________________
વેદાન્ત
ઉ૮૩
ઉ૮૪
આપ્તવાણી-૨
કવિરાજે ગાયું છે, ‘બિન્દુ સંયુક્તમ્ ૐકારનું લક્ષ, પ્રત્યક્ષ કલ્પવૃક્ષ મોક્ષાર્થી આતમ.’
કલ્પવૃક્ષ ક્યારે કહેવાય ? કલ્પવૃક્ષ એટલે મોક્ષે જવાનું થયું ત્યારે બિંદુ સંયુક્તમ્ ૩ૐકારનું લક્ષ થાય. ‘શુદ્ધાત્મા’નું લક્ષ બેસે ત્યારે મોશે. જવાની તૈયારી થઇ ! આ લોકો કહે છે કે, ‘કપાળે બિંદુનું ધ્યાન કરીએ છીએ,’ એથી તો એકાગ્રતા વધે, પણ ‘ૐ શું છે?” એ જાણે નહીં ત્યાં સુધી કશું વળે નહીં. આ તો પ્રત્યક્ષ ૐ જોઇએ, ‘જ્ઞાની પુરુષ’ જોઇએ. પાછું ૐ એકલાથી કામ વળે નહીં, ‘બિંદુ સંયુક્તમ્ જોઇએ, એટલે કે ‘શુદ્ધાત્મા છું’નું જ્ઞાન મળી જાય, લક્ષ બેસી જાય તો ‘ૐકાર બિંદુ સંયુક્તમ્' કહેવાય, ત્યારે મોક્ષ થાય !
‘ૐકાર બિંદુ સંયુક્તમ્ નિત્યમ્ ધ્યાયન્તિ યોગિનઃ” મોક્ષે જનારા યોગીઓ હતા એ નિત્ય ધ્યાન કરતા અને પહેલાંના કાળમાં ‘ક્રમિક માર્ગમાં’ એ હતું; હવે આ કાળમાં ‘અક્રમ માર્ગ’માં ‘ૐ કાર બિંદુ સંયુક્તનું ધ્યાન અહીં શરૂ થયું છે !
વેદાન્ત જીવ, ઇશ્વર અને પરમેશ્વર એમ ત્રણ ભાગ પાડ્યા. ઇશ્વરની શક્તિ કેવી ? અરધા પરમાત્મા જેવી શક્તિ છે ! મનુષ્યમાં આવ્યો એટલે ઇશ્વર જેવો થયો કહેવાય ! આ મનુષ્યપણું એ તો ઐશ્વર્ય કહેવાય ! ત્યાં તો બધાં જ, ગાયો, ભેંસો પોતાને માટે દૂધ આપે, આંબો ફળ આપે, ને ત્યાંય જો ઐશ્વર્યપણું ખોઇ બેસે તો એ માણસ કેવો ? મનુષ્યપણામાં તો ‘પોતે’ પરમેશ્વર થવાનું છે, પરમાત્મા થવાનું છે !!!
ત્યાં આ લોકો પાશવતાનાં ને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરે !! અહીં તો મોક્ષનો માર્ગ ખોળવાનો હોય ત્યાં સંસાર-રોગ વધાર્યા કરે છે અને જાણ્યાનો કેફ લઇને ફરે છે ! જાણ્યું તો સંસાર રોગ ઘટે, પ્રકાશ થાય ને ઠોકર ના વાગે. જો જાણ્યું ના હોય તો પછી શાનો કેફ લઇને ફરે છે?
વેદશાસ્ત્ર તો સાધત સ્વરૂપ એક માણસ કહે કે, “ચાર વેદ ભણી ગયો છું અને મને તો ચારેય વેદ ધારણ થઇ ગયા છે !' ત્યારે મેં તેને કડવાં, ‘ચાર વેદ ઇટસેલ્ફ શું બોલે છે ? ધીસ ઇઝ નોટ ધેટ. તું જે આત્મા ખોળે છે. તે આ વેદમાં નથી સમાતો, આમાં નથી એ માટે ગો ટુ જ્ઞાની.” અમે કહીએ છીએ કે. ‘અમારી પાસે આવો અને કલાકમાં જ તને ધીસ ઇઝ ધેટ બતાવી આપું!” વેદો તો માર્ગદર્શન કરે છે, એ તો કહે છે કે, “અમુક જગ્યાએ ગિરગામ આવ્યું.’ પણ આ માર્ગદર્શનથી આત્મા ના મળે, એ માટે તો ‘જ્ઞાની’ જોઇશે. આ ડૉક્ટરને પૂછ્યા વગર પ્રિસ્ક્રિપ્શન બનાવાય નહીં, કારણ કે તેને મરણનો ભય છે; ને જ્યાં અનંત અવતારના મરણનો ભય છે ત્યાં જાતે દવા બનાવે છે ને પાછો કોઇ ‘જ્ઞાની પુરુષ' ને પૂછયા વગર પી લે છે ! શાસ્ત્રો એ શસ્ત્રો છે, વાપરતા ના આવડે તો મરી જઇશ !
જૈન મત અને વેદાંત મત બને ભેગા ક્યાં થાય છે ? ‘આત્મજ્ઞાન’ આગળ. ‘આત્મજ્ઞાન” થતાં સુધી બન્નેના વિચારી જુદા પડે છે; પણ આત્મજ્ઞાન' આગળ બન્નેય સહમત થાય છે, બધા એક થઇ જાય છે!
બ્રહ્મનિષ્ઠ તો જ્ઞાતી જ બતાવે ‘પોતે’ પરમાત્મા છે, પણ જ્યાં સુધી એ પદ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અમે વૈષ્ણવ ને અમે જૈન છીએ કરે અને પછી વૈષ્ણવ હૃદયમાં કૃષ્ણને ધારે, પણ મૂળ વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ ધારણા કહેવાય. મૂળ વસ્તુ' પોતાનું સ્વરૂપ, એ પ્રાપ્ત થાય, તે બ્રહ્મસંબંધ છે. બ્રહ્મસંબંધ કોને કહેવાય ? લગની લાગે પછી ક્યારેય પણ ભુલાય નહીં તે બ્રહ્મસંબંધ એટલે આત્મા સાથે સંબંધ બાંધી આપે તેનું નામ બ્રહ્મસંબંધ. ‘જ્ઞાની પુરુષ” જગતમાંથી તમારી નિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડે ને તમને બ્રહ્મનિષ્ઠ બનાવી આપે ! આમાં તો આત્મા અને અનાત્માને ગુણધર્મથી છૂટા પાડવાના છે. અનંત અવતારથી આત્મા અને અનાત્મા ભ્રાંતિરસથી ભેગા થયા છે. ‘જ્ઞાની પુરુષ' તમારાં પાપો બાળી મૂકે ત્યારે તો તમને ‘સ્વરૂપ”નું લક્ષ રહે, તે વગર લક્ષ કેમ રહે?