કે, “થર્મોમિટર મુકો અને જુઓ. જો એ ૯૮ ડિગ્રી દેખાડે તો તાવ નથી ને ૯૭ ડિગ્રી દેખાડે તો બીલો નોર્મલ તાવ છે અને ૯૯ ડિગ્રી દેખાડે તો એબોવ નોર્મલ તાવ છે.” આમ થર્મોમિટર મૂકીને જોવું. વીતરાગ શું કહે છે ? ‘જેનાં ક્રોધ, માન, માયા, લોભ ગયાં એને વીતરાગ માર્ગ પ્રાપ્ત થયો અને જેને ત્યાં એ સાબૂત છે એ જરાય તૂટ્યાં નથી. જેનો કાંકરોય તૂટ્યો નથી, તેને વીતરાગ ધર્મ કેમ પ્રાપ્ત થયો કહેવાય ?” જૈન ધર્મ તો પ્રાપ્ત થયો છે; અરે, અનંત અવતારથી જૈન ધર્મ તો પ્રાપ્ત થયો છે. કંઇ એક અવતારથી જૈન ધર્મ થોડો પ્રાપ્ત થયો છે ? પણ વીતરાગ ધર્મ કોઇ અવતારમાં પ્રાપ્ત થયો નથી !
વીતરાગો તો સાવ જુદા જ હતા. વીતરાગોને વીતરાગ માર્ગમાં જે કરવું પડ્યું હતું તે અત્યારે લોકોના ખ્યાલમાં નથી, લક્ષમાં નથી, અને એમને જે નહોતું ગમતું તે લોકો કરે છે. અત્યારે એમને શું નહોતું ગમતું કે, ‘ભાઇ, એક પક્ષમાં ના પડીશ. તું તપમાં પડ્યો તો તપોગચ્છ ના થઈ જઇશ.” વીતરાગો શું કહે છે કે, “એક ગચ્છમાં ના પડશો.’ એ તો એક ખૂણો છે મકાનનો. મકાનનો એક જ ખૂણો જો વાળ વાળ કરે તો આખી રૂમ સાફ થાય ખરી ? શુદ્ધિ થાય ? ના થાય. ભગવાને કહ્યું કે, ‘બધા ખૂણા સાફ કરજે.' ભગવાન કંઇ તારા ખૂણા વાળવા આવવાના નથી. આ લોક તો એકલા તપની પાછળ પડ્યા કે એકલા ત્યાગની પાછળ પડ્યા, તો કેટલાક વળી પુસ્તક વાંચ વાંચ કરે.
કબીરજી કહે છે : ‘પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોય” કબીરજીને એકય પંડિત થયેલો દેખાયો નહીં. પુસ્તક વાંચીને પુસ્તક જેવા થઇ જાય ! જેની આરાધના કરે તેના જેવો થઇ જાય, એવો આત્માનો સ્વભાવ છે. વીતરાગની આરાધના કરે તો વીતરાગ થઇ જાય, માટે વીતરાગની આરાધના કરી તો મોક્ષે જવાશે. મોક્ષનો આ એક જ માર્ગ છે, બીજા બધા અનંત માર્ગોમાં એક માર્ગ, આ વીતરાગની નાની કેડી એકલી જ છે કે જે મોક્ષે લઈ જાય. આ કેડી ઉપરથી એક માણસ મહાપરાણે જઇ શકે, કો'ક દહાડો ! નહીં તો બીજા તો અન્ય માર્ગ છે જ, અન્ય માર્ગો અનંતા છે; ને તે બધા ચતુર્ગતિમાં ભટકાવનારા માર્ગો છે, દેવગતિ ને બીજે રઝળપાટ કરાવનારા છે અને આટલાથી મનમાં સંતોષ લે ને કહે કે, “અમારે તો ઘણું ખરું આવી ગયું છે, અમે ઘણું બધું પામી ગયા છીએ.”
જ્ઞાતીની પૂંઠે પૂંઠે વીતરાગોએ કળાં છે કે, “મોક્ષ માટે કશું જ કરવા જેવું નથી, માત્ર જ્ઞાની”ની પંઠે પંઠે વઘા જજો.’ એમની પૂંઠે સિગારેટ પીએ તો ? ‘હા, પીજો. એમની હાજરીમાં સિગારેટ પણ પીજ, પણ ‘જ્ઞાની”ની પૂંઠે વફા જજો. એમનો હાથ ના છોડશો.’ કહે છે. ‘જ્ઞાની” કોને કહેવાય ? જેને